Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય (સંવત ૧૯ળ૯. શ્રીયુત શેઠ ચુનીલાલ વીરચંદ
સભ્ય ૧૦. છ છ મણીલાલ સુરજમલ ઝવેરી ૧૧. , , ફકીરચંદ નગીનચંદ ઝવેરી ૧૨. , , લલ્લુભાઈ દીપચંદ ઝવેરી ૧૩. , ,, અમરચંદ ઘેલાભાઈ ગાંધી ૧૪. , , નરોત્તમદાસ ભાણજી કાપડીઆ ૧૫. , સારાભાઈ મગનભાઈ મોદી ધારાધોરણ અને બંધારણ
સદર યવસ્થાપક સમિતિને ધારાધારણ તૈયાર કરવાનું કામ ખાસ આવશ્યક લાગ્યું. સમિતિએ બંધારણ અને ધારાધોરણને ખર તૈયાર કર્યો. છ મીટિંગમાં તે પર પુષ્કળ ચર્ચા પછી સુધારા વધારા કર્યા અને સંસ્થાનું બંધારણ, ઉદેશ, નિયમ અને પૈસાની હેરવણું ફેરવણ વિગેરે અગત્યની બાબતને ૧૨ કલમને ખરડો તૈયાર કર્યો. સમિતિએ એટલી વિસ્તૃત ચર્ચા કરી અને તે માટે વારંવાર વિચારવિનિમય કરી સુંદર ભૂમિકા તૈયાર કરી અને તે આખું બંધારણ અને વહીવટી ધારાધોરણ બહુ થોડા ફેરફાર સાથે લગભગ અસલ સ્થિતિમાં આજપર્યંત ચાલુ રહ્યા છે. એ વખતને ધનવાન અને કેળવાયેલ સભ્યને સહકાર અને અસ્પસના પ્રેમ અને વિશ્વાસ ખરેખર અનુકરણીય હઈ પરિણામ ઉપજાવનાર નીવડ્યા. એ વખતે ટ્રસ્ટડીડ તૈયાર કરવાનું હતું નહિ, કારણકે વગર પૈસે ટ્રસ્ટ ડીડ થાય નહિ, પણ ઉદ્દેશની સ્પષ્ટતા, વહીવટની સરળતા, વિદ્યાર્થીની જરૂરીઆતે અને ભેટ કે લવાજમની સ્કમના વિનિગની રચના એવી સ્પષ્ટ કરવામાં આવી કે એ બંધારણ આખું અનુકરણીય માલુમ પડ્યું છે. બંધારણમાં નવીનતા.
આ બંધારણમાં સંસ્થાના ઉદ્દેશ, સામાન્ય સમિતિ, વ્યવસ્થાપક સમિતિની કાર્યમર્યાદા અને વિદ્યાર્થી સંબંધી નિયમે તથા પૈસાની વ્યવસ્થિત ગેઠવણ, ટ્રસ્ટના રણ પર નામાની રીત ઉપરાંત વિદ્યાર્થી પાસેથી લેનની કબૂલાત લેવાનું રણ સ્વીકારવામાં આવ્યું. વિદ્યાર્થી માટે સંસ્થામાં વસવાટ દરમ્યાન જે ખર્ચ થાય તેની લેન લખાવી લેવી અને વિદ્યાથી કમાવા માંડે ત્યારે તે રકમ વગર વ્યાજે અમુક શરતે પાછી આપતે જાય એ નવીનતા દાખલ કરી. એથી વિદ્યાર્થી ને સખાવત પર આધાર રાખવાને ખ્યાલ ન થાય અને પિતાની કુમક પર ઊભા રહેવાની ભાવના તેના મગજપર રહે તેની માનસ વિકાસને અંગે જે અસર થાય છે તેને
ખ્યાલ કરવામાં આવ્યો અને આ આખી યોજના તદ્દન નવીન હોવા સાથે ભવિષ્યમાં સંસ્થાને કેટલી સહાયરૂપ નીકળી પડી તે આગળ જતાં જણશે. આખા બંધારણમાં આ ખાસ નવીનતા હેવાથી તે પર ખૂબ ચર્ચા થઈ અને આખરે સંસ્થામાં દાખલ થનાર લેન વિદ્યાર્થી પાસેથી રકમ પાછી વાળવાની રીતસર કાયદેસરની કબૂલાત લખાવી લેવાનું ઠરાવવામાં આવ્યું. આ આખી યેજના કેટલી ફતેહમંદ વ્યવહારુ અને કાર્યસાધક થઈ છે તે પર આગળ જતાં વિવેચન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે આ પેજના સંસ્થા શરૂ કરવા પહેલાં વિચારવામાં આવી હતી અને સંસ્થાના મૂળ બંધારણમાં દાખલ થયેલી હતી. આ સિવાય