________________
મહારાજા મદનપાલને બેઘ .
દિલ્હી નરેશ મદનપાલના વિસમયનો આજે પાર નહતો. પિતાના ગગનચુંબી મહેલની આલીશાન અટારીમાં બેઠા બેઠા વહેલી સવારથી તેિજ દશ્ય નિહાળી રહ્યા હતા, તે એમને મન એક જબ્બરદસ્ત સમશ્યારૂપ થઈ પડેલ હતું, ને
પાછળના પટ્ટાવલિકારોએ મદનપાલને શ્રીમ લ શ્રાવક તરીકે ઓળખાવેલ છે, પરંતુ ગુવલપરથી સ્પષ્ટરૂપે ફલિત થાય છે કે તેઓ દિલ્હીના મહારાજા હતા. જો કે ભારતીય એતિહાસિક ગ્રન્થમાં એને ઉલ્લેખ નથી મળતું, પરંતુ “તંવર’ રાજવંશાવલી શુદ્ધ અને પરીપૂર્ણ ઉપલબ્ધ નથી, તેમજ એ સમયે દિલહીનું શાક કેણ હતું તે જાસ્વા માટે મુદ્રાઆદિ અન્ય કેઇજ સાધન સંપ્રાપ્ય નથી. તેથી ગુર્નાવલી ભારતીય ઈતિહાસને આ અંધકારગ્રસ્ત કાળ પર એક નવોજ પ્રકાશ પાડે છે. અને ગુર્નાવલીકારના કથનમાં સંદેહ કરવાને પણ કોઈ જ કારણ નથી, કેમકે એના કર્તા ઉ. જિનપાલની દીક્ષા સંવત ૧૨૨૫માં થઈ હતી. આથી આપણા ચરિત્રનાયકની સાથે રહેનારા ગીતાર્થો દ્વારા પ્રાપ્ત થયેલ સત્ય ઘટનાજ આમાં સંકલિત થએલ છે. ઉપાધ્યાયજી ચરિત્રનાયકના પ્રશિષ્ય હતા, એટલે એમને સમય અતિ નિકટને અથત શ્રીજિનચંદ્રસૂરિજીના સ્વર્ગવાસ પછી ફકત બેજ વર્ષ દીક્ષા પામેલા હતા. એથી પટ્ટાવલિકાના કથનને એક રીતે માન્ય રાખી શકાય તેમ છે, અને તે એ કે મદનપાલના આગ્રહથીજ સૂરિજી દિલ્હી પધાર્યા હતા, અને મદનપાલ સૂરિજીના ખાસ ભકત હોવાને કારણે એમને “શ્રાવક” શબ્દ વડે સંબંધિત કરી સન્માનેલ છે.
ઉ. ક્ષમા કલ્યાણજીની પટ્ટાવલીમાં એ સમયે દિલ્હીના શાસક તરીકે “પાતશાહને ઉલ્લેખ છે, પરંતુ આ તે સર્વથા બ્રાન્તિઃમૂલકજ ભાસે છે કારણકે તે સમયે દીલ્હીના તખત કરવાની સત્તા હતી જ નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com