Book Title: Mahavrato Ane Adhyatmik Lekhmala
Author(s): Sha Ratanchand Shankarlal
Publisher: Sha Ratanchand Shankarlal

View full book text
Previous | Next

Page 8
________________ પુણ્યને અજબ પ્રભાવ છે, તેમની ધારવાહી દેશનાની પડેલી સચોટ છાપ છે. આવાઓને શાસનના પ્રભાવક કે શાસનના શણગાર કહેવામાં જરાય વધારે પડતું નજ ગણાય એવી મારી નમ્ર માન્યતા છે. સંદેશ પત્રના તા. ૨૮-૮૫૧ ના અંકમાં તેના તંત્રી શ્રી. નંદલાલભાઈ આ લેખો માટે ગૌરવપૂર્વક ઊંચો અભિપ્રાય ધરાવે છે કે દર રવિવારે જેમનું વ્યાખ્યાન સાંભળવા હજારો જૈન જનેતર ભાઈબહેને તલપાપડ થઈ રહ્યા હોય તે પ્રખર વિદ્વાન આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજને આગામી પવિત્ર પર્યુષણ પર્વ પ્રસંગે દરરોજ “સંદેશ”ના લાખો વાંચકે તેમને સંદેશે વાંચીને મનન કરી શકે તેવી રીતે દરરોજ જુદા જુદા વિષય પર સ્વહસ્તે લેખે લખી આપવા અમે વિનંતિ કરી હતી, તેને સ્વીકાર કરી તેઓએ અમને અને અમારા વાંચકોને ખૂબ જ આભારી કર્યા છે. જનેતર ભાઈઓને પણ આ લેખમાળા વાંચવાની અમારી ખાસ વિનંતિ છે. કારણ “જૈનાચાર્યોદ્વારા કહેવાતી વાતે માત્ર જૈનોના જ હિતના માટે હોતી નથી, પરંતુ જગતના જીવ માત્રના હિતના માટે હોય છે, પછી ભલે તે જૈનોને ઉદ્દેશીને કહેવાયેલી હોય.” આ લેખ વાંચો અને તેને સંગ્રહ કરજે! અમે આપને ખાત્રી આપીએ છીએ કે એથી તમારા જીવનમાં ચમત્કારિક ફેરફાર જણાશે અને તમને ખૂબ શાંતિ મળશે.” આમ આ લેખની ઉપકારિતા ઉપરના વચનેથી સચોટ પૂરવાર થાય છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 644