Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૯૮ મુનિ પુણ્યવિજ્યજી
મિ છે. શિવાલય સુધીમાં ગંધર્વ નાગદત્તનું કથાનક આપવામાં આવ્યું છે તેમાં નાગનું વિષ ઉતારવા માટે ક્રિયા કરવામાં આવી છે અને ઉપસર્ગહરસ્તેત્રમાં પણ વિરહ મિલ યાદિ દ્વારા નાગનો વિસ્તાર જ વર્ણવવામાં આવ્યો છે. એ સમાનતા એક કર્તૃમૂલક હોય એમ માનવાને અમે સ્વાભાવિક રીતે જ પ્રેરાઈએ છીએ. નિયુક્તિમન્યમાં મંત્રક્રિયાના પ્રયોગ સાથે “રાહા' પદને નિર્દેશ એ તેના રચયિતાના એ વસ્તુ પ્રત્યેના પ્રેમને અથવા એની જાણકારીને સૂચવે છે. અને એવા અષ્ટાંગનિમિત્ત અને મંત્રવિદ્યાના પારગામી નેમિસિક ભદ્રબાહુ તિવિંદ વરાહ મિહિરના ભાઈ સિવાય બીજા કોઈ જાણતા નથી એટલે એમ અનુમાન કરવાનું કારણ મળે છે કે–ઉપસહસ્તેત્રાદિના પ્રણેતા અને નિયુક્તિકાર ભદ્રબાબુએ એક જ વ્યક્તિ હોવી જોઈએ.
નિક્તિકાર ભદ્રબાબુ નૈમિત્તિક લેવા માટે એ પણ એક સૂચક વસ્તુ છે કે તેમણે આવશ્યક સૂત્ર આદિ જે મુખ્ય દશ શા ઉપર નિયુક્તિઓ રચી છે તેમાં સમાપ્તિ શાસ્ત્રને સામેલ રાખેલ છે. આ ઉપરથી આપણે નિર્યુકિતકારની એ વિલા વિષેની કુશળતા અને પ્રેમને જોઈ શકીએ છીએ. અને તેમના નૈમિત્તિક હોવાનું અનુમાન કરી શકીએ છીએ.
આ કરતાં ય નિયુક્તિકાર આચાર્ય નૈમિત્તિક લેવાનું સબળ પ્રમાણ આચારાંગનિર્વતિમાંથી આપણને મળી આવે છે. આચારાંગનિર્યુક્તિમાં “દિક' પદના ભેદે અને એ ભેદનું વ્યાખ્યાન કરતાં નિતિકાર પ્રતાપદિશાની વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે–
. जत्थ य जो पण्णवओ, कस्स वि साहइ दिसामु य णिमित्तं ।
जत्तोमुहो य ठाई, सा पुच्छओ अवरा ॥ ५१ ॥ અર્થ-જ્યાં રહીને જે પ્રજ્ઞાપક વ્યાખ્યાતા જે દિશામાં મુખરાખીને કેઈને “નિમિત્ત” કહે તે તેની પૂર્વ દિશા અને પાછળની બાજુમાં પશ્ચિમદિશા જાણવી.
આ ગાથામાં નિયંતિકારે “સાલા ફિલાણુ બિમિન એમ જણાવ્યું છે એ ઉપરથી આપણે એમ ચોક્કસ માની શકીએ છીએ કે તેના પ્રણેતાને નિમિત્તના વિષયમાં ભારે શોખ હતો. નહિતર આવા આચારાંગસૂત્ર જેવા ચરણકરનગના તાત્વિક ગ્રન્થનું વ્યાખ્યાન કરતાં બીજા કઈ તાત્વિક પદાર્થને નિર્દેશ ન કરતાં નિમિત્તને નિર્દેશ કરવા તરફ તેના પ્રણેતાનું સ્થાન જાય જ નહિ.
કેટલાક પ્રાચીન વિદ્વાને દસૂત્ર, નિર્યુક્તિ, ભદ્રબાહુસંહિતા, ઉપસર્ગહરસ્તોત્ર એ બધાયના પ્રણેતા ચૌદપૂર્વધર ભદ્રબાહુસ્વામી છે એ કહેવા સાથે એમ પણ માને છે કે એઓશ્રી વારાહીસંહિતા
આદિના પ્રણેતા તિવિંદ વરાહમિહિરના સદર હતા. પરંતુ આ કથન કઈ રીતે સંગત નથી. - કારણ કે વરાહમિહિરને સમય પંચસિદ્ધાનિતકાના અંતમાં પિત નિર્દેશ કરે છે તે પ્રમાણે શક સંવત ૪ર૭ અર્થાત વિક્રમ સંવત પર છઠ્ઠી શતાબ્દિ ઉત્તરાર્ધ-નિર્ણત છે. એટલે કેદ સૂત્રકાર ચતુર્દશ પૂર્વ ભદ્રબાહુ અને ઉપસર્ગહરસ્તાત્રાદિના રચયિતા તેમજ તિવિંદ વરાહમિહિરના સદર ભદ્રબાહુ તદ્દન ભિન્ન જ નકકી થાય છે.
ઉપસહરત્રકાર ભદ્રબાહુ અને તિવિંદ વરાહમિહિરની પરસ્પર સંકળાએલી જે કથા ચૌદમી શતાબ્દિમાં નોંધપોથીને પાને ચઢેલી છે એમાં સયાંશ હોય અને હેય તેમ લાગે છે એટલે ઉપસનૈહરસ્તોત્રકાર ભદ્રબાહુસ્વામીને ચતુર્દશપૂર્વધર તરીકે ઓળખાવવામાં આવે છે એ બીનપાયાદાર જ ઠરે
---
--
-------
--
*
१. सप्तश्विवेदसंख्य, शवकालमपास्थ चैत्र शुद्धादी।
अधास्तमिते मानी, यवनपुरे सौम्यविक्साये ॥८॥