Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પરમાનંદ કુંવરજી કાપડીઆ
મા છે જિવાય
આખી જનતા એક સળંગ વ્યક્તિત્વ ધરાવતી સંસ્થા છે. એક જીવન્ત વિરાટ શરીર છે અને તે આખામાં એક સર્વસાધારણ ચેતના વ્યાપેલી છે. તે સદા પરિવર્તનશીલ અને પ્રગતિશીલ છે. એક માનવીના જીવનની માફક જુદી જુદી કાળકાટિ દરમિયાન તે વિરાટ શરીરમાં ચોક્કસ એકસ પ્રકારનાં વળ ઉદ્દભવ પામે છે, માનવજાતિના વિકાસમાં ચોક્કસ ભાગ ભજવે છે અને નિયત ભાગ સિદ્ધ થતાં તે વળણ ધીમે ધીમે શીખી જાય છે અને વિકાસક્રમની કેટિને સહાયક નવાં વળો પાછાં જન્મ પામે છે.
યુદ્ધ પણ આવું જ એક સમગ્ર માનવજાતિના માનસમાં વ્યાપી રહેલું પ્રકૃતિગત વળણ છે. યુદ્ધ માનવજાતિના બંધારણમાં રહેલી એક પ્રકારની સંજ્ઞા (Instinct) છે. પણ યુદ્ધ સંજ્ઞા છે એટલા કારણે તે સારી છે અથવા તે પ્રગતિ તરફ લઈ જનારી છે એમ ન જ કહી શકાય. પતંગિયું દીવાની ઝાળમાં સ્વભાવગત સંસાથી પ્રેરાઈને જ પડે છે. પણ એ સ્વભાવગત સંશા તેના વિનાશનું નિમિત્ત બને છે અને તેથી જ તે સંજ્ઞા તેના માટે વિપથગામિની બને છે. જ્યાં સુધી સૂર્ય એક જ જગતને ગરમી અને પ્રકાશ આપનાર ગેળા હતા અને અન્ય પ્રકારના અગ્નિને પરિચય જીવન્ત સૃષ્ટિને નહેતા થયે ત્યાં સુધી એ સંજ્ઞા પતંગિયા માટે પ્રાણદાયિની અને કલ્યાણકારિણી હતી, પણ ત્યાર પછી તો અનિનો ઉપગ શરૂ થશે અને રાત્રિના વખતે ઘરઘરમાં દીવાઓ પટાયા. આમ છતાં પતંગિયા
ને દીવાઓના અસ્તિત્વ સાથે પિતામાં રહેલી પ્રકાશ તરફ સદા ખેચાતા રહેવાની સંજ્ઞાને અનુકૂળ કેમ બનાવવી તે કદી ન સૂઝયું આસપાસની પરિસ્થિતિ પલટાણું અને વિકસી, પણ પતંગિયાની સંજ્ઞા મૂળ સ્વરૂપમાં જ કાયમ રહી. પરિણામે એજ પ્રાણદાયિની સંજ્ઞા આજે તેના વિનાશનું જ નિમિત્ત બની રહી છે. એ આપણે જરૂર કબુલ કરવું જોઈએ કે જ્યારે કઈ પણ અવનિમાં અમુક પ્રકારની ચેકસ સત્તાને જન્મ થાય છે, ત્યારે તે તે સંજ્ઞાની તેના જીવનવિકાસ અર્થે ચેસ ઉપયોગિતા. હોય જ છે. લડવાની વૃત્તિ વિષે પણ આ જ અનુમાન બરાબર હવા સંભવ છે, પણ તે ઉપરથી આપણે એમ ન જ કહી શકીએ કે આમ પરસ્પર લડવાની વૃત્તિ આજે પણ માનવીને ઉપયોગી છે. સંજ્ઞા, વૃત્તિ, પ્રકૃતિમાં ઉભી થયેલી ખાસિયત ભારે ચીકણી હોય છે અને જે સંગોએ તેને ઉત્પન્ન કરી હોય તે સર્વ સંયોગો બદલાઈ જાય તે પણ તે સંજ્ઞા, વૃત્તિ કે ખાસિયત એના એજ સ્વરૂપે જીવતી અને જાગતી રહે છે. દાખલા તરીકે શિયાળ તેની વિષ્ટા ઉપરથી તેને કઈ શોધી ન કાઢે તે હેતુથી પ્રેરાઈને પિતે કરેલા વિષ્ટાને હમેશાં ધુળથી ઢાંકી દે છે. આ તેની એક ખાસિયત છે. કુતરા શિયાળની જાતિમાંનું જ પ્રાણું છે. ફરક એટલે કે શિયાળ જંગલમાં રહે છે, કુતરે માનવીઓના વસવાટમાં જ વસે છે. આમ છતાં પણ તેની પ્રકૃતિગત ખાસિયત અનુસાર કુતરે પણ જ્યારે જ્યારે વિઝા કરે છે ત્યારે ત્યારે જમીન ખોદીને તેને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. કુતરાની બાબતમાં એ અભ્યાસ અર્થ વિનાને-હેતુ વિનાને-હોય છે. સંગ બદલાય તે મુજબ પિતાનાં પ્રાકૃતિક વળશે નહિ બદલવાના કારણે નીચેની કટિની અનેક જીવનિઓ આજે લુપ્ત થઈ ગઈ છે. માણસજાતિ પણ શું પિતાને સદીએથી વારસામાં મળેલાં વળણ બદલવાની ઈચ્છાશક્તિના અભાવે આત્મવિનાશને નોતરશે ? તે પિતાનાં વળણે બદલી શકે છે-જે ઈચછે અને નિશ્ચય કરે તે જરૂર ફેરવી શકે છે. માત્ર માણસજાતમાં જ ઈચ્છાશક્તિ રહેલી છે અને તેથી જ તે હંમેશાં ભૂલને પાત્ર રહેલ છે. પણ આ ભૂલ કરવાની શક્યતારૂપી શ્રાપ માણસજાતની સ્વાધીનતા-સ્વતંત્રતાનું જ પરિણામ છે અને તેમાંથી જ પ્રત્યેક માનવીને પ્રાપ્ત થયેલી શિખવાની, સુધરવાની અને પિતાની આખી જાતનું પરિવર્તન કરવાની કલ્યાણકારી શક્તિને જન્મ થાય છે.
લડવાની વૃત્તિ માનવીમાનસની વિકૃતિ છે, તે કઈ તેની ખાસ વિશેષતા નથી. માણસને નહેર નથી, પંજા નથી, શીંગડાં નથી. ખરી નથી. આ રીતે માણસ પિતાનું રક્ષણ કરવા માટે સર્વ પ્રાણીઓથી