Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
fખ છે વિવાહય તમારી ગુજરાતની કેટલીક પ્રાચીન જિનમતિએ
૧૪૫
મૂર્તિ ર–આ જિનમર્તિના મુખારવિંદને ભાગ તથા પરિકરની બધી આકૃતિઓ ઘણું ઘસાઈ ગએલી છે. મૂળ મુર્તિના મસ્તકના ઉપર ભાગમાં સાત કણાઓ દેખાઈ આવે છે, અને તેથી આ મૂર્તિ શ્રી પાર્શ્વનાથજીની છે એમ સાબિત થાય છે. શ્રી પાર્શ્વનાથજીની બંને બાજુ એક ચામર ધરનાર પરિચારકની આકૃતિ છે, તથા પાસનની નીચેના ભાગમાં જમણી બાજુએ બે હાથવાળા યક્ષરાજની તથા ડાબી બાજુએ બે હાથવાળી અંબિકા યક્ષિણીની આકૃતિ શિહેપીએ રજૂ કરેલી છે. આ બંને આકૃતિઓ પણ દસાઈ ગએલી છે. આ મૂર્તિની પાછળના ભાગમાં પરિકર પર ફરે કેરેલે લેખ છે, જેને ઘણે ખરે ભાગ વાંચી શકાય છે. જે આ 3
છે. ૧૧૨ રનર્સે હિંદીમા...માર્યા શોખ્યા મહિતા
ઉપરોક્ત લેખ પરથી આ પ્રતિમા કાશહેદગછના શ્રાવક શ્રીસિંહલની સ્ત્રી ના પુત્ર.....ની સ્ત્રી સેહણિએ કરાવેલી છે, એમ સાબિત થાય છે.
નાગજીભૂદરની પાળના જ દેરાસરના મેડા ઉપરના ગભારામાં મૂળનાયક શ્રીધર્મનાથજીની જમણું બાજુની આરસની ઓટલી પર અગિયારમા સૈકાની શીષભદેવ ભગવાનની મૂર્તિ આવેલી છે.
મૂર્તિ ૩૪– શ્રી ઋષભદેવ. આ મૂર્તિનું શિલ્પ પણ સુંદર છે. મધ્યમાં જિનમૂર્તિના મસ્તક પર ગીની માફક વાળના છ ગુંચળાં શિલ્પી એ સુંદર રીતે કતરેલાં છે. જૈનના ચોવીશ તીર્થંકર પૈકીના પ્રથમ તીર્થંકર શ્રીષભદેવ ભગવાનની પ્રાચીન મૂર્તિઓ પૈકીની ઘણી ખરી મૂર્તિઓના બંને ખભા પર વાળની લટો કતરેલી મળી આવે છે (જુઓ ભારતીય વિવા વર્ષ ૧, અંક ૨ના પૃ ૧૮૫ની સામેનાં ચિત્ર નંબર ૬ અને ૭ તથા તે જ અંકના પૃષ્ઠ ૧૮૦ની સામેનું ચિત્ર નંબર ૨ અને પૃ૪ ૧૯૧ની સામેનું ચિત્ર નંબર ૮). વળી કોઈક દાખલામાં પ્રતિમાના મસ્તકની પાછળના ભાગમાં પણ વાળ કોતરેલા મળી આવે છે (જુઓ હવે પછી પ્રસિદ્ધ થનાર “ભારતનાં જન તીર્થો અને તેમનું શિલ્પ સ્થાપત્ય” નામના ગ્રંથમાં ચિત્ર નંબર ૪૧) પરંતુ મારા આજસુધીનાં નિરીક્ષણ દરમ્યાન મસ્તક પર વાળની લટોના ગુંચળાવાળી શ્રી ઋષભદેવ પ્રભુની પ્રતિમા જોવામાં આવી નથી, તેટલી આ પ્રતિમાની ખાસ વિશિષ્ટતા છે. શ્રીષભદેવ પ્રભુની મૂર્તિઓમાં વાળની લટ મળી આવે છે, તેનાં કારણો હું મારા “ભારતીય વિવાના ઉપરોક્ત લેખમાં દર્શાવી ગએલે છું, તેથી તેના ઉલેખ અહીંયાં ફરી આપવા યોગ્ય લાગતા નથી. - આ મૂર્તિના પરિકરના પાછળના ભાગમાં કેટલાક અક્ષરે કાતરેલા છે, જેમાને મે ભાગ કાટથી દબાએ હેવાથી સ્પષ્ટ વાંચી શકાયો નથી, પરંતુ તેની લિપિ લખવાની રીતથી અભ્યાસીઓને જણાઈ આવે તેમ છે કે આ મૂર્તિ અગિયારમાં સકા પછીની તો નથી જ.
આ વિષયમાં વધારે જાણવાની ઈચ્છવાળા જિજ્ઞાસુઓને તાજેતરમાં પ્રસિદ્ધ થએલજૈન સત્યપ્રકાશ માસિકના દીપોત્સવી અંકમાને “બારમા સકા પહેલાંની પ્રાચીન ધાતુમતિમાઓ” નામને મારે સચિત્ર લેખ તથા ટુંક વખતમાં મારા તરફથી પ્રસિદ્ધ થનાર “ભારતનાં જૈન તીર્થો અને તેમનું શિલ્પસ્થાપત્ય” ભાગ ૧ લો જોઈ જવા મારી ભલામણ છે.
મારા આ ટુંકા લેખથી જનમૂર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીઓને તથા જૈન શિલ્પકળામાં રસ લેનાર રસજ્ઞોને અને મારા જૈન બંધુઓને પિતાના પૂર્વજોએ સંધરેલ મૂર્તિવિધાનના અભ્યાસ તથા તેના સંરક્ષણ તરફ થોડી પણ દરવણું મળશે તે માટે આ લેખ લખવાનો પ્રયાસ હું સફળ માનીશ.