Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 243
________________ સને ૧૯૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ ૩૧ ભજન લેવાના નિયમની મહત્તા સમજાય તેવી જ રીતે સમૂહ પ્રાર્થના, હાજરી, સ્વરછતા વગેરે અનેક બાબતમાં વ્યકિતસ્વાતંત્ર્ય પાલવે નહિ. આ હકીકત દાખલા તરીકે લખી છે. હજુ આ બાબતે અનિષ્ણુત સ્થિતિમાંજ છે. પાશ્ચાત્ય દેશોમાંથી આ સ્વતંત્રતાની ભાવના આની છે ત્યાં શિસ્તપાલન એક ધર્મ તરીકે સ્વીકારવામાં આવે છે. ત્યાં હારમાં ઊભા રહેવું, પિતાને સંપાયેલું કાર્ય કરવું, બીજાના કામમાં માથું મારવું નહિ વિગેરે નિયમે બરાબર પાળવામાં આવે છે અને તેના પાલનમાં વ્યક્તિસ્વાતંત્ર્યને નાશ થતો હોય એમ કેઈન લાગતું નથી. સ્વતંત્રતામાં પરસ્પરાવલંબન ભાવ બરાબર જમાવવું જોઈએ. આ સર્વ સામાન્ય વાત થઈ વિદ્યાલયમાં શિસ્ત ઠીક જળવાયું છે. એકંદરે સંસ્થાના નામને ખરાબ લાગે એ શિસ્તભંગ થયે નથી એ આનંદની વાત છે. નાની નાની બાબતે વિદ્યાથીઓ અંદર અંદર સમજી લે છે, તેમને આંતરવસ્થાને અંગે લગભગવરાજ્ય આપ્યું છે અને સુપરૂિ ટેન્ડેન્ટ દરેક સૌહાર્દવાળા મળ્યા છે એટલે અયવસ્થાની ગૂંચવણ પડી નથી અને દરેક કાર્ય ઘડિયાળની માફક યંત્રવત્ ચાલ્યા કરે છે. વિદ્યાર્થીને પરસ્પર સંબંધ બહુ સારે રહેતે હેય એવું અનેક પ્રસંગે જોવામાં આવ્યું છે. કેઈ વિદ્યાર્થીને માંદગીને પ્રસંગે કે દુખદ પ્રસંગે સર્વની સહાનુભૂતિ અને સેવાભાવના જોવામાં આવે છે. વિદ્યાર્થીના કેટલાક વર્ગ પડી શકે તેવું જોવામાં આવ્યું છે. કેટલાક તે માત્ર ભણવા જ આવે છે, એને ખાવાનું શું મળ્યું, કેટલું મળ્યું, કયારે મળ્યું તેને વિચાર કરવાની કુરસદ કે દરકાર હોતી નથી, એ તે પિતે ભલે કે પિતાનાં પુસ્તકે ભલાં. એ કોલેજના ટાઈમે કેલેજમાં જાય, સાંજે ફરવા જાય અને બાકીને વખત પિતાનાં પુસ્તકની સાથે નિમકહલાલ રીતે ગેલ કરે. એને તમે ખાધા પછી અરધા કલાકે પૂછે કે આજે શેનું શાક બનાવ્યું હતું તે તેને તેને ખ્યાલ નહિ હોય. કારણકે એનું ધ્યાન અભ્યાસ પર જ છે. બીજો વર્ગ આજે જેટલી ગરમ નહતી, કાચી હતી, શાકમાં મરચાં વધારે હતાં, મીઠું નાખવું રહી ગયું હતું એ પર મિનિટે ગાળશે. ખાનગી ઘરમાં કે પિતાને ઘેર પણ કેટલીક અગવડે અનિવાર્ય છે એને એને ખ્યાલ નહિ રહે. કેટલાક વિદ્યાર્થીને સમૂહમાં એકઠા થઈ બળ ઉઠાવે એમાં પિતાનું શૈર્ય લાગે છે અને નાની વાતને મોટું રૂપ આપતાં એને અચકાટ થતું નથી. બીજા કેટલાક માત્ર સેવાભાવી આવે છે. એ કઈને સગવડ કરી આપવી, પિતે અગવડે ચલાવી લેવું એમાં માનનારા હોય છે. કેઈવખતસર હાજરી આપવામાં નાનમ સમજે છે, જ્યારે કે બે મિનિટ પહેલાં હાજર રહેવામાં ગૌરવ માને છે. આવી રીતે પ્રત્યેક વિદ્યાર્થીના માનસિક વલણમાં ઘણે ફેરફાર હોય છે. આ સર્વ વાત ધ્યાનમાં રાખતાં વિદ્યાલયમાં શિસ્તપાલન ઘણું સારું રહ્યું છે અને થોડાક અપવાદ સિવાય એ સંબધી બાબત ૦થવસ્થાપક સમિતિ સમક્ષ લઈ જવી પડી નથી. પૂજાસંબંધી ફરિયાદ થઈ છે, પણ જ્યારથી તે સંબંધી નિયમ કર્યા ત્યારથી એનું પાલન સારું થાય છે. વિદ્યાલયમાં છેલ્લા દશ વર્ષથી દાખલ કરવાનું રણ ઘણું કડક કરવામાં આવ્યું છે. ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓ આવે છે. મોટે ભાગે તે માત્ર ભણવા જ આવે છે અને સંસ્થાના

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326