Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ગૌતમલાલ અ. શાહ
[ મ છે. વિશાહરજતરામારી
અને કેળવણીના કારખાનાઓએ એ કારકુનને ઉપજાવી કાઢ્યા. હિન્દુસ્તાનની યુનિવર્સિટીઓના સેનેટરે એ કેળવણીને વફાદાર રહ્યા અને સ્વમાનહીન માનવ જંતુઓની પેદાશ પાંગરતી રહી. આ રીતે યુનિવર્સિટીમાંથી બહાર પડતા છાત્રે જ્યારે પિતાની સામેની દુનિયામાં પ્રવેશ કરે છે, ત્યારે તેઓ સંસારજીવનનું નાવ પાર પાડી શકતા નથી. લગ્ન-જીવન સુખે ચલાવવાની તાકાત તેમનામાં આવી શક્તી નથી. આર્થિક પ્રશ્નોનો નિકાલ લાવવામાં તેમની બુદ્ધિ મુઠ્ઠી થઈ જાય છે. જીવનની ચડતી-પડતી ને જીવનની શક્તિ તેનામાં હોતી નથી.
આમ છાત્ર-છવનને કલુષિત કરવાને માટે એક સાથે અનેક મુદ્દાઓ અરસપરસ સંકળાયેલા છે. જે વિવાથજીવનમાં સંપૂર્ણ વિકાસ સાધાય તે ચાર વ્યક્તિને સહકાર હોવા જોઈએ. શિષ્ય, શિક્ષક, માબાપ અને સમાજમાં શિગે પિતાને મળતી નિરંકુશતામાંથી ઈષ્ટ તને તારવવાં જોઈએ. અને વિચારપૂર્વક તેનું ગ્રહણ કરવું જોઈએ. શિષ્ય અને શિક્ષક વચ્ચેને પુરાણકાળને પ્રેમ અને ભક્તિભાવ પુનઃ પ્રગટ થવાં જોઈએ. છાત્ર અને ગૃહપતિ મઠ ભાવ સ્થપાવો જોઈએ. માબાપોએ પિતાનાં પુત્રપુત્રીઓને શિક્ષણ આપવાનું સઘળું કાર્ય શિક્ષણશાસ્ત્રીઓ પર ન છોડવું જોઈએ. કારણ કે શિક્ષણ અને સંસ્કાર એ બજાર વસ્તુઓ નથી કે જે શિક્ષણશાસ્ત્રીઓ ખરીદી લાવી શિષ્યને પારંગત પંડિત બનાવી શકે. સમાજે પણ છાત્રદષ્ટિને વિશાળરીતે કેળવવી જોઈએ. અને કેળવણીનું સાચું સ્વરૂપ સમજવું જોઈએ. વિવાથીજીવનના સંપૂર્ણ વિકાસ માટે આ રીતે ચારે પ્રકારને સહકાર હવે જોઈએ. નહિતર વિદ્યાર્થી જીવન અધૂરું રહેશે. અને વિદ્યાર્થીવર્ગ કેળવણીને આદર્શ પૂર્ણ કર્યાનો સંતોષ માની બેકારોની જમાતમાં વધારે કરશે અને છાત્રદષ્ટિ અનેક વિસંવાદોથી ભરપૂર થઈ જશે.
છાત્રાલયની તમામ રચના શાળા-કોલેજને અનુસરીને કરવામાં આવી હોય છે. બીજી કોઈ પણ ખાસ વિશિષ્ટતા હોય તેવાં છાત્રાલય તે બહુ ડાં. છાત્રાલની આ સ્થિતિમાંથી છાત્રાલયોએ છુટી જવું જોઇએ. તેમનું અસ્તિત્વ ભલે શાળાકેશેને આભારી હોય, પરંતુ અસ્તિત્વમાં આવ્યા પછી તેમણે પોતાનું અસ્તિત્વ સાર્થક કરવું જોઈએ. એટલે કે એક સ્વતંત્ર કેળવણીની સરથા તરીકે જીવનના પ્રયત્નો કરવા જોઇએ. આદર્શ પરિસ્થિતિ તે એ હોઈ શકે કે છાત્રાલય અને શાળા અથવા તે છાત્રાલય અને કોલેજ એ બને વિદ્યાર્થીના વિકાસ માટે એક બીજાની પૂરક સંસ્થાઓ બની રહે. વિવાથી ઊડે ત્યારથી તે ઊંધે ત્યાં સુધી તેના જીવનની દરખ, કાળજી, વિકાસ માટેની ચિંતા વગેરે બત્રાલય તથા શાળા-કોલેજ ઉપર જ હોય. છાત્રાલય અને શાળા-કોલેજનું વિવાથીંછન એક સળંગ સૂત્ર છગન હોય તે જ વિવાથીની કેળવણીમાં તેનો હિરો ગણાય, પરંતુ ધારે છે આવી આદર્શ સ્થિતિમાં આવવાને હજી વાર હોય તે પશુ છાત્રાલયે સ્વતંત્ર કેળવણીની સંસ્થા તરીકે હવે આગળ આવવું જ જોઈએ. શાળા કોલેજ જોતાં તે વિદ્યાર્થીને કેવળ બુદ્ધિનું શિક્ષણ મળે છે અને બુદ્ધિ એ તે વિવાથી જીવનને એક નાનકડે વિશ્વગ છે. વિવાથીને શારીર છે, હૃદય છે, આભા છે અને તે બધાયને ચગ્ય વિકાસ પણ આવાયક છે. આ કામ છાત્રાલયોએ પોતાના શીરે લઈ લેવાનો સમય હવે આવી લાગે ગણાય એટલે આજે છે તે પ્રમાણે છાત્રાલયે કેવળ શાળા અને કેલેને માટે જીવે તે સ્થિતિ હળવી જોઈએ અને પિતાની સ્વતંત્ર કેળવણીવિષયક પ્રવૃત્તિઓ ઊભી કરીને પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ સ્થાપન કર્યું જોઈએ. સાયન છાત્રાલ તેમજ શાળા-કોલેજો માટે ઊભાં થયેલાં બત્રાલયે આ દિશામાં પ્રયત્ન આદરી યુ. એ તેમનું કર્તવ્ય બને છે.
નરભાઇ હિર