Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦૮
નાનાલાલ ખીમચંદ રાશી (અ. છે.હાલય૨તસ્મા] માંડી છે “ન્યાયી વહેચણી” કરવાનાં સૂત્રો પાછાં વર્તમાનપાને પાને ચડવા માંડ્યાં છે એટલે કઈ નહીં તે થોડે અંશે પણ “પ્રજામત' રૂપી sanctions મળતાં આપણે ઉપર કહેલાં ઉદેશ કલિત થવાની સંભવિતતા સેવીએ. અલબત્ત આપણે સૌએ આપણા વ્યકિતગત પ્રયાસેથી અને શુદ્ધ વિચાર સેવનથી આપણે હાને ફાળો તેમાં આપવાનો રહે છે તે ન જ ભૂલાવું જોઈએ.
અને અંતે પુનક્તિ દેષ કરીને પણ કહું તે આ શા માટે? એને એક જ જવાબ છે કે “For Liberty of thought, speech and action.” જે માનવજાતની સ્વાધીનતા માટેનું જન્મસ્થાન છે.
આજકાલ સ્વતંત્રતા અને બંધન એ બન્ને શબ્દો જુદી જુદી પરિસ્થિતિમાં અને જુદા જુદા સંદર્ભમાં ગમે તેમ વપરાતા આપણે સાંભળીએ છીએ. ઘણાખરા માણસે પિતાને અણગમતી રિથતિને બંધન અને ગમતી સ્થિતિને સ્વતંત્રતા માની બેસે છે. પણ વ્યક્તિગત વાતને કેરાણે મૂકી સ્વતંત્રતા અને બંધનના સાચા અર્થને વિચાર કરવાની ખૂબ જરૂર છે,
દરેક શબ્દના બે અર્થ થાય છે; એક નિરપક્ષ અને બીજે સાપેક્ષ. સાપેક્ષ અર્થને અનુબંધ (Correlative) ની જરૂર રહે છે. સાપેક્ષ સ્વતંત્રતાની એક વ્યાખ્યા એવી બાંધી શકાય કે મારા વિકાસની સાધનાની આડે બીજ ન આવે અને બીજાના વિકાસની સાધનાની આડે હું ન આવું. આ વ્યાખ્યના પહેલા ભાગમાં જ સમગ્ર અર્થ સમાઈ ગયેલે આપણે માનીએ છીએ અને બીજા ભાગની અવગણના કરીએ છીએ. આથી બુદ્ધિમ પેદા થાય છે અને સ્વાથી માન્યતાઓને સ્વતંત્રતાને નામે પદ મળો છે.
સાપક અર્થની રીતે જોતાં બંધન અને સ્વતંત્રતા બન્ને પરસ્પર વિરોધી શબ્દ છે એ માન્યતા ભૂલભરેલી છે. કોઈપણ પ્રકારના બંધન વિના સાચી સ્વતંત્રતા સંભવતી જ નથી, કારણ કે આપણા વિકાસની આડે કેઈ ન આવે એ સૂત્ર આચારમાં મૂકી શકાય, તો પણ બીજાના વિકાસની આડે આપણે ન આવીએ એ સૂત્ર તે કોઈ પણ બંધન સ્વીકાર્યા વિના આચારમાં ન મૂકી શકાય. પણ અહીં જે બંધન હોય છે તેના પ્રકાર કેવો છે એ જ અતિ મહત્વને પ્રશ્ન છે. તેમાં બે ગુણ તે હોવા જ જોઇએઃ (૧) દરેક બંધન વિકાસના પગથિયારપ છે, એટલે આપણે ત્યાં જ થોભી જવાનું નથી. એને વટાવી નિરપેક્ષ સ્વતંત્રતાના ધ્યેયને પહોંચી શકાય એવા ગુણ તેમાં હોવા જોઇએ. (૨) દેશ, કાળ, ધર્મને અનુસરી સાધકના એયને અર્થે જ એ બંધન હોય. આચાર્ય ક્રિપલાણ