Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 253
________________ સને ૧૯૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ સહકાર સીધા સધાય છે. આ આખા સમારંભને કુલ ખર્ચ અગાઉથી કરેલી ગેઠવણુ અને જાહેરાત પ્રમાણે એક સભ્ય આપે છે અને વિદ્યાલયની વપરાયેલી નાનામાં નાની વસ્તુનાં દામ મજરે આપવામાં આવે છે. સન્મુખવૃત્તિ થવા માટે આ ઉપરાંત દર વર્ષે એક મે ઈનામી સમારંભ જવામાં આવે છે. એમાં વાર્ષિક ધાર્મિક પરીક્ષામાં પસાર થનાર વિદ્યાર્થીઓને રૂ. ૧૧૨-૮-૦ ના પુરત પ્રમુખને હાથે ઈનામના અપાય છે. આ મેળાવડામાં વિદ્યાથીએ પિતાના તરફથી નાટક, કેન્સર્ટ કે એવી નૂતનતા પ્રકટ કરે છે, કોઈ વાર એક નાટક બતાવે છે, કેઈ વાર પચરંગી પકવાનની વાનીઓ પીરસે છે અને ડાં ભાષણે થાય છે. આ વાર્ષિક પ્રસંગ પણ સંસ્થાના દર વર્ષના પ્રસંગમાં મેટે ભાગ ભજવે છે. ધાર્મિક પરીક્ષામાં પસાર થનાર વિદ્યાર્થીને ઈનામ આપવા માટે રૂા.૨૫૦૦ની રકમ શેઠ સેમચંદ ઓતમચંદે આપી છે તેને ત્યાજ રૂ. ૧૧ર-૮-૦ વાપરવામાં આવે છે. આ રીતે ધાર્મિક શિક્ષણ, રજામાં વાંચનનું પુસ્તક, ઈનામી સમારંભ તથા પ્રીતિભોજનના પ્રસંગો દ્વારા ધર્મભાવના જાગતી રહે તેવી ચેજના પ્રતિવર્ષ કરવામાં આવે છે. આવા આવા કેઈ કઈ મેળાવડા તે ઘણુ ભવ્ય થયા હતા અને તેની યાદગીરી આજે પણ ઉત્સાહપ્રેરક થઈ પડે છે. પ્રતિષ્ઠા મહોત્સવ, આ મેળાવડાના પ્રસંગેની વાત ચાલે છે ત્યારે સંસ્થાના ઇતિહાસમાં એક અદ્વિતીય પ્રસંગ બની ગયું તેની પણ નોંધ લેવી એ આ ઇતિહાસમાં ધર્મભાવનાના શિર્ષક નીચે બરાબર સ્થાન પામે છે. સંસ્થાની ઉપર મહાન ઉપકાર કરનાર આચાર્યશ્રી મુનિ મહારાજ વિજયવલ્લભસૂરિ સંસ્થાના ઈતિહાસમાં અગાઉ બે વાર મુંબઈ પધારી ગયા તે હકીકત યોગ્ય સ્થળે રજૂ થશે. આ ત્રીજી અને આ પચ્ચીશીના ઇતિહાસમાં છેલ્લી વાર સંસ્થાના ખાસ આમંત્રણથી તેઓશ્રી સંસ્થાના વિશમા વર્ષ (૧૯૩૪-૩૫) માં સંવત ૧૯૧ ના મહા માસની શરૂઆતમાં મુંબઈ પધાર્યા. પ્રસંગ અદ્વિતીય હતે. સંસ્થાના દશમા વર્ષમાં સંસ્થા માટે મકાન-ભવન બાંધ્યું તેની સાથે સંસ્થાથી અલગ, પણ સંસ્થાને ભાગ બની રહેલ જિનમંદિર બાંધવામાં આવ્યું હતું એનું વિવેચન ઉપર થઈ ગયું છે. એ મંદિરમાં બારેબાર સીધા જઈ શકાય અને ત્યાં જનારઆવનાર વિદ્યાર્થીઓને અભ્યાસ-વાંચનમાં જરા પણ અંતરાય કે વિન ન કરે એવી ગેઠવણ છે. એ મંદિરની ભૂમિ પર અને ભીંતપર બહાર તેમજ અંદર આરસ જડવામાં આવ્યું છે અને એની ત્રણે બાજુ જમીન ખુલ્લી મૂકી જગ્યાની મોકળાશ અને મંદિરની પવિત્રતાને પ્રથમથી ખ્યાલ રાખવામાં આવ્યું હતું, પણ એ મંદિરમાં આરસનાં જિનબિંબને સ્થાપવામાં આવ્યા ન હતા. હવે વીશ વર્ષે સંસ્થાની સ્થિરતા થતાં સની ઈચ્છા આરસના બિંબને પ્રવેશ કરાવી તેમને સ્થિર કરવાની થઈ આચાર્યશ્રીને તે સંબંધમાં અભિપ્રાય પુછાવતાં તેમણે સંમતિ આપી અને સં. ૧૯૯૧ ના માઘ શુક્લ દશમીનું મુહૂર્ત લેવામાં આવ્યું. પાંચ દિવસને ભવ્ય મહત્સવ થયે. પાટણવાસી શેઠ જીવાભાઈમેકમચંદને નામે તેમના પત્ની ગં. સ્વ. સુભદ્રાબેને તથા તેમના પુત્ર

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326