Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પંગુ ને પરવશ
લેખકઃ ગોકુળભાઈ ભટ્ટ ઝાઝું ભણીને શું કરવું છે. આખરે તે નકરી ને?” એક નવજુવાને મને પૂછ્યા. આ મુંઝ‘પણ માત્ર એકની નથી પણ લગભગ બધા ભણેલાઓની છે. કરજ માથે ચઢાવીને મેટી મેટી ઉપાધિઓ પ્રાપ્ત કર્યા પછી વર્તમાનપત્રોની જાહેરખબરોનો અભ્યાસ કરવો પડે છે અને ઠેકઠેકાણે નમ્ર, વિનમ્ર, અતિનમ્ર ભાવે અરજીઓ લખવી પડે છે. કયાંક ધડ બેસી જાય અને પચાસ પિણને પગાર થઈ જાય તે આ ઉપાધિધારી વિદ્વાન પિતાનાં ભાગ્ય ઊઘડ્યાં માને છે. મુંબઈ જેવાં શહેરોમાં નોકરી કરનાર પદવીધરને કમાણુ કરતાં ખર્ચ વધારે હોય છે.
આજના ભણતરે આપણને કેટલી બધી હદે નિર્માલ્ય બનાવ્યા છે?
વિમુક્તિ અપાવે તે સાચી વિવા. પેલા નવજુવાનને મેં કહ્યું કે ભણ્યા પછી નેકરી જ શા સારુ કરવી ? ભણવું તે સંસ્કારધન સંધરવા માટે. એ નવજુવાનને મારે ઉત્તર ગળે ઊતરે એમ ન હતું કારણ કે એની આસપાસનું વાતાવરણ નિર્માલ્ય બન્યું છે. ભણેલે હાથપગ હલાવતે મરી જાય છે, શરીરે પરસે ઊતરે એવું કામ ભણેલો કરી શકે નહિ, કારણ કે એથી એનું ભણતર લજવાય એમ તે માને છે. પાંચ શેર વજન ઉંચકીને રસ્તે ચાલવું ભણેલા નવજુવાનને માથાને બા જાઈ પડે છે. એની શારીરિક સ્થિતિ ખરાબ હોય છે એ એક કારણ, ને બીજું કારણ વજન ઉંચકવામાં એ નાનમ સમજે છે. પાઈ પૈસાને બચાવ કરવાની વૃત્તિ હેતી નથી. જે પદવીધરે સ્વચ્છતા, સુઘડતા વિષે ઘણું વાંચ્યું હોય તે જુવાનને ઘેર ઘાટી એક દિવસ ને આવ્યો હોય તે એનું ઘર જોવા જેવું બની જાય છે. સુઘડતા એના જીવનમાં ઊતરી હોતી નથી, નહિ તે પિતાના ઘરને સ્વચ્છ રાખવામાં એને કશય નડતર હોતી નથી. ઝાડુ ઘરમાં હોય છે, નળ ઘરમાં હોય છે પણ આ ભાઈ ઝાડુ કેમ કાઢે? વાસણ કેમ અજવાળે? શરમ આવતી હોય તે બારીબારણાં બંધ કરીને આ સર્વ કામ કરી શકાય પરંતુ જુવાનના હાથપગ ભાંગી ગયા હોય તેનું શું? કેટલાય જુવાને કસરતશાળામાં જઈ ઘણે શ્રમ કરી આવતા હોય છે પણ ઘેર ઘેડેક શારીરિક શ્રમ કરવો પડે ત્યારે કાયર બની જાય છે.
માત્ર હાથપગ જ અપંગ થઈ ગયા હતા નથી, શરીર કૃશ બની ગયું હતું નથી પણ બુદ્ધિ પણ કુંઠિત થઈ ગઈ હોય છે. અનેક પુરત ગોખીને પરીક્ષા પસાર કરનારની વિચારશક્તિ ક્ષુદ્ર બની ગઈ હોય છે અને મન નબળું પડ્યું હોય છે. આત્મવિશ્વાસને લેપ થયેલ હોય છે. આ રીતે આજના ભણતર વિચારક્રિયા અને સર્જન શકિતઓને હાલ કરી નાખે છે.
| વિલા પ્રાપ્તિને પરિણામે સંસ્કારિતા, તેજવિતા ને પુwાથે વિકસવાં જોઇએ તેને બદલે અધોગતિએ આપણે જઈ રહ્યા છીએ. સમય, શક્તિ અને સંપત્તિ ત્રણેનો માટે ભાગે દુર્વ્યય થાય છે. આવાં દુષ્પરિ ણામોને દેખતાં છતાં, વિપરિત પરિસ્થિતિમાં આપણે સપડાતા જઈએ છીએ એ અનુભવવા અને જાણવા છતાં, પરવશતાની ધુંસરી કાંધેથી ફગાવી દેવાની વૃત્તિને બદલે સોનેરી પાંજરું હાલું ગણવાના ભાવે આપસામાં ઘર કરી બેસે છે, છતાં આપણે મેહવશ બની હજી એ જ શિક્ષણની પાછળ પતંગિયા પેઠે દોડી રહ્યાં છીએ. સત્ય જાણવા છતાં સત્યપથે ચાલવાની આપણામાં હિંમત નથી, અન્યાય દેખવા છતાં તેને સામનો કરવાનું મન થતું નથી, અધઃપતન તરફ ધસડાતા જઈએ છીએ છતાં, તેના તાત્કાલિક ઈલાજની