Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય (સંવત ૧eo(૨૦) ઉપર જણાવેલા રૂપીઆ પચાસ હજાર ઉપરાંત રૂપીઆ દશ હજાર શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીઓને આપવા અને શરત કરવી છે જ્યારે પણ જુનાગઢવાળા ડેકટર લીલાધર વાલજી મહેતા વધુ અભ્યાસ માટે જ યુરોપ જતા હોય તે, વિદ્યાલયના નિયમ પ્રમાણે રૂપીઆ દશ હજાર સુધી મજકર ડૉકટરને લેન તરીકે આપવા. મજકુર ડૉકટર પાસેથી રકમ પાછી મળ્યેથી વિદ્યાલયના ટ્રસ્ટીઓએ પિતાની મરજી મુજબ મારા નામથી એવા જ કામમાં કાઠીઆવાડના વિશાશ્રીમાળી વિદ્યાર્થીને આપવામાં એ રકમને ઉપગ કરે.”
સદર રકમને ઉપગ વીલની શરત મુજબ કરવામાં આવે છે. શેઠ દેવકરણભાઈ મુળજીને સંસ્થા સાથે સંબંધ એ સુસ્પષ્ટ છે કે તેમના સંબંધમાં વારંવાર લખવું એ પિષ્ટપેષણ ગણાય, પણ સંસ્થાને મરણની નજીકના સમયમાં પણ શેઠ ભૂલ્યા નથી અને આ ઉપરાંત બીજી પણ મટી નવાજેશ કરી છે તે વાત ધ્યાનમાં લેતાં આનંદમાં વધારો થાય તેમ છે. 3 નગીનદાસ જે.શાહ સ્મારક ફંડ.
સંસ્થાના તેવીસમા વર્ષમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રીઓએ એક એજના ઘડી ડૉ. નગીનદાસ શાહ સ્મારક ફંડમાં ભેગી થયેલી રકમમાંથી રૂા. ૬૦૦ અંકે છ રૂપીઆ શરત કરી સંસ્થાને આપવા ઈચ્છા દર્શાવી. વ્યવસ્થાપક સમિતિએ તા.૪-૫-૩૭ના રોજ નીચે મુજબ ઠરાવ કર્યો અને તે ઠરાવ સદર સંરથાની સ્મારક ફંડ સમિતિએ સ્વીકાર્યો
સદર રકમનું વ્યાજ કઈ લાઈનમાં ચંદ્રક કે પારિતોષિક તરીકે વાપરવું તેને નિર્ણય વ્યવસ્થાપક સમિતિ કરશે. અને સદર તૈલચિત્ર સુપરિન્ટેન્ડન્ટની ઓફીસ રૂમમાં યોગ્ય જગ્યાએ મુકાશે અને તે માટે ગ્ય મેળાવડે કરી ચિત્ર ખુલ્લું મુકાશે.”
સદર ટ્રસ્ટના વહીવટ અંગે વ્યવસ્થાપક સમિતિએ તા.૩-૮-૧૯૩૯ના રોજ નીચે મુજબ વ્યવસ્થા કરી:
દર વર્ષે રૂ. ૨૫ પચીશ રૂપીઆનું પારિતોષિક ઈન્ટર કેમર્સ અથવા બી. કેમની યુનિવર્સિટી પરીક્ષામાં સૌથી વધારે ટકા માર્ક મેળવનારને આપવું. આ ઈનામ મેળવનારે ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક મેળવેલા હોવા જોઈએ. જે વર્ષમાં લાયક વિદ્યાર્થી ન હોય તે વર્ષમાં ઈનામ ન આપવું અને મૂળ રકમમાં વધારે કર. પારિતોષિકમાં પુસ્તક આપવાં અને તે પુસ્તકે ઉપર ડૉ. નગીનદાસ જે શાહ મારક”ને સિકકો માર.
સદર યોજના મુજબ ૧૩૯-૪૦ નું ઈનામ મુંબઈ યુનિવર્સિટીની બી. કેમ. ની પરીક્ષામાં પહેલા આવનાર વિદ્યાથી શ્રી કનુભાઈ લલ્લુભાઈ મહેતાને આપવામાં આવ્યું. - આ રટ નાની રકમનું છે, પણ એની સાથે સંસ્થાપર અત્યંત સનેહ રાખનાર એના એક સુપુત્રનું નામ જોડાએલું છે અને એનું સ્મરણ સંસ્થામાં હમેશ માટે જળવાઈ રહે એ દષ્ટિએ આ ટ્રસ્ટ નેધવા લાયક છે. શેઠ દેવકરણ મુળજી ટ્રસ્ટ ફંડ.
સંસ્થાના વશમા વર્ષમાં શેઠ દેવકરણ મુળજીના એકઝીકયુટરાએ શેઠશ્રીના વીલની કલમ ૧૯ મીની રૂએ સૂટ કરી રૂા. ૫૦,૦૦૦ આપ્યા. વિલની કલમ નીચે મુજબ છે –