Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
-ભારત જૈન સેવા સંધ—એક ચેાજના
લેખકઃ ફુલચંદ હરીચંદ દાશી
ગૃહપતિ, શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર; અમદાબાદ
જૈન ધર્મ એક વખત વિશ્વધર્મ ગણાતા. જૈન તત્ત્વજ્ઞાન આજે પણ અદ્વિતીય મનાય છે. જૈન સાહિત્ય જગતના સાહિત્યમાં સમૃદ્ધ અને વિશિષ્ટ ગણાય છે. જૈન ધર્મે જગતને અહિંસાના ગગનભેદી સંદેશ આપ્યા છે. જૈન જ્ઞાનભંડારીના ખજાનામાંથી જગતના ચાકમાં હજી બહુ થૈડાંજ રત્ના આવી શક્યાં છે. જૈન સિદ્ધાંતાનું જીવનવિકાસમાં ઉચ્ચ સ્થાન છે. જૈન દર્શન ધણીજ ઊંચી પંકિતનું છે. એના મુખ્ય તત્ત્વા વિજ્ઞાનશાસ્ત્રના આધાર પર રચાએલાં છે. ભૂખ, દુઃખ અને દર્દથી પીડાતી, અશાન્તિ ને વિનાશક લડાઈઓથી થાકી ગયેલી દુનિયાની મહાપ્રજા જૈન ધર્મના ‘અહિંસાને સંદેશ આજે પણ સાંભળીને આશ્ચર્યચકિત થઈ રહી છે, કાલે તે પંથે વિચરે તે નવાઈ નહિં.
જૈન ધર્મની આ બધી વિશિષ્ટતા હોવા છતાં આજે જૈન સમાજ ઉન્નત નથી, તેમ સ્પષ્ટતાથી કહ્યા વિના રહી શકાય તેમ નથી. સંખ્યા એકદમ ઘટતી જાય છે. કેળવણીમાં પણ આગળ નથી. મરણપ્રમાણ ભયંકર છે. વિધવાઓની સંખ્યા પાર વિનાની છે. લોહીપીતા સામાજિક રિવાજો અને અજ્ઞાનરૂપી અંધકાર, અંધશ્રદ્ધા અને મા, બેકારી અને ગરીબાઈ સમાજને જકડી રહ્યાં છે. નાની નાની જ્ઞાતિઓ, ઘેાળા તે વાડા, ગછે અને મતમતાંતરો સમાજના પ્રાણને ગુંગળાવી રહ્યા છે. રૂઢિ, ખાટી માન્યતા સમાજને કારી રહ્યાં છે.
એક વખત સમૃદ્ધ, સંપત્તિશાળી, પ્રતિષ્ઠિત અને ઉન્નત સમાજની આ દશા દરેક સહૃદયી જૈનને
સાલે છે.
એક વખત જેનેાના હાથમાં જ દેશપરદેશના વેપાર હતા. વેપારી તરીકે, પરદેશ વેડનારા તરીકે, દરિયા ખેડનારા તરીકે, વેપારનું શસ્ત્ર જાણનાર તરીકે, દાનવીર, શૂરવીર અને ધર્મવીર તેમજ મહા ત્યાગી તરીકે જૈના પ્રસિદ્ધ હતા. હજી હમણાં સુધી હિંદનું અર્ધું નાણું જૈનોના હાથમાંથી પસાર થતું. મોટા મોટા રાજ્યા, રાજાઓ, અરે ! શહેનશાહતને જૈને આશ્રય આપતા એ ઇતિહાસપ્રસિદ્ધ સત્ય છે. આજે તા વેપાર જૈતાના હાથમાંથી જવા લાગ્યા છે અને પરિસ્થિતિ વિષમ થતી જોવાય છે.
સમાજહિતેચ્છુ, વિચારક અને કાર્યકુશળ દરેક યુવકહૃદય આ પરિસ્થિતિ જોઈ સમસમી રહ્યું છે. ઉન્નતિ, જાગૃતિ, અને કલ્યાણના માર્ગની પ્રતીક્ષા થઈ રહી છે. પણ માત્ર જાઈ રહેવાથી, વિચાર કે વાતા કરવાથી કાંઈ પણ સંગીન કાર્ય થઈ શકતું નથી. કામ ઢગલાબંધ પડ્યું છે. સેવાના ક્ષેત્ર ખુલ્લાં પડ્યાં છે. ભાવનાશાળી, ચારિત્રવાન, સેવાભાવી અને કાર્યદક્ષ કાર્યકર્તાને માટે સામાજિક, ધાર્મિક, કે શિક્ષણવિષયક પ્રચારકાર્ય એટલું તે છે કે આજીવન પહોંચે.
સમાજના અંગે અંગ જ્યાં છિન્નભિન્ન થઈ રહ્યાં છે, સંગઠન સા કાસ દૂર છે, એકારી ભૂખમરા ને ગરીબાઈ સમાજને ઘેરી રહ્યાં છે; નિરક્ષરતા, અજ્ઞાન, જડતા અને વ્હેમ કરી વળ્યાં છે; ક્લેશનાં વાવાઝોડાં સમાજને સત્યાનાશને આરે ધસડી રહ્યાં છે, ત્યારે સાચા કામની, સેવાની, ધગશની ભારે જરૂર છે. તેમજ દીર્ધદષ્ટિથી સમાજની ડૂબતી નૌકાને બચાવી લેવાના, તેને તોફાની ભરિયેથી સહીસલામત પાર લઈ જવાના ભાર યુવકહ્દયના છે,
\\