________________
આ ત્રણ સ્વભાવવાળા લગ્નમાંથી કોઈપણ લગ્નને પ્રભાવ દાખવે. જ્યોતિષી નિરુત્તર થવાથી સૂરિજીએ વૃષ લગ્નના ૧૯ થી ૩૦ અંશ સુધીના સમય માગશરમાં શ્રી પાર્શ્વનાથમંદીર સન્મુખ એક શિલા ૧૭૬ વર્ષ સુધી સ્થિર રહેવાની પ્રતિજ્ઞાથી અમાવાસ્યાને દિવસે સ્થાપિત કરી જ્યોતિષીને જીતી લીધું. બિચારે જ્યોતિષી સૂરિજીનું ચમત્કારિક સામર્થ્ય જોઈ, શરમીદ બની ચાલી ગયો. શ્રીજિનપાલોપાધ્યાય ગુર્નાવલીમાં લખે છે કે આ શિલા આજે (રચનાકાળ સં. ૧૩૦૫) સુધી ત્યાં વિધમાન છે. પદ્મચંદ્રાચાર્ય સાથે શાસ્ત્રાર્થ
ત્યાંથી વિહાર કરી શ્રીજિનચંદ્રસૂરિજી પુનઃ રૂદ્રપલ્લી મુકામે પધાર્યા. ત્યાં એક દિવસ એવું બન્યું કે આપણા લધુવયી સૂરિમહારાજ તેમની મુનિમંડળી સહિત બહિબ્રૂમિ જઈ રહ્યા હતા. રસ્તામાં પદ્મચન્દ્રાચાર્ય નામક એક ચેત્યવાસી આચાર્ય આવી મળ્યાં, ને માત્સર્યવશ પૂછવા લાગ્યા. “કેમ આચાર્યજી! છે તે આપ આનંદમાને?” સૂરિજી–હાજી! દેવ ગુરૂ કૃપાથી આનંદમાં છું.
પદ્મ–આજકાલ આપ કયા કયા શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા છે?
આ પ્રશ્ન સાંભળી સાથેના એક મુનિએ જવાબ આપે કે પૂજ્યશ્રી આજકાલ “ન્યાયકન્ડલી’નું+ મનન કરી રહ્યા છે.
+ આ ગ્રંથ જૈનેતર પં. શ્રીધરનું બનાવેલ છે. એના પર ૧૩મી શતાબ્દીમાં થએલ હર્ષપુરીયગચ્છના માલધારી આચાર્ય દેવપ્રભસૂરિના શિષ્ય નરચંદ્રસૂરિએ ટિ પણ લખ્યું છે. તેમજ એમનીજ પરંપરાગત ૧૫મી શતાબ્દીના આચાર્ય રાજશેખરસૂરિએ પંજિકાનામની ટીકા બનાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com