Book Title: Manidhari Jinchandrasuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Paydhuni Mahavirswami Derasar Trust

View full book text
Previous | Next

Page 18
________________ વિક્રમપુરમાં આ. શ્રીજિનદત્તસૂરિજીને બહુ ભારે પ્રભાવ હતો. સૂરિજીએ વાગડ દેશમાં ૪ ચર્ચરી” નામક ગ્રન્થ રચી વિક્રમપુરના મેહર, વાસલ આદિ શ્રાવકને પડનાર્થે આ ચર્ચરી ટિપ્પણક વિક્રમપુર મોકલેલ, જેના પ્રભાવ વડે સહિયાના પુત્ર દેવધરે ચૈત્યવાસને પરીત્યાગ કર્યો ને સૂરિજીને અજમેરથી વિક્રમપુર લાવી ત્યાં ચાતુર્માસ કરાવ્યા. સૂરિજીના અમૃતમય ઉપદેશથી આકર્ષાઈ અનેકાનેક લોકેએ દેશ વિરતિ અને સર્વવિરતિ જેવાં વ્રતે યથાશકિત ગ્રહણ કર્યા; અને ત્યાંના જિનાલયમાં સૂરિજીના હસ્તકળે ભગવાન શ્રી મહાવીર પ્રભુજીની પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ.+ એકવાર બાલ્યાવસ્થામાં રાસલનંદન (ચરિત્ર નાયક) પિતાના માતાજી સાથે ગુરૂદેવ સન્મુખ પધાર્યા. બાળકની તેજસ્વી મુખાકૃતિ અને અન્ય અત્યુત્તમ લક્ષણો પરથીજ સૂરિ જીએ તત્કાળ પરખી લીધું કે આ બાળક અત્યંત પ્રતિભાશાળી પુરૂષ બનશે, એટલું જ નહીં પરંતુ પોતાના અસાધારણ જ્ઞાનબળ વડે એ પણ જોઈ લીધું કે આજ બાળક તેમની પાટને સર્વથા યોગ્ય નીવડશે અને ભાવશે. ગુરૂદેવ શ્રીજિનદત્તસૂરિજીની આર્ષદષ્ટિને આ એક અચૂક પૂરા છે. દીક્ષાઃ વિક્રમપુરમાં વિશદ ધર્મ પ્રભાવના કરી યુગપ્રધાન ગુરૂદેવ અજમેર ખાતે પધાર્યા, અને સં. ૧૨૦૩ને ફાગણ * આ ગ્રન્થ અપભ્રંશ ભાષાઓની ૪૭ ગાથાઓમાં છે. ઉપાધ્યાય શ્રીજિનપાલજી કૃત વૃત્તિ સહિત “ગાયકવાડ એશ્યિન્ટલ સિરિઝથી પ્રકાશિત “અપભ્રંશ કાવ્યત્રયી'માં પ્રકટ થઈ ચુકેલ છે. + વિશેષ જાણવાને માટે ગણધર સાર્ધ શતક બૃહદ્વત્તિ જેવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88