Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કિશોરલાલ ઘ. મશરૂવાળા fમ. . વિદ્યાલય રજતમારક.
અથવા વર્તન એટલે પ્રવૃત્તિ નહિ. પણ ઘણા ખરા લેક વૃત્તિને જ પ્રવૃત્તિ સમજે છે. વૃત્તિ એટલે માત્ર વર્તવું. પ્રવૃત્તિ એટલે ખાસ જાતના આધ્યાત્મિક ભાવથી વર્તવું. પરાવત્તિ એટલે વર્તનને અભાવ, નિવૃત્તિ એટલે વૃતિ તેમ જ પરાકૃતિ સંબંધી પ્રવૃત્તિથી જુદા પ્રકારની એક વિશેષ પ્રકારની આધ્યાત્મિક સંવેદના.
હવે કર્મબંધ અને કર્મક્ષય વિષે ઘણાના મનમાં કાંઈક એવો ખ્યાલ રહેલ લાગે છે કે કર્મને નામે જાણે દરેક પાસે એક જાતની પુંછ છે. પાંચ હજાર રૂપીઆ પેટીમાં મૂકી રાખ્યા હોય, અને તેમાં કાંઈ ઉમેરો ન થાય, પણ ખર્ચાયા કરે તે બેન્ચાર વર્ષ કે પચ્ચીસ વર્ષે પણ છેવટે તે ખૂટી જવાના. પણ જે માણસ તેને ધંધામાં રહે તો તેમાં વધ-ઘટ થવાની અને સંભવ છે કે પાંચ હજારના લાખ પણ અને લાખ ન થતાં ઊલટું દેવું થઈ જાય, તે તે ખેટ પણ ચિંતા અને દુઃખ ઉત્પન્ન કરે. સામાન્ય રીતે માણસ આવી ચિંતા અને દુખના સંભવથી ગભરાતા નથી અને લાખ થવાના સંભવથી નાખુશ થતા નથી તેઓ રૂપીઆને ક્ષય કરવા ઈચ્છતા નથી, અને રૂપીઆના બંધનમાં પડવાથી ત્રાસ પામતા નથી. નિવૃત્તિ માગી સાધુઓ પણ મંદિરોમાં અને પુસ્તકાલયમાં વધતા પરિગ્રહથી ચિંતાતુર થતા નથી. પણ કર્મનામની પુંછને આપણે એવી કલ્પી છે કે તે જાણે એક પિટલું હોય અને તે બોલી નાંખી, જેમ બને તેમ ખૂટાડી દેવામાં જ શ્રેય હેય. કર્મોને વેપાર કરી તેમાંથી લાભ ઉઠાવવામાં નહિ. કર્મને પૂંછની જેમ સમજવાથી તેને ખૂટાડવાની આવી કલ્પના ઊઠી છે.
પણ કર્મને વળગાડ રૂપીઆની પિટલી જેવો નથી. અને વૃત્તિ-પરાવૃત્તિ (અથવા સ્થળપ્રવૃત્તિનિવૃત્તિ) થી એ પિટલી ઘટતી-વધતી નથી. જગતમાં કોઈ પણ ક્રિયા થાય, જાયે થાય કે અજા થાય, તે વિવિધ પ્રકારનાં સ્થળ અને સૂમ પરિણામે એકી વખતે કે જુદે જુદે વખતે, તુર્ત જ કે કાળાંતર, એકી સામટાં કે રહી રહીને ઉપજાવે છે. એ પરિણામે પૈકી એક પરિણામ તે કર્મ કરનારના જ્ઞાન અને ચાત્રિની ઉપર કોઈક જાતની રજ જેટલીયે અસર ઉપજાવવી તે થાય છે. કરેડ કર્મોની એવી કરોડ અસરને પરિણામે દરેક જીવનું જ્ઞાન-ચારિત્રનું વ્યક્તિત્વ ઘડાય છે. એ ઘડતર જે ઉત્તરોત્તર શુદ્ધ થતું જાય, વધારેને વધારે જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય ઈત્યાદિ પ્રત્યે ઢળતું જાય છે તેના કર્મને ક્ષય થાય છે એમ કહેવાય. જે તે ઉત્તરોત્તર અશુદ્ધ થતું જાય, અજ્ઞાન, અધમ, રાગ ઈ. પ્રત્યે વધતું જાય છે તેના કર્મને સંચય થાય છે એમ કહેવાય. આમ કર્મોની વૃત્તિ-પરાવતિ નહિ, પણ કર્મની જીવના જ્ઞાન-ચરિત્ર પર થતી અસર તે બંધ અથવા મોક્ષનું કારણ છે. જીવન દરમ્યાન મેક્ષ એટલે એવી એક ઉચ્ચ સ્થિતિને આદર્શ કે જે સ્થિતિ પ્રાપ્ત થયા પછી તે વ્યક્તિના જ્ઞાન-ચરિત્ર પર એવી અસર ઉપજી જ ન શકે કે જેથી તેમાં કરીથી અશદ્ધિ પેસી શકે.
આ માટે કરવાનાં કમને વિવેક તે જરૂર કરવો પડે. દા. ત. અપકર્મ ન કરાય, સતકર્મ જ કરાય; કર્તવ્યરૂપ કર્મ કરવાં જ જોઈએ; અકર્તવ્ય કર્મો છેડવાં જ જોઈએ. ચિત્તશુદ્ધિમાં મદદગાર એવાં દાન, તપ અને ભકિનાં કર્મો કરવાં ઘટે; વગેરે. તે જ પ્રમાણે કર્મો કરવાની રીતમાંયે વિવેક કરે પડે, જેમ કે જ્ઞાનપૂર્વક કરવાં; કાળજીપૂર્વક કરવાં; સત્ય, અહિંસા આદિ નિયમે સંભાળીને કરવાં; નિષ્કામપણે અથવા અનાસક્તિથી કરવાં વગેરે. પણ કર્મોથી પરાવૃત્ત થવાથી કર્મક્ષય થાય છે એ કલ્પના ભૂલભરેલી છે. કર્તવ્યરૂપ કર્મથી પરાવર થવાથી કદાચ સકામપણે અથવા આસક્તિથી કરેલાં સકથી વધારે કર્મબંધ થવાને પૂરે સંભવ છે.
આની વધારે સવિસ્તર ચર્ચા માટે ગીતામંથન” વાંચવા વિનંતિ છેઃ