Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રાચીન સમાજવ્યવસ્થા-એક દષ્ટિ
લેખકઃ હર્ષદરાય દેસાઈ ભિન્નભિન્ન સ્મૃતિમાં જે સમાજને અનુલક્ષીને એની વ્યવસ્થા અને આદર્શોનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે, તે પ્રાચીન કાળના સમાજના મુખ્ય અંગે જેવા કે ચાર વર્ણ, ચાર આશ્રમે, ગૃહમાં ગૃહિણીની સર્વોપરિ સત્તા વગેરે સુપરિચિત છે.
પરંતુ રાજકીય ઉથલપાથલનું પ્રમાણ તે કાળે વિશેષ હોવા છતાં તેમજ વર્ણપરિવર્તનનાં વિરલા દષ્ટાંતિ બાજુએ મૂકતાં એટલું તે સ્પષ્ટ જણાઈ આવે છે કે સમસ્ત ભારતીય સમાજ, ત્યારે એક અવિભક્ત ને સુસંગઠિત હતું. જો કે જન્મથી વર્ણનિર્ણય કરવાની પ્રથા તે આર્યોએ આ દેશમાં કાયમી વસવાટ કર્યો તે અગાઉ સેંકડો વર્ષોથી પ્રચલિત હશે, નહીં, તો બ્રાહ્મણ જન્મથી નહીં, પણ કર્મથી ગણો જોઈએ, એ પ્રકારનું વિધાન બુદ્ધ ભગવાનને કરવાની આવશ્યકતા ન રહેત. વળી, મનુસ્મૃતિ તે એ વસ્તુ પર ભાર મૂકવા ઉપરાંત સધ્યાવન્દનાદિ નિત્યકર્મ ન કરનાર બ્રાહ્મણને શકવત દિજકર્મથી બહિષ્કૃત કરવાની પણ આજ્ઞા આપે છે.
એ ચારે વર્ષોમાં, બ્રાહ્મણને અધિકાર કે પ્રભુત્વ જેમ વિશેષ હતું, તેમ એની શિક્ષાની કઠિનતા પણ કપરી હતી. મનુસ્મૃતિમાંથી જીવહત્યા માટે બ્રાહ્મણને દેશવટે આપવાનો ઉલ્લેખ મળી આવે છે. એ સિવાય બ્રાહ્મણનું સ્થાન સર્વોચ્ચ હતું. પિતાના વર્ણ ઉપરાંત બીજા વર્ણની કન્યા સાથે એ લમ કરી શકતો. યુદ્ધ કરવું અને યુદ્ધનું આહ્વાન ઝીલવું એ ક્ષત્રિયને પરમ ધર્મ હતા. દાસવની પ્રથા પણ ત્યારે પ્રચલિત હતી અને દાસ નાસી ન જાય એ માટે વિવિધ ઉપાસે જવામાં આવતા. ચંડાળ જેવી હલકી કમને પણ એક પાંચમે વર્ણ ગણાતા અને એમના કેવળ સ્પર્શને જ નહીં પણ દર્શનને પાપ ગણવામાં આવતું (સુનિપાત–માતંગની કથા). એ પાંચમા વર્ણ સીવાય બીજા ચારે વર્ષોમાં અસ્પૃશ્યતા કે ખાવાપીવા સંબંધી જરા પણ ભેદ કે સોચ રાખવામાં આવતું નહીં. એક ઋષિએ મહાવતનું અજીઠું અન્ન ખાધાની હકીકત છ પનિષદુમાંથી મળી આવે છે અને ઉપરના વિધાનને પુષ્ટિ આપે છે.
વાનપ્રસ્થ અને સંન્યસ્થાશ્રમને મુકાબલે બ્રહ્મચર્ય અને ગૃહસ્થાશ્રમનું પરિપાલન વિશેષ કાળજીથી અને વિધિપુર સર કરવામાં આવતું. માત્ર ભિક્ષાથી જ ઉદરનિર્વાહ કરીને અલમસ્ત થઈ ફરતા મુંડકાઓનું, જટાધારીઓનું, નાગડાઓનું અને અખંડ ધુણી ધખતા બાવાઓનું જે વર્ણન બૌદ્ધગ્રંથમાંથી મળી આવે છે. તે ઉપરથી સમજાય છે કે તે સમયે દેશની આર્થિક સ્થિતિ ઘણી જ સારી હશે અને લોક વિશેષ ઉદારવૃત્તિવાળા હશે. સાથે સાથે એ પણ સંભવિત છે કે કોઈ પણ પ્રકારના ભેદભાવરહિત સર્વ સંપ્રદાયના ભિક્ષુ પરિવ્રાજકેનું એ રીતે પરિપાલન કરવામાં કદાચ અમુક પ્રકારની ભીતિનું પણ કારણ હેય.
સામાન્ય રીતે, કેળવણીને વિકાસ ત્યારે સા હતા અને કવિયત્રીઓની પણ સંખ્યા ઠીકઠીક હતી. છતાં તે સમયનાં નાટકોમાં પુરુષપાત્રને માટે વપરાયેલી સંસ્કૃત ભાષા અને સ્ત્રીપાત્રોને માટે વપરાયેલી પ્રાકૃત ભાષા પરથી સામુદાયિક સ્ત્રીકેળવણીનું પ્રમાણ ઓછું હશે એમ માનવાને કારણે મળે છે.