Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
રજામા] વિદ્યાલયનાં સાધ્ય, સાધન અને સાધક-વિચારણું ૨૯ કાઢવું ન જોઈએ, એટલું જ નહિં પણ ધર્મ અને તેમની ઉન્નતિ માટે તે કામ કરવાનું યોગ્ય જ હતું એમ જણાવી સંચાલકોને મદદ અને ઉત્તેજન આપવું જોઈએ.
૭. ધાર્મિક વાંચનને શેખ વિવાથીઓમાં વધે તેટલા માટે તેઓને મેટી રજા દરમ્યાન અને ફુદીના દિવસમાં વાંચવા લાયક પુરત આપવાં જોઈએ, બની શકે છે તેવા દીવસમાં સામાયિક લઈને રોજ કે અનુકૂળતા પ્રમાણે બે ઘડી તે ઓછામાં ઓછું આ વાંચન રાખવું એમ સમજાવી સારી ભાષામાં લખાચલા અને ધર્મના તત્વ અને આચારોને સુંદર રીતે ઠસાવનારા રસિક પુસ્તક વાંચવા માટે પ્રેરણા થાય તે તેથી જરૂર મનોવૃત્તિમાં સુધારો થયા વગર રહે નહિ, અને તેની સાથે ધાર્મિક જ્ઞાન પણ સારું વૃદ્ધિ પામે.
ધાર્મિક ક્રિયાઓ માટે પણ વિદ્યાર્થીઓના ઉપયોગ માટે જરૂરી ઉપકરણો પૂરાં પાડવાં જોઈએ, અને વિઘાર્થીઓ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેતા થાય અને તે તરફ આકર્ષાય એવા પ્રબંધ થવા જોઈએ.
આવી આવી અનેક બાબતે વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન અને ક્રિયા તરફ આકર્ષવા માટે સૂચવી શકાય અને જેમ જેમ વિશેષ અનુભવ મળી જાય તેમ તેમ તેમાં સુધારા વધારે પણ કરી શકાય.
૮. વ્યાવહારિક કેળવણીને અંગે એક વાત ખાસ જણાવવાની જરૂર છે અને તે શારીરિક કેળવણી વિર્ષ છે. એ તરફ વિદ્યાર્થીઓનું ખેદજનક દુર્લક્ષ્ય રહેતું હોય એમ જણાય છે. શારીરિક કેળવણી માટે જરૂરી પ્રબંધ કરે એ સંચાલકોની ફરજ છે, પણ તે પ્રબંધને પૂરેપૂરે લાભ લે એ વિવાથીઓના હાથમાં છે. કેટલીક વખત એવું બને છે કે જુદા જુદા પ્રબંધ કર્યા છતાં પણ વિવાથી તેને લાભ લેવા માટે બહુ મેળા દેખાય છે, અને કરેલો અને કરવામાં આવતા ખર્ચ ફેકટ જાય છે. તેથી સંચાલકોને તે પ્રબંધે મુલતવી રાખવા કે બંધ કરવા પડે છે. હાલની પરિસ્થિતિમાં વિવાથીઓને શરીરસંપત્તિ સુધારવા માટે ખાસ ઉપદેશ અને પ્રેરણા કરવી પડે એ શોચનીય છે. પિતે અથાગ મહેનત લઈને મેળવેલું જ્ઞાન જે શરીરસંપત્તિ સારી ન હોય તે નિરર્થક થઈ રહે છે, અને તેને લાભ જોઈએ તે લઈ શકાતે
અને બીજાઓને આપી શકાતો નથી. આ બાબત ખાસ લક્ષ્યમાં રાખવી જોઈએ. શરીર તંદુરસ્ત રહે અને સંયમી થઈ શકાય તેટલા માટે એના ઉપર અવશ્ય ધ્યાન આપવું જોઈએ.
. સાગ અને સાધન બને અનુકૂળ હોય પણ સાધક જે સાધ્ય તરફ બેદરકારી રાખતા હોય અને સાધન તરફ અભાવ કે બેપરવાઈ ધરાવે તે સઘળું કાર્ય નિષ્ફળ જાય. માટે સાધકને અંગે પણ કાંઈક વિચારણા કરવાની જરૂર છે. વિદ્યાલયમાં દાખલ થનારા સાધક યાને વિવાથી બાળ વયના હેતા નથી. મેટીક્યુલેશનની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ વિદ્યાલયમાં પ્રવેશ મેળવી શકે છે. તેમાં તે વખતે થોડા થોડા ધાર્મિક સંસ્કારે તો હોવા જોઈએ તેમજ સામાન્ય પ્રકારનું ધાર્મિક જ્ઞાન પણ તેઓએ પહેલેથી જ સંપાદન કરેલું હોવું જોઈએ. જે વિદ્યાર્થીઓમાં તે બિલકુલ હાય નહિ, તેઓને વિવાથીઓ માટે કરવામાં આવેલા નિયમ પાળવાનું ફરજિયાત થાય ત્યારે તેમને બહુ વસમું લાગે અને તેઓ તેને પિતાની સ્વતંત્રતાની ઉપર પરાણે તરાપ પડે છે એમ માને અને તેથી બહારના દેખાવમાં તે નિયમોનું પાલન કરવાનું કપટ કેળવે, અને બીજા સહવિવાથીઓને પણ પિતાની આવી હલકી વાસનાથી વાસિત કરવાના પ્રયત્ન આદરે. આમ બને ત્યારે આખું તંત્ર અવ્યવસ્થિત થાય, અને સંચાલકોને ઘણી મુંઝવણ પડે. આવી સ્થિતિ ન થાય, અને વિદ્યાર્થીઓને માટે કરવામાં આવેલા ધાર્મિક નિયમને સુખરૂ૫ અમલમાં મૂકવાનું બની આવે તેટલા માટે વિદ્યાલય તરફથી કરવામાં આવેલી સવળતાઓ તરફ વિદ્યાર્થીઓ માનભરેલી દષ્ટિએ જુએ, અને આવા નિયમ અને સવળતાવાળા સ્થાનમાં રહીને પોતે કેળવણી લેવા ભાગ્યશાળી થયા છે તેટલા માટે પિતાનું અહે ભાગ્ય માને અને એ મેળવી આપનારા વિદ્યાલયના ઉત્પાદકો, સંચાલકે