Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય (ધવત રીપાંચ વર્ષ પહેલાં સંસ્થાની શરૂઆતમાં આપી હતી, તેની વૈજ્ઞાનિક પદ્ધતિએ તેજમરી કરાવી એને પાયામાં નાખી. આ રીતે સેનાને પાયે સંસ્થાનું ખાત કર્યું અને તે વખતે જે ઉત્સાહ જોવામાં આવ્યું હતું તેને અનુરૂપ મકાન બાંધવાની શરૂઆત કરવામાં આવી.
પણ નાણાની જે રેલમછેલ મહાવિગ્રહ પૂરો થયા પછી મુંબઈમાં ચાલી હતી તે જુવાળ ઊતરી ગયે, વેપારીઓ મોટી નુકસાનીમાં આવી ગયા, મકાન કુંડનાં મોટાં સ્વનાં દિગંતમાં અથડાઈભૂકકા બેસી ગયા અને થોડી બચત રકમ હતી તે તે પાયામાં ખલાસ થઈ ગઈ. આથી સર્વ ગણતરીઓ ઊંધી વળી ગઈ મોટર શોરૂમના રૂ. ૧૨૦) માસિક ભાડું આપવાનું લખાણ કરી આપનાર ધંધામાંથી ખલાસ થઈ ગયા અને મહામુસીબતે ધીમું ધીમું મકાન બાંધવાનું કામ ચલાવવા માંડ્યું. શેઠ દેવકરણભાઈ મુળજીએ રૂા. ૨૫૦૦૦), શેઠ મોતીલાલ મુળજીભાઈએ રૂા. ૧૨૫૦૦ અને શેઠ હીરાલાલ બકેરદાસે રૂા. ૧૨૫૦) ધીર્યા, પણ એથી મકાનના પહેલા મજલા સુધી કામ આવ્યું.
દરમ્યાન પૂજ્ય વિવલ્લભસૂરિની પ્રેરણાથી મુનિરાજશ્રી લલિતવિજ્યજી મુંબઈ પધાર્યા, તેમણે મારવાડીભાઈઓને પ્રેરણા કરી મકાન ફંડમાં રૂા. ૬૦૦૦૦ મારવાડી તથા અન્ય ભાઈઓ પાસેથી ઉઘરાવી આપ્યા. અને તે ઉપરાંત લગભગ રૂ. ૬૦૦૦૦ નું દેવું કરી મકાન બંધાવ્યું.
સંસ્થા માટેના મકાન બાંધણીમાં લગભગ રૂપીયા બે લાખને ખર્ચ થયે. દુકાનના ભાડાની ગણતરી કરી હતી તે સાચી ન નીવડી. આ મકાનમાં લેકચર હેલ (મધ્યગ્રહ) નું માપ ૪ર૬૦ ચોરસ ફૂટનું છે. એટલે એમાં ૪૭૩ ચેરસ વાર જગ્યા રોકાય છે. એમાં ૧૨૦૦ ભાઈ બહેનેને મેળાવડે થઈ શકે તેટલી વચ્ચેની ખાલી જગ્યા છે. આ રીતે દેવું કરીને મકાન બાંધ્યું. તેના ઉદ્દઘાટનની ક્રિયા સર પ્રભાશંકર દલપતરામ પટણી (મુખ્ય દિવાન, ભાવનગર સ્ટેટ)ના શુભ હસ્તે તા. ૩ જી ઓકટોબર ૧૯૨૫ ને રેજ થઈ. તે પ્રસંગે સુંદર કાર્યક્રમ અને સંભાષણે થયાં અને સંસ્થા તરફથી દશ વર્ષની કાર્યવાહીને મુખ્તસર અહેવાલ જનતાની જાણ માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યું.
આ રીતે દશ વર્ષની આખરે જૈન કેમની ઉદારતાથી સંસ્થા સુંદર મકાનવાળી થઈ, એમાં સે વિઘાથીઓ પૂરતી સગવડ સાથે રહી શકે તેવી વ્યવસ્થા થઈ વિદ્યાર્થીઓ માટે પલંગ, ટેબલ, ખુરશી વિગેરે જરૂરી ઉપસ્કર તૈયાર કરવામાં આવ્યા અને એક સુંદર દેરાસર મકાન સાથે પણ મકાનથી અલગ બંધાવવામાં આવ્યું અને તેને ભોંય પર તેમજ આજુબાજુએ સંગેમરમર આરસથી શોભતું કરવામાં આવ્યું. આ દેરાસરમાં હાલ તુરત તે ગૃહમંદિરમાં ધાતુનાં બિંબ હતા તે જ પધરાવવામાં આવ્યાં. સંસ્થાના મકાનને પાયો નાખી તેને પૂરું કરવામાં લગભગ ત્રણ વર્ષ થયા તેનું મુખ્ય કારણ પૈસાની જે રેલમછેલ મહાવિગ્રહ પછી થઈ હતી તે અટકી ગઈ હતું, છતાં કાર્યવાહકેની ચીવટથી અને જેની જનતાના સહકારથી દેવું કરીને પણ આખરે મકાનનું કામ પાર પડ્યું તેથી વિદ્યાસિક સર્વ સજજનેને ખૂબ આનંદ થયે.
સંસ્થા માટે ખરીદેલાં બાકીનાં બે મકાને અને અનાજીવાળું નં. ૪ નું મકાન ભાડાની આવક માટે અલગ રાખવામાં આવ્યાં અને તેની ઉત્પન્ન સંસ્થાની આવકમાં દર વર્ષે લઈ જવાને ઠરાવ કરવામાં આવે.