Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જ પં. સુખલાલજી સંઘવી
મિ. કે. શિવાલય થયું છે, તેને જ લીધે તેમાંથી ધર્મ જન્મ્યો છે. સાચું જ વિચારવું, વિચાર અને સમજ હોય, તેવું જ બોલવું અને તેવું જ આચરવું એ જે સત્ય-અહિંસા નામને ધર્મ મનુષ્ય જાતિમાં ઉદ્ભવ્યો છે ને કાળાએ તેના અનેક કાપ વિકાસ થયેલ છે તેમજ થતું જાય છે. તેના મૂળમાં પલે અનુભવ જ કામ કરી રહ્યો છે. છવ કે ઈશ્વર હોવા ન હોવાની તેમજ તેના ખાપણ કે અખાપણાની ગમે તેટલી અરસપરસ વિધી કલ્પનાઓ પ્રવર્તતી હોય છતાં કોઈ પ્રાણી કે મનુષ્ય એવો નથી કે જે પિતા પ્રત્યે બીજાના અણગમાકારક વર્તનને પસંદ કરે. એ જ બીજા પાસેથી પિતાના તરફના સવર્તનની આશા બીજા પ્રત્યે પિતાના સાવર્તનને ઘડે છે. એ ઘડતર વિધી ધક્કાઓથી મેડમેડે જન્મ કે સમજપૂર્વક જલદી જન્મે એ નોખી વાત, પણ આખી માનવજાત આ ઘડતર તરફ જ ઢળી રહી છે અને માનવજાતિમાં થયેલા તેમજ થતા મહાન પુરુષો પિતાની જીવનચર્યાથી આખી માનવજાતને એ જ રીતે ઘડવા મળ્યા છે ને મથી રહ્યા છે. તેથી જ એ ઘડતર ધર્મના બીજા ઉપસિદ્ધાન્તને મૂળ સિદ્ધાન્ત બની રહ્યો છે.
તત્ત્વજ્ઞાનને જન્મ કઈને કઈ સંપ્રદાયને આભારી છે. તત્વજ્ઞાનના વિકાસ અને પ્રચારમાં પણ સંપ્રદાયોનો મુખ્ય ફાળો છે. એ જ રીતે ધર્મના વિકાસ અને પિષણમાં પણ સંપ્રદાયોને અમુક હિસ્સે છે જ, છતાં માનવજાતની ટૂંકી દૃષ્ટિએ એ જ તત્વજ્ઞાન અને ધર્મના ઝરા જેવા સંપ્રદાયને સાંકડે, બંધિયાર તેમજ મેલે પણ કરી નાખે છે. અજ્ઞાન અને મેહમાંથી જન્મેલી ટૂંકી દૃષ્ટિ કોઈ એક સંપ્રદાય બહાર બીજા સંપ્રદાયના વાસ્તવિક અનુભવને જોઈ શકતી નથી. કેઈએને જેવા કહે, તેય તે કરે છે, ભડકે છે, પિતે પિતાના તરીકે માનેલ સંપ્રદાયમાં પણ એ ખુલ્લા મનથી ચોમેરના સત્ય જેતે નથી. આનું નામ મતાંધતા કે સાંપ્રદાયિકતા છે, મનુષ્ય જતિમાં મતાંધતાને લીધે જે પરિણામે આવ્યાં છે, તેમને તદન ટૂંકમાં નેધવા હોય તે આ પ્રમાણે નેંધી શકાય.
૧. તે સત્યસિદ્ધ નહિ થયેલ કલ્પનાઓને પણ તત્વજ્ઞાન તરીકે લેખી તેને તત્વજ્ઞાનની કોટિમાં
૨. તે બીજા કોઈએ સત્ય સાબિત કરેલ અને તત્વજ્ઞાન તરીકે લેખાય એવા અનુભવને પણ વિચારતાં, અપનાવતાં ડરે છે, પાછું પડે છે.
૩. તેને જે વાત પિતાના અને બીજાના સંપ્રદાયમાં એક સરખી હોય, તે એક સરખી નથી દેખાતી. એક જ બાબતને તે બરાબર હેય, છતાંય તેને તે પિતાના સંપ્રદાયમાં ચડિયાતી ને ખામી વિનાની માને છે, જ્યારે બીજા સંપ્રદાયમાંની એ જ બાબતને તે પ્રથમ તે સ્વીકારતા જ નથી અને સ્વીકારે તેય તે ઊતરતી કે ખામીવાળી લેખી તેને બરાબરીનું સ્થાન આપી શકતા નથી.
૪. તેને એક અથવા બીજી રીતે પિતાની માન્યતાઓનું શ્રેષપણું–પછી તે વાસ્તવિકમાં હોય કે નહિ-લકામાં મનાતું થાય એ ગમે છે. અને એવા શ્રેષ્ઠપણાને માનવા-મનાવવાની ધૂનમાં તે બીજા કોઈ પણ સંપ્રદાયની તેટલી જ શ્રેષ્ઠ બાબતેને, તેટલા જ કીમતી અનુભવોને બને તેટલું વધારેમાં વધારે ઉતારી પાડવા પ્રેરાય છે.
૫. તે આચારણમાં ગમે તેટલા મેળા હેય, પિતાની બધી જ નબળાઈઓ જાણતા પણ હોય અને પોતાના સંપ્રદાયમાંની સામહિક કમજોરીઓ જાતે અનુભવી વ્યક્તિગત દષ્ટિએ સ્વીકારતા પણ હોય, છતાં તેને પિતાના સંપ્રદાયના પ્રવર્તકે, આગેવાને, કે શાસોની મહત્તા સચવાઈ રહે એવું જ મનમાં થયા કરે અને બીજા સંપ્રદાયના પ્રવર્તકે, આગેવાન કે શાસેની લઘુતા થતી જોઈ મનમાં એક