Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 291
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંવત ૧૯ળપાપાત, શ્રીયુત મણીલાલ સુરજમલ ઝવેરી (પાલણપુર)ની સંસ્થાનાં નાનાં નાનાં કામ માટેની પણ બારીક ચીવટ, શ્રીયુત ફકીરચંદ નગીનચંદ ઝવેરીની સંસ્થાની ધનવૃદ્ધિની ચીવટ, બાપુસાહેબ જીવનલાલ પન્નાલાલ ઝવેરીની સંસ્થાથી દૂર રહા છતાં ગૌરવભરી પૃચ્છાઓ અને શ્રીયુત અમરચંદ ઘેલાભાઈ ગાંધીની દીર્ધદષ્ટિપૂર્વકની સલાહ અને સેવા આજે પણ ગૌરવભરી શાંતિ ઉપજાવે છે અને હર્ષાગાર કઢાવે છે. આવી સેવાની ગણના કરવી મુશ્કેલ છે, કેટલીક વાતનાં મરણ તાજાં કરવાં માટે તે સંસ્થાના દફતર ઉખેળવા પડે તેમ છે. એકંદરે સંસ્થાપર એટલી વ્યકિતએ આભાર કર્યો છે અને તેને માટે એટલે મેટ લેગ આપે છે કે તેનું વિવેચન કરવું મુશ્કેલ છે. હયાત સહાયકે. અને હયાત સહાયકના આભાર માનીએ તે આ નિવેદન કે ઈતિહાસને બરાબર બેવડાવ જોઈએ. એની સંખ્યાને તે ખરેખર પાર નથી. કેટલાક સેવાભાવી ભાઈઓએ સંસ્થાના સભ્ય ન હોવા છતાં કે એની વ્યવસ્થાપક સમિતિની જવાબદારી એમના પર નાખવામાં આવેલી ન હોવા છતાં સંસ્થા માટે ભારે ચિંતા સેવી છે, એને અનેક પ્રકારે મદદ કરી છે અને એને અપનાવવા ગુપ્ત પ્રયાસ કર્યા છે. સંસ્થાની વ્યવસ્થાપક સમિતિ પર બેસીને ચાલુ સેવા કરનાર, સંસ્થાને દ્રવ્ય કે વસ્તુની મદદ કરનાર, સંસ્થાના કાર્યમાં પ્રેરણા કરનાર વગેરે અનેક સેવાભાવી સભ્યને સમુચ્ચય આભાર માનવા સિવાય બીજો રસ્તે દેખાતું નથી. બહુજ જરૂરી કી નિંધ અત્ર કરવી જરૂરી છે અને તે સંસ્થાના ઈતિહાસમાં નોંધવા લાયક છે. છે. મોહનલાલ હેમચંદ શાહ, એમ. બી. બી. એસ. સંસ્થાના પૂર્વ વિદ્યાથી અત્યારે સંસ્થાના વિદ્યાથીઓના સ્વાથ્ય પર ધ્યાન આપે છે અને દાખલ કરતી વખતે વિદ્યાર્થીને તપાસી આપે છે તેમની સેવા ખાસ ધ માગે છે. શ્રીયુત મુળચંદ હીરજીએ સંસ્થાની આસી. સેક્રેટરી તરીકે સેવા કરી હિસાબની રીત ગેડવી, જાતે હિસાબ રાખે અને સંસ્થાને અપનાવવા શરૂઆતના દશ વર્ષ સુધી સતત પ્રયાસ ચાલુ રાખે એ સેવા વિસરી શકાય તેમ નથી. શ્રીયુત ચુનીલાલ વીરચંદ સંસ્થાના આદ્ય સંસ્થાપકમાંના એક અને વર્ષો સુધી સંસ્થાની વ્યવસ્થાપક સમિતિ પર બેસી સેવા બજાવનારની નોંધ ખાસ લેવા લાયક છે. તેમની સંસ્થા માટેની ધગશ આખે વખત એક સરખી ચાલુ રહી છે. એમણે શરૂઆતનાં સેળ વર્ષ સુધી સંસ્થાની વ્ય. સમિતિપર સેવા કરી. તેમની આદરણીય સેવા ખરેખર અનુકરણીય હોઈ ધને લાયક બને છે અને સંસ્થાના ઈતિહાસમાં તેને ખાસ સ્થાન છે. શેઠ મેઘજીભાઈ સેજપાળનું હૃદય ધર્મમય છે, એમણે ધાર્મિક સંસ્કાર કાયમ રહે તે પાછળ હજારે ખરચ્યા, તેમણે સંસ્થા તરફ ખૂબ પ્રેમ બતાવે તેમણે સંસ્થાના મકાને પાછળ દેખરેખ રાખી અને એ સર્વની પાછળ અસાધારણ માનસિક પ્રેમ દાખવ્ય-એ સરકારી ધર્મમૂર્તિનાં કાર્યને દિસિવંત કરે છે. એમની ભાવના આદર્શમય, સેવા સુગંધમય અને આદર્શ વૃદ્ધિગત હેઈ સર્વ યુગના આદમીઓને અનુકરણ યોગ્ય છે. સંસ્થા તેમની સેવા કદી વિસરી શકે નહિ.

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326