Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 26
________________ ક્રમાનુક્રમે વિહાર કરતા કરતા સૂરિજી બખેરપુર પધાર્યા, જ્યાં વા. ગુણભદ્ર ગણિ, અભયચન્દ્ર, યશશ્ચન્દ્ર, યશભદ્ર, દેવભદ્ર તેમજ દેવભદ્રની પત્નિને દીક્ષા અપાઈ. આશિકા (હાસી) નગરીમાં નાગદત્તને વાચનાચાર્યપદ આપ્યું. મહાવન સ્થાનના શ્રી અજિતનાથ-વિધિચૈત્યની પ્રતિષ્ઠા કરી. ઈન્દ્રપુરના શ્રી શાંતિનાથ-વિધિચૈત્યના સુવર્ણદંડકલશ અને ધ્વજા પ્રતિષ્ઠાપના કર્યો. તગલા ગામમાં વાચક ગુણભદ્રગણિના પિતા શ્રીમહલાલ શ્રાવકે બનાવેલ શ્રી અજિતનાથ-વિધિચત્યની પણ પ્રતિષ્ઠા કરી. સંવત ૧રરરમાં વાદલી નગરના શ્રી પાર્શ્વનાથ મંદિરમાં ઉપર્યુક્ત મહલાલ શ્રાવકે કરાવેલ સુવર્ણદંડ, કલશની પ્રતિષ્ઠા થઈ. અંબિકા મંદિરના શિખર પર સુવર્ણ કળશ પા. ત્યાંથી સૂરિજીએ રૂદ્રપલ્લીઝ તરફ વિહાર કર્યો રૂદ્રપલીથી નરપાલપુર પધાર્યા, જ્યાં જ્યોતિષશાસ્ત્રના અભ્યાભ્યાસે ગર્વિષ્ઠ બનેલા એક જ્યોતિષીને ભેટો થયો. જ્યોતિષ સંબંધી ચર્ચા થતાં સૂરિજીએ કહ્યું કે ચર, સ્થિર, દ્વિસ્વભાવ:. + સંવત ૧૨૪૫માં લવણખેટકમાં આ૦ શ્રીજિનપતિસૂરિજીએ એમને વાચનાચાર્ય પદ વડે સુશોભિત કર્યા હતા. એમના પિતાનું નામ મહલાલ શ્રાવક હતું, જેમણે કરાવેલ તગલા તેમજ વસિદાની પ્રતિષ્ઠાને ઉલ્લેખ ઉપર આવી જાય છે. x શ્રીજિનદત્તસૂરિજીએ અહીં પધારી કેટલીયે વ્યકિતઓને સમ્યકવી, દેશવિરતી, ને સર્વવિરતી બનાવેલ; તેમજ શ્રી પાર્શ્વનાથ સ્વામી અને શ્રી ઋષભદેવ પ્રભુના ચિત્યદ્રયની પ્રતિષ્ઠા પણ કરેલ. શ્રાનિવલ્લભસૂરિજીના શિષ્ય શ્રી જિનશખરોપાધ્યાય અહીંનાજ હતા. આ સ્થાનના નામ પરથી ખરતરગચ્છની રૂપલીય શાખા એમના વડે પ્રાદુર્ભાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88