Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૫૪
હર્ષદરાય સાઈ
[મ છે, વધાાય તમાર]
મુસલમાના પહેલાં જે જે વિદેશી જાતિઓ હિંદમાં આવી, તેમના સૌના યથાયોગ્ય સમન્વય ભારતીય હિંદુ સમાજે કરી લીધેલા ઢાવાથી આજે મૂળ બ્રાહ્મણ ક્રાણુ, ક્ષત્રિય કાણુ, આર્યે ક્રાણુ, વિડ કાણુ, હુણ, શક કે યવન કાણુ એ કહેવું અસંવિત છે. એ રીતે રાટી અને એટી વ્યવહારમાં ક્રાઈ પણ રીતના અંતરાય કે સંકેાથ ન હતા, અને તેથી જ આપણા પ્રાચીન સમાજ એક જાગતા જીવતા અને કર્મપ્રધાન સમાજ રહી શકયા હતા. પરંતુ મુસલમાનાના આક્રમણ સમયે આપણી કલાના ક્ષય થતા હતા, એટલે કાઈ વિચક્ષણ અને દી દર્શી પુરુષ, આક્રમણ કરનાર પ્રજા સાથે સમગ્ર સમાજ વિલીન ન થાય એ ઉદ્દેશથી સમાજ તે નાના નાના સ્વરૂપમાં વહેંચી નાખ્યા હશે.
પરંતુ હવે એ સમય ગયા છે. અને ભારતીય હિંદુસમાજ સ્વસ્થ અને જાગ્રત બની આત્મવાન થવા પ્રેરાયા છે, એટલે આશા પડે છે કે પરસ્પરનાં વિરોધી તત્વાને શમાવી એક અને અવિભક્ત દેહધારી હિંદુસમાજ એમાંથી સત્વર ઉપસ્થિત થશે.
મનુષ્યજાતિએ જીવન સંસ્કારી બનાવવાના અનેક અખતરા કર્યાં છે અને હયે કરે છે. હવે આખી મનુષ્યનતિના વિચાર કરી બધે ફેલાયેલી બુદ્ધિના નાશ પ્રથમ કરવા જોઈએ, જીવનમાં અધતન શાસ્ત્રીયતા આણવી જોઈએ, માર્મિક સંવરણ સાધી સર્વે ધર્માંના સમન્વય સિદ્ધ કરવા એઈએ. તમામ રાજકીય હાડમારી દૂર કરી કેળવણીને એને ખાદ સામાજિક વ્યવસ્થા અને ઈષ્ટતમ આર્થિક સંધઠન સાધવાં જોઈએ. અને સર્વોચ્ચ સંસ્કારિતા કાયદાના કે વિવેકના ગેરે ન ચલાવતાં લાઠાના જીવનમાં જ એ સ્વાભાવિક થાય એમ કરવું એઈ એ,
તેમ કરતાં અગ્રેસર તેમ જ પછાત અધા જ સમાનના કૌટુમ્બિક ગાયથી વિચાર થવા જોઈએ એટલું જ નહિ પણ ગાય, શ્વેતા, ઊંટ, બકરાં, ઘેટાં, મધમાખા અને પક્ષીઓ આદિ આપણાં ભાંડુઓને પણ સમભાવપૂર્વક એમાં વિચાર થવા નેઈ એ. અને અંતે શૈલી સંપતના વિકાસને જેરે માસમાંથી અહિંસાપરાયણ દેવોની સૃષ્ટિ થવી જોઈ એ,
આ બધું સિદ્ધ કરવા માટે પ્રથમ એક સમગ્ર આદર્શનું ધ્યાન ધરવું જોઈએ, એની સાથે એને માટે ઉગ્ર સાધના સાધવી ોઈએ. જ્ઞાનપ્રચાર અને સેવા દ્વારા એની ઝાંખી અખિલ માનવસમાજને રાથવી તેઈ એ. અને સર્વોચ્ચ આદઈને વ્યવહારમાં આણવાનું જે એકમાત્ર સાધન ગણાય એ અભિદાન માટે મેક ોએ તૈયાર થવું જોઈએ, - હોકાર