Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જીવતે અનેકાન્ત
લેખકઃ પં. સુખલાલજી સંઘવી કલ્પના, તત્ત્વજ્ઞાન અને ધર્મ એ ત્રણ માનવી જીવનની, બીજા કોઈના જીવનમાં ન હોય તેવી, વિશેષતાઓ છે. તેમ છતાં આ ત્રણે વસ્તુઓ એક જ ટિની કે એક જ સરખા મૂલ્યવાળી નથી. ક૯૫ના કરતાં તત્વજ્ઞાનનું સ્થાન ઊંચું છે. એટલું જ નહિ, પણ તે સ્થાયી અને વ્યાપક પણ છે. ધર્મનું સ્થાન તિ તત્ત્વજ્ઞાન કરતાંય ચડિયાતું છે, કારણ ધર્મ એ તત્વજ્ઞાનનું પકવ પરિણામફળ માત્ર છે.
કલ્પનાઓ ક્ષણેક્ષણે નવનવી અને તે પણ જુદી જુદી વ્યકિતઓમાં નવનવરૂપે ઉભવે છે. એ બધી કલ્પનાઓ કાંઈ સ્થિર નથી હોતી તેમજ સાચી પણ નથી હોતી, તેથી કલ્પના કરનાર વ્યક્તિ પણ પિતે સેવેલી અને પાલી કલ્પનાઓને ઘણીવાર અને મેટે ભાગે ફેકી જ દે છે, એને એ બદલ્યા પણ કરે છે. જે કોઈ વ્યક્તિ પોતાની કલ્પનાઓને સત્યની કમેટીએ નહીં સાયા છતાં સેવ્યા જ અને પાધ્યા જ કરે, તેય એ કલ્પનાઓને બીજા લેકે સ્વીકારતા કે અપનાવતા નથી. તેથી ઉલટું જે કઈ કલ્પના સત્યની કસોટીએ કસાતાં પાર ઊતરે, તેમાં બ્રાંતિ જેવું ન જ રહે, તે એવી કલ્પના ગમે તે કાળ, ગમે તે દેશ અને ગમે તે જાતિના મનુષ્યમાં જમી લેય છતાં તે કલ્પના પિતાની સત્યતાના બળના પ્રમાણમાં સર્વત્ર સ્વીકારાવા લાગે છે અને તે કલ્પના સ્થાયી બને છે. આવી જ સ્થિર કલ્પનાઓ તત્વજ્ઞાન તરીકે લેખાય છે. અને તે જ ક્યાંઈ સીમાબ ન રહેતાં સાર્વજનિક કે બહુજનમ્રાહ્ય સંપત્તિ બને છે. માનવી, પરીક્ષણશક્તિ જે તત્વજ્ઞાનને કસી સત્યરૂપે સ્વીકારે છે, તે જ તત્ત્વજ્ઞાન પછી કાળક્રમે ધીરેથી કે ત્વરાથી માનવી આચરણનો વિષય બને છે અને જે તત્વજ્ઞાન વિવેકપૂર્વક આચરણમાં આવે છે, તે જ માનવવંશને ખરેખર વિકાસપ્રદ ધર્મ બની જાય છે.
ઉપરની બાબત એકાદ દાખલાથી સ્પષ્ટ કરીએ. “જીવ, આત્મા, ઈશ્વર એ છે' એવી એક કલ્પના. તે નથી” એવી બીજી કલ્પના. છે તે બધા જે વસ્તુતઃ એક જ છે, તેઓ વચ્ચે વાસ્તવિક ભેદ છે જ નહિ અને જીવ તેમજ પરમાત્મા પણ વસ્તુતઃખી નેખી વસ્તુ નથી એવી ક૯૫નાએ એક બાજુ ને બીજી બાજુ છ બધાય વસ્તુતઃ ખા ખા છે, પરમાત્મા અને જીવો વચ્ચે ખરેખરી જુદાઈ જ છે એવી કલ્પનાઓ પ્રવર્તે છે. જ્યારે તેથી તદન ઉલટી જાતની કલ્પનાઓ પણ પ્રવર્તે છે, તે એમ માને છે કે ઈશ્વર તે શું પણ આત્મા જેવી સ્વતંત્ર અને સ્થાયી કોઈ વસ્તુ નથી. આત્મા એ તે પાણીના પર પોટા જેવી પાંચ ભૂતાની બનેલી એક ગતિશીલ અને દશ્ય આકૃતિ માત્ર છે. આ બધી છે વધતે અંશે કલ્પનાઓ છે એમ સમજવું જોઈએ. કારણ અમુક કલ્પનાઓના પક્ષનો માણસ પણ ક્યારેક તે કલ્પના ડી બીજા જ પક્ષમાં ભળે છે અગર તે બન્ને પક્ષોથી તટસ્થ રહે છે.
એ બધી કલ્પનાઓ બદલાવા અને નવું નવું રૂપ ધારણ કરવા છતાં તેની પાછળ એક કદી ના બદલાય અને કદી પણ ન ભૂંસાય એવી સ્થિર પણ કલ્પના છે. દા. ત. માણસ તે શું કઈ પણ પ્રાણ એવું નથી, જેને “હું કાંઈક છું' એવું હુંપણાનું ભાન ન હોય તેમજ સુખદુઃખના ભેદની લાગણી અને સુખ માટેની પ્રવૃત્તિ તેમજ દુઃખ તરફને અણગમે ન હોય. ત્રણે કાળમાં સોને એક સરખી રીતે માન્ય થાય એ આ અનુભવ તેજ તત્વજ્ઞાનની કક્ષામાં આવે; કારણ એ અનુભવ માત્ર વાસ્તવિકપણાની ભૂમિકા ઉપર જ ઊભો થયેલે હાઈ ટકી રહે છે. તેમાં કઈને કાંઈ વધે લેવા જેવું દેખાતું નથી. હુંપણાનું ભાન, સુખની રૂચિ, દુઃખને અણગમે એ અનુભવ સૌમાં એકસરખે અને સાચે સિદ્ધ