Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય [સંવત ૧૯૭૧-૯૪ આ રીતે ફેરફાર થયા પછી અંતે ઓગણીશમા વર્ષમાં તા. ૨૭-૫-૧૯૩૪ ને જ સામાન્ય સમિતિએ આ રકમના ફેરફારે રદ્દ કરી એકસરખું ધારણ કર્યું. તે પચીશમા વર્ષની આખર સુધી બરાબર ચાલે છે તેથી તેને વિગતવાર જોઈ લઈએ. એ વિકાસકમને થે અને છેલ્લે ભાગ બતાવે છે.
વિદ્યાર્થીના ચાર વર્ગ કાયમ રહા લેન, પેઇંગ, હાફ પેઈંગ, અને ટ્રસ્ટ વિદ્યાથીઓ. સામાન્ય સગવડેઃ ભેજન, ઉપસ્કર, દિવાબત્તી અને બિછાના વિગેરે સગવડ કાયમ રહી. વિશેષ સગવડમાં કોલેજ ફી, પાઠ્યપુસ્તક, સ્ટેશનરી અને પરીક્ષાની ફી કાયમ રહ્યા. સામાન્ય સગવડ માટે વાર્ષિક રકમ રૂ. ૨૦૦] ઉપરથી ઘટાડીને રૂા. ૧૫ કરવામાં આવી અને અન્ય સગવડોને અંગે જે ખર્ચ થાય તે આખી રકમ લેન વિદ્યાથીને ખાતે લખવા અને પેઇંગ પાસેથી આખી રકમ લેવાને અને હાફપેઇંગને ખાતે બન્ને રકમમાંથી અરધી રેકડી વસૂલ કરવાને અને અરધી તેના લેન ખાતે માંડવાને હરાવ થશે. આ રીતે જુદી જુદી લાઈનની ગૂંચવણે દૂર કરી નાખવામાં આવી. ફીના જુદી જુદી કેલેજના હિસાબ રાખવાની કડાકૂટ દૂર કરી અને બહાર ભેજન લેવું પડે તેના તેમજ પુસ્તક ખર્ચ તથા પરીક્ષા ફીની જે રકમ અપાય તે વિદ્યાથીને ખાતે ઉધરે અથવા આખી કે અરધી રેકડી લેવાય તેવું કરાવવામાં આવ્યું.
આ રીતે વિદ્યાથીના પ્રકારમાં વધતા ઓછા સુધારાવધારા વખતે વખત થતા રહ્યા અને ઉપરના સાદા સીધા અને સરલ ઠરાવને અમલ ઓગણીશમા વર્ષથી ચાલુ કર્યો તે પચીશ વર્ષની આખર પછી ચાલુ અમલમાં છે. ટ્રસ્ટ વિદ્યાર્થીની બાબત ખાસ ધ્યાન ખેંચનારી છે તેની વિગત સંસ્થા સંબંધી ટેની વિગત આગળ જતાં આવશે ત્યાંથી ધ્યાન પર લેવા જેવી છે. એમાં દરેક ટ્રસ્ટની શરતે પ્રમાણે તેને અમલ થાય છે, પણ એમાં એક મુદ્દો સર્વ ટ્રસ્ટને લાગુ પડે તે છે અને તે એ છે કે કઈ પણ દ્રસ્ટ વિદ્યાથી વાર્ષિક પરીક્ષામાં નાપાસ થાય તે તેને ટ્રસ્ટ વિદ્યાર્થી તરીકે ચાલુ રાખવામાં આવતું નથી. કેઈ અકસ્માત કારણે તે નાપાસ થયેલ હોય તે વ્યવસ્થાપક સમિતિ તેને “લેન” વિદ્યાર્થી તરીકે ચાલુ રાખે એમ બન્યું છે, પણ દ્રસ્ટ વિદ્યાર્થી તરીકે એ ચાલુ રહી શકતે નથી. આનું કારણ એ છે કે ટ્રસ્ટ વિદ્યાર્થીને કઈ રકમ પાછી વાળવાની હોતી નથી અને તેથી તેણે વધારે સાવધાન રહેવું જ જોઈએ, છતાં તે તેમ ન કરે તે દ્રસ્ટ વિદ્યાર્થી તરીકે તે બંધ થાય તે વાત સુયોગ્ય અને સમીચીન જણાય છે. વિદ્યાર્થી સંખ્યા
વિદ્યાર્થીની સંખ્યાની બાબતમાં ધીમો પણ મકકમ સુધારે પ્રગતિ માગે થતે રહ્યો છે.
૧૯૧૫માં સંસ્થા શરૂ કરી ત્યારે ૧૫ વિદ્યાથીને દાખલ કર્યા હતા અને પ્રથમ વર્ષની આખરે ૧૮ થયા હતા. તે સંખ્યા પચીશમાં વર્ષની આખરે ૧૧૮ સુધી જવા પામી છે. એટલે દરવર્ષ આ સંખ્યામાં ધીમે પણ મક્કમ વધારે ચતે રહ્યો છે. - દરેક વર્ષની શરૂઆતમાં લેન, હાફ પેઈગ, ટ્રસ્ટ અને પેઈંગ વિદ્યાથીની સંખ્યા કેટલી રહી તેનું પત્રક પરિશિષ્ટમાં બતાવ્યું છે. શરૂઆતમાં ટ્રસ્ટ વિદ્યાર્થીઓ કે હાફ પિગની સંખ્યા