Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 248
________________ ૪૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંવત ૧૯૭૧-૯૬ આશ્રવ, સંવર અને નિર્જરાના મૂળ ભેદ અને ઉપયુક્તતાને અંગે સમજણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવે અને અન્ય દર્શનકારાથી જૈન દર્શનને અલગ પાડનાર સિદ્ધાન્તાને સ્પષ્ટ કરી પૃથકરણપૂર્વક સમજાવવામાં આવે તે વિદ્યાથી ધર્મએધમાં નિષ્ણાતા ન થાય, પણ એની પાસે એટલી સાધનસામગ્રી ખીજ રૂપે આવે કે જો તેની પશ્ચાદ્ વયમાં અભ્યાસ રૂચિ થાય કે વધે તે એને મૂળગત સિદ્ધાંતના જ્ઞાન માટે ફાંફાં મારવા ન પડે. આની સાથે ચરણકરણાનુયાગનું વૈજ્ઞાનિક પદ્ધતિએ જ્ઞાન થાય તે માટે પણ વ્યવસ્થા કરવાનું સમુચિત ધારવામાં આવ્યું, અને તેટલા માટે પાંચ દિવસ તત્ત્વનું જ્ઞાન આપવું અને છઠ્ઠું દિવસે શનિવારે સર્વ વર્ગો સાથે બેસે અને ત્યાં કોઈ વર્ષ ‘ આનંદઘનજીની ચાવીશી, કોઈ વર્ષે શ્રીમાન હેમચંદ્રાચાર્યનું · ચેાગશાસ્ત્ર, ' કાઈ વર્ષ શ્રીમદ્યોવિજયજીના ‘ જ્ઞાનસાર ’–એવા કેઇ પુસ્તકમાંથી એક ગાથા લઈ તે પર વિવેચન એવી રીતે કરવું કે જેમાં ચરણકરણાનુયાગની વાત પ્રસંગે પાત થઈ શકે. આવી રીતે કેટલુંક સીધી રીતે અને કેટલુંક આડકતરી રીતે વિદ્યાર્થી માનસપુર શાસ્ત્રજ્ઞાન ઠસાવવામાં આવે, એને જ્ઞાનના ભેદો, કર્માંના પ્રભાવ, માર્ગાનુસારીના ગુણા, દ્રશ્યશ્રાવક અને ભાવશ્રાવકના ગુણા, સમ્યકત્વના પ્રકાર, એનાં લક્ષણુ, એના ૬૭ ભેદ, દ્રવ્ય સાધુ, ભાવ સાધુનાં લક્ષણા, મેક્ષમાર્ગના ગુણુસ્થાનના સોપાન, અઢાર પાપસ્થાનક વગેરે ખાખતા સમજાવવામાં આવે, શ્રાવકના ખાર વ્રત અને સાધુના પાંચ મહાવ્રતના સંકેતા સમજાવવામાં આવે, અને એ સર્વની અંદર રહેલા એક અખંડ અન્યાબાધિત પ્રવાહનું રહસ્ય સમજાવવામાં આવે તે વિદ્યાર્થી ધર્મસન્મુખ થાય અને ખાર્કીના અભ્યાસ રૂચિ પ્રમાણે વિદ્યાર્થીકાળમાં અને ત્યાર પછી કરી લે. જૈનધર્મમાં નિષ્ણાત થવાના આ રસ્તા સમુચિત જણાય. એકલી ગેાખણપટ્ટી જેમ પૂરતી ઉપયાગી ન લાગી તેમજ ક્રિયારુચિ વગરના માત્ર તત્ત્વઆધ બહુ કારગત નહિ નીવડે એવા નિર્ણય થતાં ઉપરની ચેાજના મુજબ ધાર્મિક અભ્યાસ ચાલુ કરવા શરૂઆતથી ગોઠવણ કરવામાં આવી. શરૂઆતમાં પંડિત વ્રજલાલજી મળી ગયા. એ બાળબ્રહ્મચારી અને જન્મે બ્રાહ્મણુ હાવા છતાં જૈન દર્શન તરફ પૂર્ણ રુચિવાળા અને ષદર્શનવેત્તા હેઈ આપણી ધારેલ ઇચ્છા પાર પાડશે એવી પૂજ્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની તેમને માટે ભલામણ થતાં તેને શરૂઆ તથી સંસ્થાના ધાર્મિક અધ્યાપકને સ્થાને નિયુકત કરવામાં આવ્યા તેમણે પહેલાં નવ વર્ષ સુધી એટલા સુંદર રીતે તત્ત્વના તેમજ ક્રિયામાર્ગના અભ્યાસ કરાગ્યે કે તે વખતના વિદ્યાર્થીઓ અત્યારે પણ મુક્તકંઠે ધાર્મિક અભ્યાસ કરાવનારના વખાણુ કરે છે. પ્રથમનાં પાંચ છ વર્ષમાં ધાર્મિક વર્ગ માટે કંઈ રિયાદ પણ નથી થઈ અને કેઈ વિદ્યાર્થીને એ વર્ગમાં બેસવામાં તકલીફ્ પણ લાગી નથી અને પ્રાયઃ દરેક વિદ્યાર્થીએ રસપૂર્વક ધાર્મિક અભ્યાસ કર્યાં છે. એ શરૂઆતના પાંચ વર્ષના પરીક્ષકોએ પણ વિદ્યાર્થીની જ્ઞાનપ્રીતતાના વખાણ કર્યાં છે અને તેની વિગત સંસ્થાના વાર્ષિક રિપોર્ટમાં પ્રકટ કરવામાં આવી છે. વિદ્યાલયની શરૂઆતના બીજા વર્ષમાં (૧૯૧૬-૧૭) પરીક્ષક તરીકે શ્રીયુત સુચંદ્રભાઈ પુ. બદામી, બી. એ., એલએલ. બી. સખજજ હતા. તે પોતાના અભિપ્રાય રિપોર્ટ રૂપે સેક્રેટરી તરફ મેકલતાં તા. ૨૮-૧-૧૯૧૭ ને રાજ જણાવે છે કે “ પરીક્ષાનાં પરિણામ બહુ સંતાષકારક છે. બહુ થોડા અપવાદ બાદ કરતાં જે જવાબે આપવામાં આવ્યા છે તે પરથી જણાય છે કે અભ્યાસના k

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326