Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સિદ્ધસારસ્વતાચાર્ય અમરચંદ્ર સૂરિ
(એક સ્વાધ્યાય)
લેખક: કનૈયાલાલ ભાઈશંકર દવે ઉપક્રમ
સંસ્કૃત પ્રાકૃત સાહિત્યના વિકાસમાં ભારતીય અન્ય પ્રતિાના મુકાબલે, ગુજરાતે પણ સુંદર ફાળે સેંધાવ્યું છે. તેટલું જ નહીં પણ બીજા પ્રતિામાં નહીં રચાયેલા, એવા અભિનવ ગ્રંથે ગુજરાતે ભારતમાતાના ચરણે સાદર કર્યા છે. માદનું શિશુપાલવધ, અને ભઠ્ઠીનુ ભટ્ટકાવ્ય, હરિભદ્રસૂરિની સમરાદિયથા અને સિહર્ષિનું ઉપમિતિભવપ્રપંચકથાનક, અને તેવા બીજા અનેક ગ્રંથો ગુજરાતે સાધેલ ઉત્કૃષ્ટ સાહિત્ય વિકાસને પરિચય કરાવે છે. પણ આ બધા કરતાં ગુજરાતને વધુ પ્રતિષ્ઠા અને ગૌરવ અપાવનાર ગુજરાતની અસ્મિતામાં વધારો કરનારા, આચાર્ય હેમચંદે રચેલ વ્યાકરણ, કેશ, છંદ, અલંકાર, યોગશાસ્ત્ર અને કથાસાહિત્યના અપૂર્વ ગ્રંથ છે. જેની કીર્તિ અને સુવાસ ગુજરાતમાં જ નહીં પણ સમસ્ત ભારતમાં ફેલાઈ છે. આ સિવાય પણ બીજા અનેક ગ્રંથ, બ્રાહ્મણ અને જૈન વિદ્વાનેએ રચ્યા છે, જેની નોંધ માત્ર લેતાં કેટલાં પાનાં ભરી શકાય તેમ છે.
ગુજરાતની સાહિત્યિક અમિતા ફેલાવવામાં અનેક વિદ્વાને અને કવિઓને હાથ હતો. તેમાં . જૈન સાહિત્યસ્વામીઓને નાનોસૂનો ફાળો નથી. બ્રાહ્મણ વિકાનની માફક જૈન પંડિતે પણ અનેક થઈ ગયા છે, જેમણે સંસ્કૃત, પ્રાકૃતના ભવ્ય ગ્રંથ લખી, ગુજરાતની જ નહીં પણ સમસ્ત ભારતવર્ષની અપૂર્વ સેવા બજાવી છે. તેવા પતિપ્રવર સર્વશ્રેષ્ઠ સાહિત્યકારમાંથી, એક મહાન વિદ્વાન કવિવર્યને પરિચય, આપની સમક્ષ રજૂ કરવાને અહીં પ્રયત્ન છે. ગુજરાતની સાહિત્યપ્રિયતા
કવિ બીલ્હણે ગુજરાતને ભલે અસરકૃત માન્યું, પણ સેલંકીયુગની ઇતિહાસગાથાઓ વિચારતાં, દસમા સૈકાથી ચૌદમા સૈકાના અંત સુધી શ્રીની સાથે સરસ્વતીને સુમેળ ગુજરાતભરમાં પ્રસર્યો હોવાનું માલમ પડે છે. ભીમની વિદ્વતસભા ભેજ જેવા સરરવતીપુત્રને પણ આકર્ષતી, કર્ણ અને સિદ્ધરાજની વિહતસભાની ખ્યાતિ સાંભળી દેશ વિદેશથી પંડિત પાટણમાં આવતા. રાજકાર્ય ઉપરાંત રાજસભામાં સાહિત્યવિનેદ, અને વાદચર્ચાઓ ચાલતી. અવંતિના સાહિત્ય ભંડારથી, ગુર્જરેશ્વર સિદ્ધરાજને પણ પિતાના આંગણે
તસ્વિની સરસ્વતીની સાથે, વાવાદિની શારદાને મૂર્તિમંત કરવાની પ્રેરણા થઈ. હેમચંદ્ર જેવા ધીર, ગંભીર, અને સર્વશાસ્ત્રના પારંગત વિકાને તે સ્વપ્ન સિદ્ધ કરી બતાવતાં, ગુજરાતને પોતાનું સ્વતંત્ર વ્યાકરણ, કાશ, અલંકાર, છંદશાસ્ત્ર વગેરેના ગ્રંથે ભેટ ધર્યા. સિદ્ધરાજની વિદતસભામાં વિદ્વાન પંડિત બેસતા, જ્યાં સામાન્ય પંડિતને પ્રવેશ પણ દુર્લભ હતે. કુમારપાળને રાજ્યકાળ પણ સાહિત્ય દૃષ્ટિએ ઉતરતા ન હતા. ત્યાર પછીના સમયમાં સેલંકીઓની વીરશ્રી ઓસરતાં, અજયપાળ અને ભીમદેવના શાસનકાળમાં, સાહિ ત્યને પ્રવાહ સહેજ મેળો લાગે છે. પણ વસ્તુપાળની વિદ્વતા, તેનું આશ્રિત કવિમંડળ, અને વિસલદેવની રાજસભાનાં ઐતિહાસિક વર્ણને વિચારતાં, સિદ્ધરાજ ને કુમારપાળની માફક વરધવળ અને વીસવદેવના કાળમાં, સરસ્વતીને પ્રવાહ અખલિત વહેતે હવે એમ જણાય છે.
વીસળદેવની રાજસભા, એટલે સમર્થ વિદ્વાનની વિદ્વત્સભા. યામાર્ધમાં ગ્રંથસર્જન કરે તેવી અદભુત શક્તિ ધરાવનાર સામેશ્વર જેવા કવિઓ તેમાં વિરાજતા હતા. આ સિવાય હરિહર, નાનાક, અરિસિહ અને
૧૪૧