Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય fસંવત ૧૯૭૧-૯૪ ભાઈ પ્રવીણચંદ્ર મૂળનાયક શ્રીવાસુપૂજ્ય સ્વામીની સ્થાપના કરી, તે મૂળનાયકની ડાબી બાજુએ થી સુમતિનાથજીની અને જમણી બાજુએ શ્રી મહાવીર સ્વામીની સ્થાપના કરી, સંસ્થાના ચાલુ ફંડમાં સારી રકમની ભેટ કરી અને આચાર્યશ્રીની હાજરીને પરિણામે અને જનતાના ઉત્સાહથી પાંચ દિવસના ઉત્સવમાં નવગ્રહ દશદિકપાળ અષ્ટમંગળનાં પૂજન થયાં, રાગ રાગિણી સાથે પૂજાએ ભણાઈ રાત્રીએ ભાવના થઈ શાંતિસ્નાત્ર ભણાવ્યું અને એ આખા કાર્ય ક્રમમાં જનતાએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધે અને સંસ્થાના વિદ્યાથીઓએ તેમાં રસપૂર્વક ભાગલઈને ક્રિયાઅનુષ્ઠાનને દીપાવ્યાં
આ મહોત્સવ પ્રસંગે વિદ્યાર્થીએ ક્રિયાકાંડમાં પણ હર્ષથી ભાગ લે છે અને સંઘભેજનમાં સેવા બરદાસ પ્રેમપૂર્વક કરી બતાવે છે તેનું નિદર્શન થયું. આચાર્યશ્રી પોતે શિષ્યો સાથે સંસ્થાના મકાનમાં પાંચ દિવસ રહ્યા અને વિદ્યાથીઓએ તેમની હાજરીને લાભ લઈ તેમનાં પ્રવચને સાંભળ્યાં અને અરછી રીતે શંકાસમાધાન કર્યો.
સુપરિન્ટેન્ડેન્ટ સંસ્થામાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આંતર શિસ્ત અને સંસ્થાની વ્યવસ્થાની ફતેહને આધાર સુપરિન્ટેન્ડેન્ટ પર છે. એને વિદ્યાર્થીઓને સ્થાને આપવા, કેણે કયા રૂમમાં કેની સાથે રહેવું, રસેઈ બરાબર વખતસર તૈયાર કરાવવી, સારી રીતે રંધાવી તૈયાર કરવી, સંસ્થામાં સ્વચ્છતા રખાવવી, વિદ્યાર્થીમાં તકરાર કે મતભેદ થાય તેને નિકાલ કરે, વિદ્યાર્થીની ફી આપવી, હાજરી લેવી, દેરાસર પર દેખરેખ રાખવી, વિદ્યાથીઓના મેળાવડા કરવા, વિદ્યાથી જીવન ઉચ્ચતર થાય તે માટે ચર્ચા કરવી, વિદ્યાથી પ્રતિનિધિ સભાના પ્રમુખ તરીકે કામ કરવું, સંસ્થામાં આવતા દાણુ, દૂધ, ઘીની સવચ્છતા અને પૌષ્ટિકતાની દેખરેખ રાખવી, વિદ્યાર્થીની અગવડે સેકેટરીને જણાવવી, સેક્રેટરી અને વિદ્યાર્થી વચ્ચે રહી કામ કરવું, સંસ્થાના હિસાબ પર દેખરેખ રાખવી, હજારો વાઉચર પર સહી કરવી, સહી કરવા પહેલાં તેની બાબતમાં અનેક પ્રકારની પૃચ્છા કરવી, વાર્ષિક ધાર્મિક પરીક્ષાને પ્રબંધ કર, વિવાથીના ટર્મના રજીસ્ટર રાખવા, વિદ્યાથી લેનના હિસાબ રાખવા, લોનની રકમ બરાબર વસુલ થાય તે માટે કાળજી રાખી પત્રવ્યવહાર કરે, વાર્ષિક હિસાબ એડિટ કરાવ, હિસાબ તૈયાર કરે, યવસ્થાપક સમિતિની મીટિંગમાં હાજરી આપવી, વાર્ષિક રિપોર્ટ તૈયાર કર અથવા કરવામાં મદદ કરવી વિગેરે અનેક જટિલ બાબતે કરવાની હોય છે. સંસ્થાની ફતેહને ભેટે આધાર સુપરિન્ટેન્ડેન્ટ પર રહે છે. એનું કામ એટલું કપરું હોય છે કે એ નબળો હોય તે કેલેજના મજબૂત વિદ્યાર્થી એને પી જાય છે, એ બળવાન અને પોતાનું વ્યકિતત્વ જેસથી સ્થાપનાર હેય તે નવયુગને વિદ્યાર્થી એની સામે બળ ઉઠાવે છે અને એ કાચાપોચે હોય તે એને વિદ્યાર્થી ગાંઠતા નથી.
આ સંસ્થા સુપરિન્ટેન્ડેન્ટની બાબતમાં એકંદરે ખૂબ ભાગ્યશાળી નીવડી છે. સંસ્થાની શરૂઆતનાં ત્રણ વર્ષમાં શ્રીયુત ટાલાલ વમળચંદ શોક, બી. એ. સંસ્થાના માનાધિકારી
પરિન્ટ રહા એમ સેક્ટરીના સાથી આંતર જ્યવસ્થાના નિયમો ઘડ્યા. સંસ્થાને રૂપ આપ્યું, અનેક ચીજો વસાવી અને શિસ્તનું ધોરણ મુકરર કર્યું. એમના વખતમાં વિદ્યાર્થી