Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી બહુાવીર જૈન વિદ્યાલય
[ સંવત ૧૯૭૧ – ૬
સંસ્થાના સંબંધમાં આવ્યા પછી પોતાનું નામ ખગાડે તેવા વિદ્યાર્થી ના અથવા તે દ્વારા સંસ્થાનું નામ ખગાડે તેવા એક પણ માટે મનાવ નોંધાયા નથી તે ખીન્ને ગૌરવના વિષય છે. સંસ્થા અને વિદ્યાર્થીઓ વચ્ચેના અને સંસ્થાના તેમની દ્વારા જગત સાથેના સંબંધ વિકાસ પામતા રહ્યો છે તે આનંદના વિષય છે.
૧૪
સંસ્થામાં દાખલ થવા માટે પચીશ વર્ષમાં ૧૪૮૩ અરજીઓ થઈ છે તે પૈકી ૫૧૦ વિદ્યાર્થીઓએ ઓછેવત્તો સંસ્થામાં લાભ લીધે છે. એ ઉપરાંત સંસ્થામાં દાખલ થવાની અરજી કર્યા પછી જેમને મુંબઈની કોલેજમાં સ્થાન ન મળવાને કારણે અથવા હવા તબિયતની પ્રતિકૂળતાથી તુરતજ મુંબઈ છેડી જવું પડ્યું હાય તેવાની સંખ્યા લગભગ ૧૦૦ ની ગણીએ તે અરજીની મોટી સંખ્યા ખાકી રહે છે તેમને તે પ્રથમથી જ સંસ્થામાં સ્થાન આપી શકાયું નથી. દાખલા તરીકે છેલ્લા પચીશમાં વર્ષમાં દાખલ થવા માટે ૧૧૩ અરજીએ આ હતી તે પૈકી માત્ર ૩૮ વિદ્યાર્થીને સંસ્થામાં સ્થાન અપાઈ શક્યું હતું. આથી કેટલા વિદ્યાર્થીઆને દર વર્ષે નાસીપાસ કરવા પડે છે તેના સહેજ ખ્યાલ આવશે.
અને ધ્યાનમાં રાખવાનું એ છે કે આ બાકીના અરજી કરનારા પણુ મેટીકયુલેશન પસાર થયેલા વિદ્યાર્થી જ છે એટલે એમની અભ્યાસ કરવાની યેાગ્યતા સંબંધમાં વાંધા ન હાય. પણ કૂંડ અને સ્થાનની મર્યાદાને કારણે અનેક સારી અરજીઓને જતી કરવી પડી છે તે તરફ લાગતાવળગતાઓનું ધ્યાન ખેંચવામાં આવે છે.
વિદ્યાર્થીઓ પૈકી કેટલાક રાષ્ટ્ર સેવાના કાર્યમાં નેડાયા છે, કેટલાક સારી સ્કુલા તથા હાઇસ્કૂલના શિક્ષકો થયા છે. આ રીતે સાહિત્ય અને સામાજિક ક્ષેત્રમાં ઉન્નતિ કરવાના સંસ્થાના ઉદ્દેશ મમપણે પાર પડ્યો છે. સંસ્થાના ઉદ્દેશ જૈન કોમ અને ધર્મની ઉન્નતિ કરવાના છે. કામ એટલે અત્ર સમાજ સમજવો. બાકી વસ્તુતઃ જૈન એ કામ નથી. જે પ્રભુના શાસનમાં માને, જે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મના સ્વીકાર કરે, જેનું સાધ્ય મક્ષ હોય તે જૈન, એ સમાજમાં રહેનાર ન કહેવાય. એમાં કેમ શબ્દના પ્રયોગ થયા છે તે માત્ર અકરમાત છે. આવા જૈના જનસમાજમાં યેાગ્ય સ્થાન મેળવે અને તેમને કાંઇ નહીં તે પોતાની વૃત્તિ માટે કોઇની પાસે હાથ લંઆવવા ન પડે અને તેમાંથી બને તેટલા આગલી હરોળમાં રહી સમાજના વિકાસમાં સહાય કરે એ આ સંસ્થાના ઉદેશ છે. એ કેટલે અંશે પાર પડ્યા છે તેના પર ફેંસલા કરવાનું કામ જનતાનું છે. પણ તે માટેની સમુચ્ચય હકીકત અત્ર રજૂ કરવાથી તે માટેનાં સાધના જરૂર પ્રાપ્ત થશે.
આ અતિ ધ્યાન ખેંચનારા વિષયપર પચ્ચીશીના અહેવાલ છે. ધ્યાન ખેંચવાનું હાઈ, હાલ તા તેમાંના પ્રાસંગિક આંકડાપર લક્ષ્ય દ્વારવામાં આવે છે. જૈન જનતામાં કેળવણીની ભૂખ કેવી જાગી છે, અરજી નામંજૂર થતાં વિદ્યાર્થીની કેવી માનસિક સ્થિતિ થાય છે અને નામંજૂર કરનાર સમિતિને કેટલા ખેદ થાય છે તે પર પ્રેરણારૂપે અને સાધના પૂરું પાડવાની વિજ્ઞપ્તિ રૂપે આ બાજુપરની વાતપર સહજ નુક્તેચીની કરવામાં આવી છે. આવેલી અરજીએ અને નામંજૂર થયેલી અરજીના આંકડા ધણા અર્થસૂચક છે.
પ્રાંતવાર અને કામવાર આંકડાએ દરેક વર્ષના રિપોર્ટમાં આપવામાં આવ્યા છે તે પરથી જણાય છે કે જૈન વસ્તીવાળા દરેક પ્રાંત અને દરેક ફામને તેમની વસ્તીના પ્રમાણુમાં સ્થાન