Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય
[અવત ૧૯ળજરૂરી વ્યક્તિઓને આભાર માનવાની તક લઈએ. એના બે વિભાગ પાડવા ઉચિત લાગે છે સદ્દગત અને હયાત. સદ્દગતના આભાર,
આ સંસ્થાપર અનેક જાતને ઉપકાર કરનાર વ્યક્તિઓની સંખ્યા ઘણી મોટી છે, તેમાંના કેઈને અન્યાય ન થાય તે સારુ સર્વની ક્ષમા યાચના સાથે જેઓ હયાત નથી તેમનાં નામ સાથે બહુ જરૂરી ઈતિહાસ રજુ કરીએ.
સદ્દગત શુભ આત્માઓ પૈકી આ સંસ્થાપર મેટે ઉપકાર કરનારમાં સર્વથી પ્રથમ નામ શેઠ દેવકરણભાઈ મુળજીનું આવે છે. તેઓ આ સંસ્થાના પ્રાણ હતા, તેમને આ સંરથા માટે અદ્દભુત લાગણી અને પ્રેમ હતા, તેમને આ સંસ્થાના વિકાસ માટે અનન્ય વિશ્વાસ હતું અને આ સંસ્થા તરફ તેમની ભકિત અવિચલિત રહી ઠેઠ સુધી એક સરખી રહી હતી. સંસ્થાના પંદરમા વર્ષમાં તેમને દેહવિલય થયે ત્યાં સુધી એમણે સંસ્થાપરને પોતાને સ્નેહ અનેક રીતે દાખવ્યું છે. પૈસા ભરી આપવા ઉપરાંત તેમણે અનેકને પ્રેરણા કરી પૈસા ભરાવી આપ્યા છે, રાતદિવસ ગણ્યા વગર એમણે સંરથા માટે ઉજાગરા કર્યા છે અને સંસ્થાપર ભયંકર આક્રમણ આવ્યું ત્યારે ખડકની જેમ અડગ ઊભા રહી આડા હાથ દીધા છે. એમની પૈસાની સહાય કરતાં એમનું સંસ્થા તરફનું દીલ, એમણે મરતાં મરતાં સંસ્થાને આપેલ મદદ અને કરેલી યાદે, એમણે અન્ય સભ્યોને કંડ ભરાવવા માટે કરેલી પ્રેરણાઓ અને સંસ્થાના મકાનને પાયે નાખતી વખતે કાઢેલા હૃદયના ઉદ્ગારે આજે પણ સ્મરણપંથને ઉજજવળ બનાવે છે. એમનું નામ સંસ્થા સાથે જોડાએલું જ રહેશે, એમના ભવ્ય કાર્યો અને સેવાને ઇતિહાસ કેઈવખતે લખાશે અને એમની ઉચ્ચ હૃદયભાવનાને ખ્યાલ આપતી યશોગાથા લખાશે.
શેઠ દેવકરણભાઈની સાથે બરાબર પડખે ઊભા રહેનાર અને જાણે એક બાપના દીકરા હાય તેવી રીતે સંસ્થા ઉપર વર્ચસ્વ સ્થાપનાર શેઠ મોતીલાલ મુળજી આ સંસ્થાને પ્રાણુ હતા. તેમણે સંસ્થાને પિતાની ઉદારતાથી નવાજી નાખી, તે ઉપરાંત આખા જીવન દરમ્યાન સંરથામાટે કાળજી કરી, મીટીગમાં હાજરી આપી અને જ્યારે જ્યારે પૈસાની ભીડ પડી ત્યારે ઊભા રહ્યા. તેમનું હૃદયબળ, બ્રહ્મચર્યતેજ અને સામાજિક કાર્યોને રસ આ સંસ્થાને પ્રાણપદ નીવડ્યા અને સંસ્થાને વર્તમાન સ્થિતિમાં લઈ આવવામાં તેમણે ઘણે સારો ફાળો આપે. તેમના સંબંધમાં ધનની સહાય ઘણું ઉત્તમ હતી, પણ તે સહાય કરતાં સંસ્થાવિકાસને તેમને રસ ઉત્કટ હતું અને તેમણે સંસ્થાને પિતાની ગણી સહાય સલાહ અને કામગરીથી નવાજી નાખી છે. સંસ્થાના દશમા વર્ષમાં સં. ૧૯૮૧ ના માગશર વદ ૪ને રોજ તેમને દેહવિલય થયું. તેમણે સંસ્થાની દશ વર્ષ અનેકવિધ સેવા કરી. શેઠ દેવકરણભાઈ તે સંસ્થાના કેશાધ્યક્ષ હતા, પણ મેતીલાલ શેઠ તે સામાન્ય સભ્ય હોવા છતાં સરથાની સેવામાં શેઠ દેવકરણભાઈની સાથે બરાબર સામેલ રહેતા હતા.
શેઠ ગોવીંદજીખુશાલભાઈ વેરાવળ) સંસ્થાનું ચિરસ્મરણીય નામ છે. સંસ્થાને શરૂઆતથી અપનાવનાર, સંસ્થામાં બે વર્ષ સુધી કેશાધ્યક્ષનું કામ કરનાર અને મજબૂત મને કેળવણીને