Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સંસ્કૃતિ અને ધર્મશાસ્ત્ર એક વિચારણા લેખકઃ પ્રસન્નમુખ સુરચંદ્ર બદામી,
બી. એ., બી. એસ સી., બેરીસ્ટર-એટ-લે. ૧. ઘણીવાર એમ વિચાર આવે છે કે આ જગત પરાપૂર્વથી ચાલતું આવ્યું છે. અને અનેક મહાપુએ અનેક પ્રકારના વિચારે જગતને અર્પણ કરી કોઈ પણ વિષય ઉપર કંઈ કહેવા પણું રાખ્યું નથી એટલે લેખરૂપે નવીન શું આપી શકાય? પણ વધુ વિચારતાં જહેન હુઅર્ટ મીલનું એક વાકય યાદ આવે છે કે “On all great subjects, there is much to be said"–“દરેક મહાન વિષય ઉપર ઘણું કહેવાનું હોય છે.” વિષય કે વિચાર ભલે નવીન ન હોય પરંતુ જે વિષય કે વિચાર હોય તેને પોતાની શૈલીમાં, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ નવીન રૂપે જરૂર મુકી શકાય અને એજ વિચારે આ લેખ ઉપસ્થિત થઈ શકે છે.
- ૨. “સંસ્કૃતિ એ શબ્દને, શબ્દકોપના અન્વયે અર્થ વિચારીએ તે “સુધરેલી કે અલંકારને પ્રાપ્ત થયેલી જે સ્થિતિ”એ જ અર્થ કરી શકાય. ભાષાની દૃષ્ટિએ સંસ્કૃત ભાષાને એવી જ સુધરેલી અથવા અલંકારવાળી ગણવામાં આવી છે. પણ સમાજશાસ્ત્રની દૃષ્ટિએ “સંસ્કૃતિ” શબ્દનો અને વિશિષ્ટ પ્રકારને અર્થ કરવામાં આવતા નથી. સમાજશાસ્ત્રની દૃષ્ટિએ તે “સમષ્ટિજીવનના અંગરૂપ દરેક વ્યક્તિએ પ્રાપ્ત કરેલી માન્યતાઓ, જ્ઞાન, કળા, ધર્મ, નીતિ અને બીજી અનેક લધિ અને પ્રણાલિકામાંથી ઉદ્દભવતા મનુષ્ય જીવનના મન વચન અને કાયાના વર્તનનું સમુહરૂપે જે વ્યવસ્થિત સંક્લન અને સંવેદન” તેને જ “ સંસ્કૃતિ” ગણવામાં આવી છે. જે તે વર્તન અમુક એક દષ્ટિએ ભલે પછી સંસ્કૃત હોય કે વિકૃત હોય તે પણ, જે તે વ્યવસ્થિત રૂપે હશે તે તેને સંસ્કૃતિ જ કહેવામાં આવશે. તેથી જ આપણે પૂર્વકાલીન સંરકૃતિ અને અર્વાચીન સંસ્કૃતિ, પાશ્ચાત્ય સંસ્કૃતિ અને પર્વાત્ય સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ અને બ્રાહ્મણ સંરકૃતિ એ પ્રકારના શબ્દપ્રયોગે કરીએ છીએ અને આજના વિશ્વસંહારક સર્વભક્ષી યુદ્ધમાં ઝંપલાવતી પાશ્ચાત્ય પ્રજાના વર્તનને પણ એક પ્રકારની સંસ્કૃતિ જ સમજીએ છીએ.
૩. સંસ્કૃતિ શબ્દને આ અર્થ યાનમાં રાખી આપણે ધર્મશાસ્ત્ર ઉપર વિચાર કરીશું. અહીં એટલું સમજી લેવું જરૂરનું છે કે “ધર્મશાસ્ત્ર” એ શબ્દ આયોએ પિતાના કાયદા અને કાનુનને—ધારાશાસ્ત્રને, ધર્મશાસ્ત્ર તરીકે સંબોધી જે અર્થમાં જે છે તે અર્થમાં જ અહી પ્રહણ કરવામાં આવ્યું છે. અને ધર્મશાસ્ત્રને મહાન મનુષ્યશાસ્ત્ર (anthropology) ના અંગભૂત સમાજશાસ્ત્ર (sociology) ના એક વિભાગ રૂપેજ લેખવામાં આવ્યો છે. આ વિષયમાં સ્વાભાવિક રીતે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ધર્મશાસ્ત્ર એટલે શું? એનું ધ્યેય શું હોવું જોઈએ? એની ઉપયોગિતા શી? અને સંસ્કૃતિ સાથે એને શું સંબંધ હોઈ શકે? આ બધા પ્રશ્ન તલસ્પર્શી છે. અને આજનાં સંશોધનાત્મક વૈજ્ઞાનિક યુગની દૃષ્ટિએ પૃથક્કરણ માંગે છે. અહિ તે ફક્ત રેખાસૂચન જ કરી શકાયું છે.
૧. Cf. જાગ્યે સાકરોતિ પુરુ થા ક્ષેત્ર તે —અત્કૃતિ નીતિરીતિ ૨૧.
2. Cf. the Neo.-Hegelian conception of culture according to which "Culture is a symbolic term used to signify all the knowledge, powers-material and intellectual-and other capacities and possessions of a society as a whole by which it adopts itself to conditions of life."