Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૫
ડા. અમીચંદ છે. રાહુ
[મ કે, વિદ્યાલય રજત સ્મારક ]
નાંખી, જે વસ્તુઓને અટકાવવાને તેમનું નિર્માણ થએલું છે, તે જ વસ્તુઓને પાળવાના સાધનમાં તેમને ઘણીવાર ફેરવી નાંખવામાં આવે છે, અને તે પ્રયાગાના હેતુના નાશ થાય છે.
ધ્યાન ધરવાના આદર્શ અને સાધન તરીકે નિર્માયેલી તેમજ ત્યાગ અને નીરાગતાને પોષવાને અને કાયમ કરવાને સારુ યોજાએલી વસ્તુઓને પણ પાર્થીવ વસ્તુ તરફ પ્રેમ, મમતા અને મેહ ઉત્પન્ન કરવાના સાધનમાં ફેરવી નાંખી, તેમનેજ કંકાસ અને કજિઆનું મૂળ બનાવીએ છીએ અને શ્રીમંતાઇનું પ્રદર્શન કરવાનું તથા ઐહિક સમૃદ્ધિ તરફ માહ વધારવાનું સાધન બનાવીએ છીએ. આપણી ધ્યાન ધરવાની જગ્યા પણ સંયમ અને ત્યાગ તથા આધ્યાત્મિક શક્તિના વિકાસનાં સાધના થવાને બદલે, સંકુચિતતા, સ્વાર્થીપણા, દંભ, છળ, કપટના તથા લડાઈ ઝધડાના અખાડા બનાવી દઈએ છીએ, અને એમ કરી દિન પ્રતિદિન આધ્યાત્મિક રીતે ઊંચે ચઢવાને બદલે ઘણી શક્તિ અને પૈસાના ભાગે પણ નીચે પ્રયાણ કરીએ છીએ.
આ બધી વસ્તુ ખૂબ ખૂબ વિચારણા અને ફેરફારા માંગે છે અને તેને અનુકૂળ જેમ બને તેમ જલ્દી ફેરફાર કરવાની શક્તિ અને તેમ કરતાં ને કાંઈ અનિષ્ટ જણાય, તા તુરત તે અનિષ્ટ દૂર કરવાની શક્તિ કેળવવાની જરૂર છે. આ જ શક્તિ, જેને સંપૂર્ણ વિચારપૂર્વકના આચાર તથા વિચારમાં ફેરફાર કરવાની ગતિ અથવા ( Adaptability ) કહેલી છે, તેના ઉપરજ આપણા બધો આધાર છે.
આ લેખના હેતુ માત્ર એટલો જ છે કે આપણા સમાજના મોટા ભાગ દરેક આચાર, વિચાર માટે પુષ્કળ વિચાર કરતા થઈ જાય અને દુનિયામાં જ્યાં જ્યાં કાંઈપણ સારું જણાય, તે પેાતાનામાં જલ્દી દાખલ કરવાની શક્તિ કેળવે અને જે જે અનિષ્ટ ધુસી ગયું છે અને ઘણા વરસેથી આપણને ચોટી ગયું છે, તેને ઝટ ઉખેડી નાંખવાની શક્તિ મેળવે.
આટલું કરવામાં જો વાંચનારને આ લેખ કાંઈપણ સહાયભૂત થાય, તે લેખક પોતાને કૃતાર્થ સમજશે; આપણું વ્યક્તિસ્વાતંત્ર્ય અને વિચારસ્વાતંત્ર્ય ખૂબ કેળવવાની જરૂર છે, પણ તેની સાથે આખા સમાજને તે લાભ કરતા થાય, એવી રીતે તેના અમલ કરવાની જરૂર છે. આપણને સુધારાની જરૂર છે, નહીં કે વગરવિચારી ક્રાન્તિની; એટલું જ નહિ આપણે સંયમ પૂર્વક સમસ્ત હિતને આગળ ગણી, વ્યક્તિત્વને અંદર સમાવવાની પણ જરૂર છે, જે વ્યક્તિત્વ સમાજનો દ્રોહ કરે અગર પાછળ પાડે, તેવા વ્યક્તિત્વની જરૂર નથી. ટૂંકામાં ખુલ્લી આંખે, શુદ્ધ અંતઃકરણે અને નિષ્પપક્ષપાતપણે દરેક વસ્તુ વિચારે, જુએ અને પ્રતિક્ષણે સારું ગૃહણ કરી અને નુકસાનકારક હોય, તેને તરત જ ત્યાગ કરેા અને તે ત્યાગ કરવાની શક્તિ કેળવેા, એવી સર્વ ભાઇઓ તથા બહેનેાને મારી પ્રાર્થના છે.
માસ પિરિથિતના ગુલામે નથી, તેમ દેવાની અંધ રમતનું સાગયે નથી. આખા વિશ્વમાં સંપૂર્ણતા એ પહોંચવાની જે પ્રેરણા કામ કરી રહી છે, તે માણસમાં સચેત બની છે. મનુષ્યની નીચેની સૃષ્ટિમાં પ્રગતિ થઈ હતી : પણ મનુષ્યસમમાં इच्छापूर्वक साली होय छे.
અજાણતાં થઈ જતા ફેરફારોને બદલે માણસ જાણી જોઈને હેતુપૂર્વક પરિવર્તન કરે છે, માસ જેવા છે, અને જેવ આ થઈ શકે એમ છે, એ બે સ્થિતિના વિષમાંથી ઉદ્ભવતા આ તે કેવળ માસને જ અનુભવવા પડે છે. માણસ જીવનના નિયમ, પ્રગતિના સિદ્ધાંત ખાળવા મથે છે, એ રીતે એ બીજાં પ્રાણીઓથી જુદા પડે છે.
આપણા પાતામાં આપણે પરિવર્તન કરીશું તે જ આપણે વિશ્વમાં પરિવર્તન કરવાના છીએ, આત્મસુધારણા એ જ સાચી સુધારણા છે, એ વચન સાચુ' છે. --સર સર્વપલ્લી રાધાકૃષ્ણન