Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 292
________________ સને ૧૯૫-૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ બાકી તે પૃષ્ઠ ભરાય તેટલાં સેવાભાવીઓનાં નામ અને કામ છે. એ સર્વની નોંધ કરવાનો પ્રયાસ કર્યો નથી, થઈ શકે તેમ નથી. તેથી “ડું લખ્યું ઘણું કરી વાંચજેની નીતિ સ્વીકારી આ વિભાગને ઈતિહાસ ખૂબ આનંદથી અને અંતરના ઉમળક સાથે મુક્તકંઠે પ્રશંસવાની રજા લેવામાં આવે છે અને ખરા સેવાભાવીના અનેકના નામ લખવા રહી ગયા છે તેને માટે ખેદ દર્શાવી, પ્રત્યેકના કાર્યની અત્ર પ્રશંસા કરવામાં આવે છે. કેટલીક અધુરી બાબતે આ ઈતિહાસમાં કેટલીક બાબતે અધુરી રહી છે – ૧. દેવકરણ મેન્શનનું ફર લેવાની વાતે છેલ્લા પચીશમાં વર્ષમાં થઈ હતી, પણ એનું કાર્ય સત્તાવીશમાં વર્ષમાં પૂર્ણ થયું. આ ઈતિહાસમાં તે પચીશ વર્ષની જ હકીકત લખવાની હોય, તેથી તે સંબંધમાં અત્ર જરા પણ નિર્દેશ કર્યો નથી. એ પ્રસંગને લગતી અનેક રસમય બાબતે, સંસ્થાના હિતના પ્રશ્નો, દેવાની ગણતરી વગેરે અનેક બાબતે લખવાની છે, ટ્રસ્ટીઓએ લીધેલ તરસ્ટી અને વ્યવસ્થાપક સમિતિએ બતાવેલ કાર્યદક્ષતા, હરકેટના હુકમો અને શેડ દેવકરણભાઈ મુળજીના એકઝીક્યુટરેએ દાખવેલ સૌહાર્દને વિગતવાર વિસ્તાર જરૂરી હુકમ તથા દસ્તાવેજોની નકલ વગેરે સત્તાવીશમાં વાર્ષિક રિપોર્ટમાં આપવામાં આવશે. અત્રે એટલું જ પ્રસ્તુત છે કે દેવામાંથી સંસ્થાને મુક્ત કરવી એ જનતાનું કામ છે. સંસ્થાએ પિતાને હેવાલ સંતોષકારક આપે હય, એના કામથી સંતોષ થયે હેય, એના કામ માટે એણે લાયકાત પુરવાર કરી હોય અને દેવામાંથી મુકત કરતાં એ વધારે સારી રીતે પિતાનું કર્તવ્યપાલન કરી શકશે એમ લાગતું હોય તે એને ત્રાણુમુકત કરવા વિજ્ઞપ્તિ છે. એ સંબંધી ગ્ય વિજ્ઞપ્તિ અને પ્રાર્થના અન્યત્ર કરવામાં આવશે. સંસ્થાના ઈતિહાસમાં એને સ્થાન ન હોય. ભવિષ્ય માટે પ્રેરણા વિજ્ઞપ્તિ અને સૂચનેનું આ સ્થાન નથી. ૨. સંસ્થાના સભ્યનું લીસ્ટ પચીશમા વર્ષની આખરે હતું તે પરિશિષ્ટમાં જરૂરી વિગતે સાથે આપ્યું છે. સભ્યોમાંથી કેટલાકના પત્તા મળતા નથી, કેટલાંક નામે અવસાન પામેલાનાં દાખલ થયેલાં તે ચાલુ રહી ગયા છે, કેટલાક સભ્યએ બે વાર દશ વર્ષ સુધી અને કેઈ કેઈએ ત્રણવાર દશ વર્ષ સુધી રકમ આપી છે. આ સર્વ બાબતેમાંથી બની શકતી વિગત લીટમાં આપી છે, પણ એમાં કેઈકેઈ પ્રકારની ખલના જરૂર રહી ગઈ હશે એ સંભવ છે. સભ્યના લીસ્ટ પરિપૂર્ણ રાખવા માટે અનેક પ્રયાસો ચાલું છે, પણ સભ્ય તરફથી પૂરી માહિતી મળતી ન હોવાથી એમાં સ્કૂલના થતી હોવાની અનેકવાર ફરિયાદ થઈ છે. આ સંબંધમાં ક્ષમા માગવા સિવાય બીજો માર્ગ નથી. ૩. સંસ્થાને ભેટ આપનારનું લીસ્ટ આપવાની જરૂર તે ખરી, પણ એમ કરતાં એટલું ગ્રંથગૌરવ વધી જાય છે કે એની શક્યતા, વખતના અભાવ અને મુદ્રણના ભાવને લઈને ન બને તેવી જણાઈ છે. વાર્ષિક રિપોર્ટમાં તેની વિગતે બરાબર અપાય છે તેથી તેનું પુનરાવર્તન કરવાની બહુ જરૂર લાગી નથી. આ બાબતમાં સંસ્થાના સહાયકો ક્ષમા કરે. ૪ આખા રિપોર્ટમાં મિત્રીઓ સંબંધી કાંઈ હકીક્ત આવી નથી. તેઓ એક રીતે સર્વ બાબતમાં સાથે છે અને એક રીતે તેઓ અપૌરુષેય છે. તેમની કાંઈ પણ અંગત હકીકત આ

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326