Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિચારપ્રવાહો અને વિશ્વ પરિવર્તન
લેખક –નાનાલાલ ખીમચંદ દોશી, બી, કેમ. “Liberty of thought, speech and action” આ થડા શબ્દોમાં વિશાળ જગતની સધળીએ પ્રવૃત્તિનું લક્ષ્યબિન્દુ કેન્દ્રિત થાય છે. રાષ્ટ્રીય અગર આંતરરાષ્ટ્રીય પુનર્ધટનાની વિચારણા કરનાર, પછી તે રાજપુરૂષો હોય કે અનિષ્ણતિ હેય પરંતુ તે સર્વ વિચારણા પાછળ સ્વતંત્ર વિચાર, વાણું અને કર્તવ્યનું સ્વાતંત્ર્ય નહીં હોય, તે તે કોઈને નહીં ખપે. કારણ કે, આ જીવન-મંત્રની પાછળ કેટલીએ શાણિત સરિતાઓ વહી છે, આમબળિદાન અપાયાં છે.
જગતની મહા વ્યક્તિઓ આપણને કહે છે કે “તમારા મગજનાં દ્વાર ખુલ્લાં રાખો” અને જગત આટલું સમજે તે પૃથ્વી પર આજે પ્રલયકાળનાં મેજો રૂપી ઝંઝાવાત વાઈ રહ્યો છે તે ભસ્મીભૂત થતાં કશીએ વાર લાગે ખરી ? પરંતુ બને છે એ કે કોઈ રાજકીય કહે કે ધાર્મિક કહે તેવા જીવનનાં વિધ વિધ કાર્યોમાં આપણે વહેંચાઈએ છીએ, ત્યાર પછી આપણે આપણા જ કક્કો સાચે તેવું મમત્વ છેડી શક્તા નથી. જે શુભ કામ માટે આગળ આત્મબેગ આપ્યો હોય છે તે આપણે વીસરી જઇએ છીએ; જગત એક પ્રવાહની જેમ હંમેશ આગળ વધતું દેવું જોઈએ તે આપણાથી ભૂલી જવાય છે અને તેને ઠેકાણે આપણું માનસ અને જીવનકાર્ય એક વર્તુળમાં જ આપણે હોમી દઈએ છીએ અને આમ વાડાઓથી, સમૂહગત લાઈનદોરીથી અને માન્યતાઓની શૃંખલામાં સપડાઈને આપણે આપણા જ ભાઈઓને, આપણા જેવા જ પવિત્ર માનવદેને છૂણ દૃષ્ટિથી, ભેદભાવથી જોઈએ છીએ. સેંકડે કે હજાર વર્ષ પહેલાંના કથનમાં ફેરફાર ન થઈ શકે તેવાં કથનથી સ્થિત થઈ જઈએ છીએ. વિશ્વના હિતેચ્છકને આ નિહાળતાં કે માનસિક ઉપદ્રવ ઉપજ હશે ! વિચારપ્રવાહની કુંઠિત દશાથી પ્રગતિ કેટલી રંધાતી હશે !
એક વસ્તુને તે આજે કાઈપણ સ્વીકાર કરે છે કે વિશ્વમાં ત્રણ વર્ગ પાડી શકીએ તેવી વિચારશ્રેણી ધરાવનાર માનવસમૂહ તરી આવે છે, તે સૃષ્ટિજૂનાં છે, તેઓ વચ્ચે ઘર્ષણ થાય છે, સમાધાન થાય છે. આ બધું આજે ચાલ્યું આવે છે, પરંતુ આ મતભેદ ઘટ્ટ થઈ ઝેરનાં બી વાવે તેવું કાઈ ન ઈચછે. જગતની સંસ્કૃતિ આ વિચારશ્રેણની મર્યાદા સૂચવે છે, અવગણના નહીં. પરંતુ આ ત્રણ વિચાશ્રેણી કઈ?
એક તે ચાલુ દુનિયાથી આગળ ચાલ્યા જતો તે ઉદ્દામ વિચાર ધરાવનાર વર્ગ, બીજો વર્ગ દુનિયાની પાછળ ખેંચાત આવે છે તે રૂઢિચુસ્ત અને સનાતની, જ્યારે આ બેમાં મેળ સાધે તેવો વર્ગ છે, તે વિનીત નામે સંબોધાય છે. ઉદ્દામ વાદીઓ જયારે ફેરફાર લાવે છે ત્યારે તેમને આપણે ક્રાંતિ Revolution કહીએ છીએ. જ્યારે વિનીતના હાથમાં લગામ હોય છે, ત્યારે દુનિયા Evolution ક્રમિકગતિથી આગળ વધે છે. આ ત્રણે વિચારણું ગતના દરેક પ્રવૃત્તિક્ષેત્રમાં હોય છે અને તેમની વચ્ચે ખેંચતાણ-Tug of war ચાલ્યા કરે છે, આ કથા જ એક મનુષ્યજાતિને ઈતિહાસ રચે છે, અનુભવપિથીનાં પાનાં ભરે છે.
પરંતુ જેમ જળધોધ સ્થળમર્યાદા સાચવતા નથી, તેમ જ્યારે વિચારનાં મેજાએ ઉગ્ર સ્વરૂપ લે છે, ત્યારે આખીએ સમાજરચનાને અને માનવજાતને હચમચાવી નાખે છે, કઈવાર પાયામાંથી તેને નિર્મળ કરે છે. ગઈ સદીમાં મૅચ પ્રજાએ શરૂ કરેલ (વલ્લેઅર અને રૂછે પ્રેરિત) ક્રાંતિ અને ગત મહાયુદ્ધ બાદની રશિયન સંસ્કૃતિ (કાર્લ માકર્સ પ્રેરિત) આ સંબંધમાં જવલંત દ્રષ્ટાંત છે. આપણે દૂર ન