Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વર્તમાન જૈન સમાજ લેખકઃ વીરચંદ પાનાચંદ શાહ, બી. એ.
જનરલ સેક્રેટરી, શ્રી. જૈન શ્વેતાંબર કેન્ફરન્સ સામાન્ય રીતે દરેક સમાજના માણસેની એવી માન્યતા બંધાઈ ગયેલી હોય છે કે ભૂતકાળમાં આપણી સ્થિતિ હાલના કરતાં વધારે સારી હતી. હિંદ અને ચીનના સમાજોમાં આ માન્યતા વિશેષ પ્રચલિત છે કારણ કે બંને બહુ પુરાણ ઈતિહાસ ધરાવનારા દેશ છે.
આપણા ઈતિહાસમાંથી પણ એટલું તે જરૂર ફલિત થાય છે કે આપણે પ્રભુ મહાવીરના સમય સુધી ન જઈએ તે પણ ચાવડા અને સોલંકી વંશના રાજાઓ રાજ્ય કરતા ત્યારે જૈન સમાજ રાજકારણ, વ્યાપાર અને જીવનના અન્ય ક્ષેત્રોમાં મોખરે હતા. સંખ્યાબળ પણ વિશેષ હતું.
શંકરાચાર્યના દિગવિજ્ય પછી હિંદમાંથી બૌદ્ધ ધર્મ લુપ્ત થશે અને જૈનોની સંખ્યા પણ થોડી ઘટી ગઈએક કાળ જેની અમુક પ્રકારની વિશિષ્ટતાઓ જુદી ઓળખાઈ આવતી. આજે આપણે સમાજ આપણુ અન્ય હિંદુ સમાજ સાથે એટલે આતપ્રેત થઈ ગયું છે કે આપણા જ દેશમાં રહેતા મુસલમાને ક ખ્રીસ્તીએ આપણને હિંદુએથી જુદા નહિ ઓળખી શકે.
આપણા જૈન સમાજમાં અંદર અંદરના સાંપ્રદાયિક ભેદો તથા થોડાક પ્રાંતિક ભેદ પણ હશે છતાં જૈન તરીકેની સમાનતા વિશેષ છે. અમેરીકામાં આજે પણ પ્યુરીટન પ્રીસ્તીઓ ઓળખાઈ આવે છે તેમ આજે પણ જૈન સમાજ અમુક પ્રકારની વિશિષ્ટતાથી ઓળખાઈ આવે છે.
કોઈ વ્યક્તિ કે સમાજના ગુણદેષની પ્રશંસાત્મક કે નિંદાત્મક ટીકાથી તે સુધરી જાય છે તેમ તે જગતમાં બનતું નથી પરંતુ વિવેક સાથે નમ્રતાપૂર્વક સાચી હકીકત શુભ નિષ્ઠાપૂર્વક રજુ કરવામાં આવે તે અને તે દિશામાં સતત પ્રયાસ ચાલુ રહે તે લાખે કાલે પણ તેની થેડી ઘણી અસર થાય છે.
જૈન સમાજના એક અંગ તરીકે તેમજ એક તટસ્થ દ્રષ્ટા તરીકે મને જે વિશિષ્ટતા દેખાય છે અને જે એકાદ બે ખામી દેખાય છે તે મેં સરળ ભાવે બતાવવા પ્રયાસ કર્યો છે. અનેક પેઢીઓના વારસામાં કેટલીક વસ્તુઓ તે આપણું લેહીના કણે સાથે વણાઈ ગઈ છે. બીજાઓને જે કષ્ટસાધ્ય છે તે આપણને સહજસુલભ છે.
(૧) તિતિક્ષા
અન્ય સમાજોમાં ધાર્મિક પર્વના દિવસોમાં મેટી વયનાં સ્ત્રીપુરુષ ખાનપાનમાં જે વ્રતનિયમો પાળી શકતાં નથી તે આપણાં દશ-અગિયાર વર્ષનાં બાળકને સહજ વસ્તુ છે. નાનાં બાળકોને ઉપાશ્રયમાં પિષધ લઇને બેઠેલાં જેને અન્ય ધર્મના માણસને જરૂર આશ્ચર્ય થાય. એકાસણું, આયંબીલ, એકાદ ઉપવાસ કે ચઉવિહાર એ જૈનેને સામાન્ય લાગે છે ત્યારે બીજાઓને ધણું જ ભારે લાગે તેવું છે.
(૨) નિર્વ્યસનીપણું
જૈન એટલે સ્વભાવથી જ મત એટલે દારૂ કે અફીણ, ચરસ, ભાંગ, ગાંજો, કેકેન વિગેરે કરી વસ્તુઓથી દૂર છે એટલું જ નહિ પણ શુદ્ધ ખોરાક ઉપર એટલે જ ભાર મૂકવામાં આવ્યું છે એટલે
૧૨૪