Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
રરર
હિનલાલ દીપચંદ ચોકસી સમાજના સદભાગ્યે અસૂયા પ્રગટાવેલી હુતાશના ભભૂકી છતાં ભરખી શકી નહીં. “રામ રાખે એને કોણ ચાખે?' એ ઉક્તિ સાચી પડી “દિતાનિ ઘટયરિ, સુપરિતાનિ ન કરે એવો જેને સ્વભાવ છે-એ વિલક્ષણ વિધિએ જુદી રીતે જ કાટ ફેર. વાદળ વીખરાયાં અને સંસ્થા વધુ ઝળકી ઊઠી. જરાપણ ઉત્તેજના ધારણ કર્યા વગર, દિ'ઊગ્યે ઊઠતી હવાઈઓ સામે સંચાલકેએ પરિસ્થિતિનું સાચું ભાન કરાવે તેવા દલીલ પુરસ્સરના રદિયારૂપ વારિસ્ટંટણ ચાલુ રાખ્યા. ચાયન્ પયઃ વિજેતિ વધે ન ધ: એ નીનિકારના વચનનું અવલંબન રહી સમભાવ-સમતા અને એકાગ્રતાથી સંસ્થાનું ચક્ર ચલાવ્યું રાખ્યું. “ધીરજનાં ફળ મીઠાં છે' એ કહેવત ફળી. એકાએક ઉદયની ઉવા પ્રગટી. અણધાર્યો ખૂણેથી સંસ્થાને સારી રકમની ભેટ ધરનારા, પિષણના કાર્યને વેગ આપનારા મળી આવ્યા. ચર્ચાના ચણમાં કચરો સાફ થઈ ગયે અને જનતાને સાચી પરિસ્થિતિનાં નિર્મળ દર્શન લાધ્યાં. આકર્ષણ વધી પડ્યું, મુંબઈ લિકામાં આ સંરથા પ્રગતિશીલ અને અજોડ ગણાવા લાગી. સંચાલકોને એ માટે સાચે જ ધન્યવાદ ઘટે.
વર્તમાનકાળ એ લીલીસૂકીમાં વાળવાની ના પાડે છે. એને નાદ યુગબળને પિછાનવાને છે. જ્યાં વિશ્વના ચક્રો વિદ્યુતવેગે ફરી રહ્યાં હોય, ત્યાં ગોકળગાયની ગતિ શા કામની ? મેહમયીમાં જ્યાં તરફ પ્રગતિના ને પ્રફુલ્લ દશાના ગુંજારવ થઈ રહ્યા હોય ત્યાં સંસ્થાની આજની કાર્યવાહી ઠીંગુ સમી જ જણાય. વિદ્યાલય નામ યથાર્થ કરવા સારુ તે હજુ ઘણું કરવાનું બાકી રહ્યું. કાર્યવાહકના શોમાં કહીએ તો
હજુ નથી થયું-વિશ્વવિધાલય તેમજ નથી થયું– પુરાતત્વમંદિર, સાહિત્યમંદિર, સંભાષણ, વિશિષ્ટ પુસ્તકાલય કે ઇતિહાસ રચના..
આ સંસ્થા તે હજુ માત્ર નવયુગને સળવળાટ છે એમાં બાલ્યકાળની ઉદાત્ત આશા છે. એમાં સ્વપ્ન સૃષ્ટિના સર્જને છે.
જરૂર છે–ખૂબ સમૃદ્ધ બનાવવાની–અખંડ પિષણ આપવાની અને ધન સમૃદ્ધિથી ભરી દેવાની... ભણેલાની ટીકા કરવાને બદલે સુધારે, ઘરના છંકરાની જેમ તેનું જતન કરે. એમ કરતાં જરૂર જણાય ત્યાં તેને ઠપકારે, સહાનુભૂતિ-સહાર્ટ અને પ્રેમને જગાવે. સમાજને સાચે માર્ગે લઈ જવાનું આ કેંદ્ર છે. એને અપનાવવામાં આપણી સંતતિનું સંરક્ષણ છે. ટૂંકમાં કહીએ –
અમે' અને “તમે એવી વાત જવા દો. “આપણે સર્વે એવી વાતને વિચારે.
આ પ્રકારના નિખાલસ ઉદ્દગારો સાંભળ્યા પછી અને પ્રતિવર્ષ પ્રગટ થતા રિપોર્ટમાં વિગતવાર હેવાલ જોયા પછી-આપણી ફરજ શું હોઈ શકે? દૂર ઉભા રહી તટસ્થભાવે નિરખવાની કે એમાં આવી જઈ ઉમગપૂર્વક ખાંધ દેવાની ?
પ્રશ્નનો ઉત્તર સરળ છે અને તે એ જ કે સંસ્થા માટે યથાશક્તિ અર્થ ધરવાનો. રજત મહત્સવટાણે કનક મહત્સવની આશા સવર ફળે એમ કહેવું એ અયુક્ત નથી જ પણ ફળવાનો આધાર જૈન સમાજના હાર્દિક સહકારપર અવલંબે છે. શ્રીમંતની લક્ષ્મી-ધીમંતની પ્રજ્ઞા અને સેવાભાવીની શુશ્રુષારૂપ ત્રિવેણી સંગમ વિના એ બર આવે તેમ નથી. આમ જનસમહ ઉપેક્ષાવૃત્તિ ત્યજી દઈ, સંસ્થાની