Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય
(સંવત ૧૯૭૧-૯૪ આ ઉપરાંત મકાનના ખર્ચની હકીકત સામે મકાનભાડાની આવક ગણવાની છે, ટ્રસ્ટ ખાતાને વ્યાજ મજરે અપાય તેમાંથી ભણતા વિદ્યાથીઓની આવક પેઈંગ વિદ્યાથીની આવકમાં જ થાય છે એ હકીકત લક્ષ્યમાં લેવાની છે.
આપણે અત્ર પચીશમા વર્ષના ખર્ચને આંકડે જરા વિગતથી વિચારી જઈએ કોલેજ ફી. પુરતક વિ. બહારના ખર્ચના. રૂા. ર૭,૬૩૦-૯-૯ ભજન રીડીંગ રૂમ ગેમ્સ અંદરના ખર્ચના રૂ. ૧૬,૧૪-૧-૧૦ વહીવટી ખર્ચના
રૂ. ૬,૫૫૬-૩-૦ ટ્રને વ્યાજ મજરે આપ્યાના
રૂ. ૪,૬૪૯-૪-૦ એ રીતે કુલ ખર્ચ રૂા. ૫૪,૯૮૦-૨૭ થયે. એટલે આપણને સંસ્થા પચીશમા વર્ષની આખરે હતી તે સ્થિતિમાં ચલાવવા માટે દરવર્ષે ઓછામાં ઓછી રૂા. ૫૫૦૦૦-૬૦૦૦૦ ની આવક તે જરૂર જોઈએ. એમાં મકાનના મોટા રિપેર તથા મ્યુનિસિપલ બીલના ખર્ચના લગભગ રૂા. પ૦૦૨-૦-૩ વધારે ગણુએ તે સાઠહજારથી વધારેજ આવક જોઈએ. તેની સામે આવકના આંકડા તપાસશે તે જણશે કે આવકમાં વધારે કરવાની જરૂર છે. બહુ વિચાર કરીને ઓછામાં ઓછા ખરચે, પણ સારામાં સારી રીતે સંસ્થાને વહીવટ કરવામાં આવે છે. એમાં બચતને સ્થાન નથી. હિસાબ એડિટ કરાવવામાં આવે છે અને સંસ્થાના આંતર વહીવટની ફરિયાદો ઉપર સહાનુભૂતિથી તપાસ અને નિકાલ કરવામાં આવે છે.
ખર્ચની દરેક વિગતે વાર્ષિક રિપોર્ટમાં છપાવવામાં આવે છે તેથી તે પર વધારે વિવેચન કરવાની જરૂર લાગતી નથી. કોલેજમાં ફીની રકમ એટલી વધી ગઈ છે કે જ્યાં સંસ્થાની શરૂઆતની એક ટર્મની ફી રૂ. ૪૨ હતી ત્યાં અત્યારે ૯૯ રૂપિયા થયા છે અને મેડિકલ કેલેજની ફી તે તેથી પણ ઘણું વધારે વધી ગઈ છે. આપણે વિદ્યાર્થીઓને ભણવેજ છૂટકે છે. આપણા સમાજનું જે સ્થાન હતું તે રાખવા માટે, આપણું તીર્થરક્ષા, સાહિત્ય પ્રકાશન, જીર્ણ મંદિરિદ્વાર અને બેકારી નિવારણને એક જ ઉપાય કેળવણને છે. ભણ્યા વગર છૂટકે નથી, જગતને અહિંસાના પાઠ ભણેલા જ આપશે, જગતના પ્રશ્નના નિકાલ અહિંસા જ કરશે અને જગતને ચિલે ચાલવા માટે કેળવણી વગર આપણે અન્યા આરે નથી.
ભણતરની કિંમત પગાર કે બદલાથી કરવાની નથી, ખર્ચ સામું જોવાનું નથી, આખા મધ્યમ વર્ગની પ્રગતિની વાત ન વિચારીએ, પણ તેમની જે સ્થિતિ છે તે કાયમ રહે તે માટે પણ કેળવણુના પ્રશ્નને નિકાલ એ જ આપણું સાધ્ય હવું ઘટે.
લાખ રૂપીઆ ખરચી કેળવણી આપી તેનાં પરિણમે જેવાં હોય તે એ ભણેલાના હૃદયે તપાસે, એમના પૂર્વકાળને અભ્યાસ કરે, એમના સમવયસ્કેની સ્થિતિની વિગતે તપાસે એટલે કેળવણીના ખર્ચને અનિવાર્ય ગણવા ઉપરાંત ખાસ જરૂરી-આવશ્યકીય ગણવે પડશે. તમે બીજા ગમે તે ખર્ચ કરે તે તમારી મરજીની વાત છે, અમારે તેમાં વિરોધ નથી, અમારા અભિપ્રાયને તેમાં સ્થાન નથી, પણ એક વાત તે અમે ભાર મૂકીને કહીએ છીએ કે આ ઈતિહાસ વાંચ્યા પછી તમે કેળવણીના કાર્યમાં લાખ ખરચ્યા અને તમારી ઉદારતાથી આ સંસ્થાએ તેને ચય કર્યો તેમાં જો તમે જરા પણ ભૂલ કરી લાગતી હોય