Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સને ૧૯૧૦] પચીશ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ
૭૩ | દર વર્ષે સાત હજાર રૂપીઆ એ પ્રમાણે પાંચ વર્ષ સુધી દર વર્ષે સાતહજાર રૂપીઆ મળે તે પ્રમાણે કુલ રૂ. ૩૫,૦૦) નું આ ફંડ કરવામાં આવ્યું. તે માટે જોઇતા રૂા. ૩૧,૦૦૦) શેઠ સારાભાઈએ સંસ્થાને સેપ્યા. આ રકમ જેમ બને તેમ જલદી ખચી નાખવાની હતી અને વ્યાજ ખાવાની લાલચ રાખવાની હતી. પાંચ વર્ષમાં સાત સાત હજાર દર વર્ષના ઉક્ત ઉદેશને અંગે ધીરી દેવાના જ હોવા છતાં મદદ લેનારને અભાવે ઓછી સ્કમ ખરચાય તે જે કાંઈ વધારે રહે છે તથા આવતા વ્યાજની રકમ તે પછીના વર્ષોમાં આ પેજના પ્રમાણે જ ખરચવાની હતી અને વસૂલ થતી લેન પણ તે પ્રમાણે ખરચવાની હતી. શેઠ સારાભાઇની હયાતીમાં આ ફંડની રકમમાં રૂા. ૬૫,૦૦૦ અથવા વધારે રકમ આપનાર કંઈ પણ ગૃહસ્થ નીકળી આવે તે મૂળ રકમ વાપરી નાખવાની શરતે આ ફંડના ઉદ્દેશમાં ફેરફાર કર્યા વગર તે સ્વીકારતાં આ ફંડને તેટલું દાન આપનારનું નામ અથવા તે દાન આપનાર સૂચવે તે નામ આ ફંડનું નામ બદલીને આપી શકાશે. શેઠ સારાભાઈએ વિચારશીલ દષ્ટિથી કેળવણી માટે અપાતા દાનની ચાલ પદ્ધતિમાં ફેરફાર કર્યો. વિદ્યાલયમાં જે લેનપદ્ધતિ દાખલ કરવામાં આવી તે પદ્ધતિ દાખલ કરાવવા માટે તેમણે ખૂબ મહેનત લીધી હતી. તે પદ્ધતિ કેટલી ફળદાયી નીવડી તે આજે આપણે અનુભવી શકીએ છીએ. શેઠ સારાભાઈને અભ્યાસ આ પ્રકારની વગેરવ્યાજે ખાનગી મદદ સ્વર્ગસ્થ શેઠ જમનાભાઈ ભગુભાઈ પાસેથી મળવાથી જ થઈ શકે તે અને તે મદદ તેમણે રળવાની શરૂઆત કરતાં જ પાછી ભરી દીધી હતી. પરંતુ લાગવગ વગર આવી મદદ કોઈને પણ મળી શકતી ન હોવાથી સમસ્ત શ્વેતાંબર મૂર્તિપૂજક કેમ માટે પિતાની કમાણીને સારે ભાગ તેમણે સંસ્થાને સે અને કઈ ગૃહસ્થ પિતાનું અથવા પિતાના સગત સંબંધીનું નામ આપી આ કુંડમાં રૂા. ૬૫,૦૦૦] ઉમેરી એક લાખ રૂપીઆનું ફંડ થાય તે તે માટે ફંડ સાથે સંકળાએલું પિતાનું નામ પિતાની હયાતી દરમ્યાન જતું કરવાની પણ શરત તેમણે પોતે જ મૂકી.
ફંડની વ્યવસ્થા કરવા માટે નવ સભ્યની સમિતિ નીમવી-તેમાં પાંચ સભ્ય સંસ્થાની સમિતિ નીમે અને શ્રી સારાભાઈ પિતા ઉપરાંત બીજા ત્રણ સભ્ય નીમે. આ પ્રકારે દરવર્ષે નવ સભ્યની નવી ચૂંટણું કરવામાં આવે. આ સબ કમિટી ફંડને લગતું સર્વ કાર્ય કરે.
સંસ્થાના નવમા વર્ષમાં આ ફંડની યોજના થઈ એટલે પચીસ વર્ષના ઈતિહાસમાં આ ડે. સેળ વર્ષ કામ કર્યું. તે દરમ્યાન ૩૮૩ વિદ્યાર્થીઓને (૧૦ બહેને અને ૩૭૩ ભાઈઓ) રૂ. ૫૪,૦૨૪-૬-૯ ની લોન આપવામાં આવી અને વહીવટી ખર્ચ રૂા. ૨૧૧૬-ર-૧૦ થ. સરેરાશ વાર્ષિક વહીવટી ખર્ચ રૂ. ૧૩૨-૫-૬ થાય છે. આ ખર્ચમાં છપામણી, સ્ટેશનરી અને પિસ્ટેજ અને શરૂઆતના વર્ષોમાં જૈન, વીરશાસન, જૈનયુગ, સુષા ઈત્યાદિ છાપાઓમાં જાહેર ખબર આપી તેના ખર્ચના જ છે. ફંડનું સર્વ વહીવટી કાર્ય શેઠ સારાભાઈ જીવ્યા ત્યાં સુધી તેમણે જ કર્યું અને તેમના અવસાન પછી લેન રિફંડના કાર્ય માટે એક કારકુન રાખેલ છે તે ભાઈ હરતક વહીવટી કામ મંત્રીની દેખરેખ નીચે સોંપવામાં આવ્યું છે.
શેઠ સારાભાઈએ અસલ જનામાં એક મહત્વને ફેરફાર ૧ર-ર૭ માં નીચે મુજબ કર્યો. “ીઓએ લેખિત કરારપત્ર કરી આપવાનું નથી. વળી ટ્રેઈન્ડ શિક્ષક થનાર પુરુષે તેમજ જેઓ સંસ્કૃત યા પ્રાકૃતિને અભ્યાસ કરી તે ભાષામાં પૂરેપૂરા નિષ્ણાત થવા માગશે