Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૨
શ્રી મહાવીર જૈન વિદ્યાલય [ સંવત ૧૯૦- નવીન પદ્ધતિએ સંસ્થાની શરૂઆત
સંસ્થાના તારાબાગના મકાનનું વાસ્તુ ઉપર પ્રમાણે તા. ૧૮-૬-૧૯૧૫ ને રાજ કર્યું. ત્યાર બાદ બરાબર એક માસે તા. ૧૮-૭-૧૯૧૫ ને શુભ દિવસે નવીન પદ્ધતિ પ્રમાણે મેળાવડે કરી શેઠશ્રી સર વસનજી ત્રીકમજીને શુભ હસ્તે સંસ્થાનું ઉદ્દઘાટન કરવાને મેળાવડો કરવામાં આવે. તે પ્રસંગે સરસ ભાષણે થયાં, કેળવણીની બાબતમાં જેન કેમ કેટલી પછાત છે તે પર વિવેચને થયાં અને વક્તાઓએ અને પ્રમુખશ્રીએ સંસ્થાને શુભ આશીર્વાદ આપ્યા. તે પ્રસંગે શેઠ સર વસનજીએ સંસ્થા પિતાનું મકાન કરે તે પ્રસંગે રૂ. ૧૧૦૦૦ ની રકમ તેમના તરફથી આપવાનું લેખિત વચન આપ્યું. સંસ્થાના ત્યાર પછીના વિકાસને અંગે અત્યારે એ રકમ સામાન્ય લાગે, પણ વગર મૂડીની તે વખતની સંસ્થાને અને તેના કાર્યવાહકેને એ રકમ ઘણી આવકારદાયક અને ઉત્તેજન આપનાર નીવડી હતી. જે કે ત્યાર પછી સદર શેઠશ્રી વ્યાપાર ધંધાની અગવડે સદર રકમ આપી ન શક્યા, પણ તેમણે આપેલ પ્રેરણા તે સદેવ જાગ્રત રહી અને ખૂબ કાર્યસાધક નીવડી. સુપરિન્ટેન્ડેન્ટ.
સંસ્થાની શરૂઆતમાં શ્રી છોટાલાલ વમળચંદ શ્રોફ, બી. એ. જેવા માનદ સુપરિન્ટેન્ડેન્ટ મળી ગયા. એ ધનવાન સેવાભાવી સંસ્થાની શરૂઆતને ત્રણ વર્ષ સુધી સંસ્થા સાથે જોડાયેલા રહી, સંસ્થાના આંતર વહીવટની અને ખાસ કરીને વિદ્યાર્થીના શિસ્તની બાબતમાં અતિ સુંદર દેરવણ કરી. તેમને વિદ્યાથી તરફને પ્રેમ, કામ લેવાની સરળતા, શિસ્તનું નિયમન અને કેળવણી તરફ અગાધ લાગણી ખૂબ સ્મરણીય રહ્યા અને સંસ્થાએ આંતર વ્યવસ્થાને અંગે જે નામના ત્યાર પછી મેળવી તેમાં તેમણે મેટ ફાળો આપે. તેઓએ વગર તને કામ કરી શરૂઆતમાં સંસ્થા ઉપર જરા પણ બે પડવા ન દીધે એ તેમની લાગણી ખૂબ ધ્યાન ખેંચે તેવી હાઈ વક્તવ્યને પાત્ર બને છે અને સંસ્થાની તે વખતની ટગમગ સ્થિતિમાં સ્થિતિસ્થાપત્ય કરનાર અનેક વ્યક્તિઓની શુભ ગણનામાં તેમને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરાવે છે. વાંકર બીલ્ડીંગ-લેમીંગ્ટન રેડ
પણ લવલેન-તારાબાગવાળું મકાન વિસ્તૃત હોવા છતાં વિદ્યાર્થીની નજરે સગવડવાળું ન નીવડ્યું. વસવાટ દૂર અને લતે અપરિચિત હોવાને કારણે અને લગભગ સર્વ કલેજે ત્યાંથી રહેવાને કારણે વ્યવસ્થાપક સમિતિએ જગ્યા શોધવા માંડી. અંતે સભ્યનું ધ્યાન લેમીંગ્ટન રોડ પર આવેલા વાડેકર બીલ્ડીંગ પર પડ્યું. તેને બીજો માળ ભાડે રાખી લીધું અને ત્યાં પ્રથમ વર્ષમાં જ નબર ૧૯૧૫ માં કાર્તિક સુદ ૬ સં. ૧૯૭૨ ને રેજ સંરથાને ફેરવવામાં આવી.
- આ નવા મકાનમાં હવા પ્રકાશ પૂરતાં હતાં, પણ તારાબાગની પેઠે નજીકમાં દેરાસર ન હતું, એટલે ત્યાં જવાની સાથેજ મંદિરની ગોઠવણ કરવાની જરૂર પડી. મહારાજ શ્રી વલ્લભવિજયજીના ઉપદેશથી સુંદર ધાતુના પ્રતિમાજી સુરતથી વગર નકરે મળી ગયા અને સંસ્થાનું મકાન ફેરવ્યું તે જ દિવસે (સ. ૧૭૨ કા. સુ ૬) પૂજ્યશ્રી લલિતવિજ્યજીની હાજરીમાં ગૃહમંદિરમાં પ્રવેશ કરાવવામાં આવે. આ સ્થાન જાહેર ભાષણનાં સ્થાનેની નજીક હોવાને કારણે,