________________
એક એવી
નીકળી પડી પર
સી જઈ તેણીને ગણી પાસે
એક એવી દંતકથા પ્રચલિત છે કે શ્રેણિક રાજા પિતાના બાપથી રિસાઈને ઘરથી નીકળી પડી પરદેશ યાત્રા કરતે કરતે અત્રે આવ્યો હત અને ભીલ કુમારીના પ્રેમમાં સી જઈ તેણીને પરણવા તૈયાર થયો હતો, પણ પાછળથી તેને જણાવ્યું કે ભીલડીને પરણને પિતે એક અયોગ્ય કામ કરનારો ગણાશે. આ વિચારથી તેણે પરણવાનું માંડી વાળ્યું, પણ હૃદયમાં ઉગેલ પ્રેમની જડને તેડી શકશે નહિ. છેવટ પોતાના પ્રેમને જીતનારી ભીલડીને પ્રસંગ ચિરસ્મરણીય રાખવાના વિચારથી તે નગરને કે જે તે પહેલાં “ચંબાવતી'ના નામથી ઓળખાતું હતું.– ભીલડી” એવું નામ અપાવીને ત્યાંથી વિદાય થયો. આ તે એક દંતકથા માત્ર છે, આની પ્રકૃતિમાં કંઈપણ ઉપયોગિતા હેય તે તે એટલી જ કે ભીમપલ્લીની પ્રાચીનતા સૂચવનારું તે એક આડકતરું પ્રમાણ છે. દંતકથા એ પણ કહે છે કે આ ભીમપદલીને અકસ્માતથી નાશ થયો હતો અને દંતકથા પ્રમાણે તે અગ્નિથી થયો હોય તે તે અસંભવિત નથી. ચૌદમી સદીના લગભગ મધ્ય ભાગમાં ભીમપલ્લીને નોશ થયો હશે, એમ લાગે છે. ભીમપલ્લીનાં પ્રાચીન ખડેરે, તેમાંથી નીકળતી ઈટ અને બીજા પદાર્થો ઉપરથી એમ જણાય છે કે બારમી અને તેરમી સદીમાં ભીમપલ્લી નગરી સંપૂર્ણ જાડેજલાલી ભોગવતી હતી. આજે તે ભીલડીની દશા ખરે ભીલડીના જેવી છે. કેટલીક અન્ય વસતિની સાથે માત્ર પાંચ સાત ઘર શ્રાવકેનાં છે. અને તે પણ સાધારણ સ્થિતિનાં. ગામમાં ધર્મશાળાની અંદર શ્રીનેમિનાથનું દેરાસર છે. પશ્ચિમ તરફ ગામને છેડે એક ભોંયરાવાળું વિશાળ મંદિર છે. અહીંના તીર્થ નાયક પાર્શ્વનાથ ભીલડીઆ પાર્શ્વનાથ' ના નામથી પ્રખ્યાત છે. મૂળ નાયકને સન્મુખ પૂર્વ તરફ ગૌતમ સ્વામીની મૂર્તિ છે જેની પ્રતિષ્ઠા જિનબેધસૂરિએ કર્યાને લેખ છે. બીજી કેટલીયે મૂર્તિઓ લેખ વગરની છે. (મુનિશ્રી કલ્યાણવિજ્યજીના જૈન તીર્થ ભીમપલ્લી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com