Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય
[સંવત ૧૯૭૧--૯૬
આપવાની દરખાસ્ત સર્વાનુમતે રદ્ થઈ ગઈ. આ દાખલા અત્રે રજૂ કરવાનું ખી પણ કારણ છે. અતિ મહત્ત્વના પ્રશ્નોમાં મુખ્મી ધનવાન વર્ગ પણ ખૂબ રસ લેતા હતા અને તેમણે સંસ્થાના વિકાસમાં પેાતાની ધનની સહાય ઉપરાંત સક્રિય સલાહ અને માર્ગદર્શક ચર્ચાથી ઘણા માટે ફાળા આપ્યા છે અને સંસ્થાના દફતરમાં તે માટેની એક કરતાં વધારે નોંધા માલૂમ પડી આવે છે.
ઉપરના ધારણે સંસ્થામાં વિદ્યાર્થીને દાખલ કરવાના નિયમ ચાલુ રહ્યો છે. સત્તરમા વર્ષે હા પેઇંગ વિદ્યાર્થી દાખલ કરવાના ઉપર જણાવ્યે છે તે ઠરાવ કરવામાં આવ્યે ત્યારે લાન અને પેઇંગ વિદ્યાર્થીના પ્રમાણુની ગણુનામાં હાક્પેઇગની ગણનામાં સંખ્યાના અર। ભાગ પેકિંગની ગણનામાં મૂકવા અને અરધા ભાગ લેાન વિદ્યાર્થીની ગણનામાં મૂકવા એમ ઠરાવ થયા. ૧
વિદ્યાર્થીને સંસ્થામાં દાખલ કરતી વખતે તેમના વય, કૌટુંબિક સ્થિતિ અને યુનિવર્સિટીનાં પરિણામ વિગેરે અનેક ખાખતપર ધ્યાન આપવામાં આવે છે અને તે ઉત્તરોત્તર પરીક્ષામાં પાસ થઈ ૨૩ વર્ષની ગ્રેજ્યુએટ થઈ શકે તેમ હોય, ઇજનેરી ગ્રેજ્યુએટ ૨૪ વર્ષની વયે થઈ શકે તેમ હાય અને દાક્તરી ગ્રેજ્યુએટ ૨૫ વર્ષની વયે થઈ શકે તેમ હોય તેને દાખલ કરવાના ઠરાવ છે. મેટ્રીકયુલેશનની પરીક્ષા પછી વધારે આછાં વર્ષો જુદી જુદી લાઈનમાં ગ્રેજ્યુએટ થતાં થાય છે તેને લઈ ને આ વર્ષોની ગણનામાં વધારે ઓછી વયને સ્વીકાર કરવામાં આવ્યા છે. આ ખામત મુદ્દામ કારણુસર અપવાદ કરવામાં આવે તે તેનાં કારણાની નોંધ સંસ્થાને દફ્તરે રાખવાના ઠરાવ છે.૨
વિદ્યાર્થી સંખ્યાને અંગે અહીં જણાવવાની જરૂર છે કે શરૂઆતના દશ વર્ષમાં તે સંસ્થામાં વધારેમાં વધારે ૪૮ વિદ્યાર્થીઓ રાખવામાં આવતા હતા, તેમાં ત્રીજા વર્ષથી જ ઈજનેરી લાઈનમાં બે ત્રણ અથવા ચાર વિદ્યાર્થીને પુના અભ્યાસ માટે માકલવામાં આવતા હતા, એટલે સંસ્થામાં વધારેમાં વધારે સંખ્યા ૪૪ ની રહી થઈ.
પણ દશમા વર્ષના ટાબર માસમાં સંસ્થાનું નવું મકાન તૈયાર થયું, તેમાં લગભગ ૧૦૦ વિદ્યાર્થી રહી શકે તેટલી સગવડ થઈ, જૂના મકાનનાં મેલેરિયાના સંસ્મરણા આછાં થતાં ગયાં એટલે ત્યાર પછી સંખ્યામાં દર વર્ષે ક્રમસર વધારે થતા ચાલ્યે. અને સત્તરમા વર્ષમાં તેની સંખ્યા ૧૧૩ ની કરવામાં આવી. તે પૈકી મુંબઈમાં ૧૦૪ અને કરાંચી બનારસ તથા પુનામાં ૯ રહ્યા. ત્યાર પછીના વર્ષોમાં આ સંખ્યા લગભગ કાયમ રહી છે. આ આંકડાઓ ઉપરથી સંસ્થાના નાના વિસ્તાર ઉત્તરોત્તર કેટલા પ્રગત થયા છે તેને ખ્યાલ આવશે.
દરેક વર્ષે યુનિવર્સિટીની પરીક્ષાઓ લેવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થી જુનિયર વર્ગમાં હાય તેને પરીક્ષા હોતી નથી. પરિશિષ્ટ પરથી પચ્ચીશે વર્ષમાં કુલવિદ્યાર્થીઓ પૈકી કેટલાને
૧ જુઓ. બંધારણની સુધારેલી ક્લમ ૮૮
૨ જી ક્લમ ૧૫.