Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
॥ जयति श्रीवीरवर्धमानस्य प्रवचम् ॥ છેદસૂત્રકાર અને નિર્યુક્તિકાર
લેખકઃ મુનિ પુણ્યવિજ્યજી રન અદાયમાં ઘણા પ્રાચીન કાળથી છેદત્રકાર અને નિયુક્તિ કાર તરીકે ચતુર્દશપૂર્વધરથવિર આર્ય ભદ્રબાહસ્વામી જાણીતા છે. આ માન્યતાને કેટલાએ પ્રાચીન ગ્રંથકારોએ તેમના ગ્રંથમાં જણાવી છે, અને એ જ માન્યતા આજે જૈન સંપ્રદાયમાં સર્વત્ર પ્રચલિત છે. પરંતુ નિયુક્તિ, ચણિ વગેરે પ્રાચીનતમ પ્રત્યેનું સૂક્ષ્મ અધ્યયન કરતાં તેમાંના ઉલ્લો તરફ ધ્યાન આપતાં ઉપરોક્ત ૮ સાંપ્રદાયિક માન્યતા બાધિત થાય છે. એટલે આ લેખમાં ઉપર જણાવેલી ચાલુ સાંપ્રદાયિક માન્યતાની બન્ને પક્ષનાં સાધકબાધક પ્રમાણો દ્વારા સમીક્ષા કરવામાં આવે છે.
છેદના પ્રણેતા ચતુર્દશપૂર્વવિદ્દ ભગવાન ભબાહુસ્વામી છે” એ વિષે કોઈપણ જાતને વિસંવાદ નથી. જો કે કેદમાં તેના આરંભમાં, અંતમાં અગર કોઈપણ ઠેકાણે ખુદ અન્યકારે પિતાના નામ આદિ કશાયનો ઉલ્લેખ કર્યો નથી, તેમ છતાં તેઓશ્રીના પાછળ થએલ ગ્રન્થકોએ જે ઉલ્લેખ કર્યા છે તે જોતાં સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે-છેદસૂત્રકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહસ્વામીજ છે. દશાશ્રુતસ્કંધસરની નિયુક્તિના પ્રારંભમાં નિયુક્તિકાર જણાવે છે કે
- वंदामि भावाहुं, पाईणं चरिमसगलमुयनाणि ।
सुत्तस्स कारगमिसि, सासु कप्पे य ववहारे ॥१॥ અર્થાત–“પ્રાચીનગેત્રીય, અંતિમ શ્રુતકેવલી તેમ જ દશાશ્રુતસ્કંધ, ક૯૫ અને વ્યવહારસૂત્રના પ્રણેતા, મહર્ષિ ભદ્રબાહુને હું નમસ્કાર કરું છું.”
આ જ પ્રમાણેને ઉલ્લેખ પંચકલ્પની આદિમાં પણ છે. આ બન્નેય ઉલ્લેખ જોતાં તેમજ બીજું કોઈપણ બાધક પ્રમાણ ન હોવાથી સ્પષ્ટ રીતે કહી શકાય કે- છેદના નિર્માતા ચતુર્દશપૂર્વધર અંતિમ શ્રુતકેવલી સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી છે અને તેમણે દશ, કલ્પ અને વ્યવહાર એ ત્રણ કેદની રચના કરી છે. આ ઉલ્લેખમાં નિયુક્તિરચના કરવાને લગતા તેમજ તેઓશ્રી નૈમિત્તિક સ્થવિર હોવાને લગતે કશેય ઉલ્લેખ નથી એ ધ્યાનમાં રાખવા જેવું છે.
ઉપર અમે જે ગાથા ટાંકી છે તેના ઉપર મહાભાગ્યકારે જે મહાભાષ્ય કર્યું છે તેમાં પણ નિર્યુક્તિ પ્રત્યેની રચના કર્યાને લગતા કશાય ઉલ્લેખ નથી. મહાભાષ્યની ગાથાઓ આ નીચે આપવામાં આવે છે
कप्पं ति णामणिफणे, महत्यं पतुकामतो। णिज्यगस्स भत्तीय, मंगलवाए संथतिं ॥१॥
૧. દયાશતક, કલ્પ (કૃપા ), વવહાર, નિશીથ (આચારમ૫), મહાનિશીથ અને પંચકલ્પ આ ગ્રન્થાને ગર' તરીકે ઓળખવામાં આવે છે. પ્રસ્તુત લેખમાં કેદસૂત્રકાર સાથે સંબજ ધરાવનાર પ્રથમનાં ચાર સુ જ સમજવાનાં છે, ૨. આધારકત્ર, દશવૈકાલિય આદિ શાસ્ત્રો ઉપરની ગાથાબત ન્યાખ્યાને નિયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે.
૨૪