Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૦
ફુલચંદ હરીચંદ દાશી
[મ. જે. વિદ્યાલય
સમાજના રચનાત્મક કાર્યાંની યાજના થશે. યાગ્યતા અને આવશ્યકતા પ્રમાણે વેતન આપવામાં આવશે અને આજીવન સેવા આપનાર સેવકને વીમાના પ્રબંધ કરી આપવાની યાજના કરવામાં આવશે. અને બધા સેવક એક જ સ્થાનમાં રહી કૌટુંબિક ભાવના કેળવે અને આખા વખત સંધના કાર્યમાં શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
આ ઉપરાંત જૈન સમાજની સેવા કરી રહેલા પ્રતિષ્ઠિત વિદ્વાન અને વિચારક વર્ગના ૨૫-૩૦ કાર્યકર્તાઓ આ સંધના માનદ સભ્ય રહેશે; તે સંધને વર્ષમાં પંદર દિવસ સક્રિય સેવા સંધના મુખ્ય કેન્દ્રસ્થળે આવીને આપશે અને તે ઉપરાંત સંધની પ્રબંધક સમિતિના સભ્યો રહીને સંધને માર્ગદર્શન કરશે અને સંઘના કાર્યની તપાસ રાખશે.
આજે તા સંધ ગુજરાતમાં કાયમ થશે પણ બહુ થે!ડા સમયમાં સંધ પાતાની શાખા, પંજાબ, મારવાડ, દક્ષિણ અને બંગાળમાં પણ ખાલશે અને પાંચ કેન્દ્રોમાં સમાજના કલ્યાણ માટેનું રચનાત્મક કાર્ય ચાલશે.
સંધ નીચે પ્રમાણે કાર્યાં ધીમે ધીમે હાથ ધરશે અને એક એક કામ વ્યવસ્થિત થયા પછી જરૂરી બધાં કામાને પહોંચી વળવા પ્રયત્ન કરશે.
પ્રચાર કાર્ય
સાપ્તાહિક પત્ર, સમાજના સમાચારા, માસિક પત્ર, સાહિત્ય, ઇતિહાસ-પુરાતત્ત્વ, તત્ત્વજ્ઞાન, ચરિત્રશિક્ષણપત્રિકા, સંસ્થાઓને માર્ગદર્શન.
આ ઉપરાંત લેાકમત કેળવવા માટે એક બે સેવા વ્યવસ્થિત રીતે જુદા જુદા શહેરો અને ગામામાં કરશે અને સમાજની ઉન્નતિ માટે વ્યાખ્યાન આપશે, મેાજનાએ ધડશે તે સંસ્થાઓનું નિરીક્ષણ કરશે. શિક્ષણ કાર્ય
જૈન સમાજની શિક્ષણ વિષયક પરિસ્થિતિના આંકડા મેળવશે તથા તે પ્રસિદ્ધ કરશે. સંસ્થાનું નિરીક્ષણ કરશે.
સંસ્થાઓને માર્ગદર્શન આપશે.
કાલરશીપ કંડાની વ્યવસ્થાની તપાસ રાખશે.
અજમાયશ દૃષ્ટિએ જરૂર પડ્યે એકાદ સંસ્થા પણ ચલાવશે. સ્ત્રીશિક્ષણ માટે પણ બનતા પ્રયાસ કરશે. ધર્મશિક્ષણને શાસ્ત્રીય બનાવવા તાલીમવર્ગની યોજના કરશે, સંસ્થાઓને કાર્યકર્તા પૂરા પાડશે, ઔદ્યોગિક અને વ્યાપારી શિક્ષણની વ્યવસ્થા માટે પ્રયત્ન કરશે.
સાહિત્ય પ્રકાશન
જૈન સમાજમાં સાહિત્યના પ્રચાર કરવા-વિદ્યાર્થીઓને ઉપયાગી જૈન સાહિત્ય પ્રકાશિત કરવું. સાહિત્ય સસ્તી કિંમતે મળે તેની વ્યવસ્થા કરવી. સસ્તી ગ્રંથમાળાઓ શરૂ કરવી અને નાની પત્રિકાઓ, પુસ્તિકાઓ દ્વારા સમાજમાં જરૂરી જ્ઞાન ફેલાવવાના પ્રયાસ કરવા.
સામુદાયિક ઉત્સવા અને વ્યાખ્યાનમાળાઓની યાજના
સમાજનું માનસ કેળવવા માટે ઉત્સવા યોજવા, જયંતિ ઊજવવી, પરિષદે ભરવી, વ્યાખ્યાનમાળાની યેાજના કરવી અને જે જે પ્રાંતમાં આવા ઉત્સવા યેજાતા હશે ત્યાં સક્રિય સાથ આપવા. વિદ્યાર્થી પરિષદ, શિક્ષણુ સંમેલન, મહિલા પરિષદ, વ્યાખ્યાન શ્રેણી વગેરેને પ્રબંધ કરવા.