Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આપણું ધ્યેય—સુખ, શાંતિ, આનંદ
3. અમીચંદ છગનલાલ શાહ, એમ. બી. બી. એસ. આ વસ્તુઓ પ્રાપ્ત કરવાની દરેકને ઇચ્છા સ્વાભાવિક હોય છે, પણ ઘણી વખત આપણા આચાર, વિચાર, વર્તણુક અને કરણી એવાં હોય છે કે એ વસ્તુઓ આપણાથી દૂર જાય, છતાં આપણે તે તેની ઈરછા જ રાખ્યા કરીએ છીએ. માટે જે ભાઈ અગર બહેનની ઈચ્છા સુખ, શાંતિ અને આનંદ અનુભવવાની હોય, તેઓએ તે વસ્તુ મેળવવાને સારુ ધ્યાનપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. આપણું ધ્યેય હેય ઉત્તરમાં અને આપણે દક્ષિણ તરફ ચાલ્યાજ કરીએ, તે આપણે આપણા ધ્યેયથી દૂર અને દૂર જતા જઈએ. માટે ધ્યેયની પ્રાપ્તિ ઈચ્છનાર દરેક વ્યક્તિએ વિચારપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ અને પછી તે પ્રમાણે વર્તવાને નિશ્ચય કરી વર્તવાનું શરૂ કરી દેવું જોઈએ.
કેટલાક લેકે હાલની દુનિયાને અને ખાસ કરીને આપણા દેશ જે સ્થિતિમાં મુકાયેલો છે, તેને જ બધા દુઃખનું કારણ માની વખતો વખત નાસીપાસીના ઉદ્દગારે કાઢી, ઠંડા થઈને બેસી રહે છે અને જીવનમાંના ઘણાખરા આનંદને નષ્ટ કરી, માત્ર માખીઓ જેમ ફલ્લાને શોધતો ફરે છે, તેમ પિતાને શું આપદા છે, શું દુઃખ છે, શું, શું, દુઃખ આવવાનો સંભવ છે અને તે દુખોનું શું પરિણામ આવશે, એવા નિરાશાજનક વિચારભ્રમણમાં પડી પિતાના કલ્પેલા દુઃખના ડુંગરમાં પિતે દટાઈ જાય છે અને એક કચડાતે માણસ જેમ નીસાસા નાખી પિતાનું જીવન વ્યતીત કરે છે, તેમ હરહમેશ પિતાને દુઃખી માની સુંદર, આનંદમય અને આત્માને વિકાસ કરવાને સરજાયેલા જીવનને એક સુંદર અને મધુર બગીચાની મુસાફરી ગણવાને બદલે રમશાનયાત્રા બનાવી દે છે અને પિતાના દુખોની કલ્પનાના વમળમાં અટવાયા કરે છે. ભવિષ્યમાં શું શું સુખ, આનંદ અને શાંતિ મળવાનાં છે, મળશે, તેને કેવી રીતે ઝીલશું અને કેટલે આનંદ મેળવીશું તેને વિચાર ભાગ્યે જ કરે છે; આમ સુખના હવાઈ કિલ્લા બાંધવાને બદલે દુઃખના હવાઈ ભોયરા ખેરવા માંડે છે, અને તે ભોંયરામાં પિતાને કેદ પકડાયેલા ગણે છે. એટલે એવા માણસનું દુઃખ, ખરું હોવા કરતાં હજારગણું માનસિક હોય છે. અને મને બળ દબાએલું હોવાથી, જે સેજસાજ દુખ હોય છે, તે દશગણું લાગે છે, એટલું જ નહીં, પણ તે દૂર કરવાને માટે, જે પ્રયત્ન કરવા જોઈએ, તે પણ એટલા શિથિલ અને નહીં જેવા હોય છે, કે તેનાથી દુખ તું નથી. દુખ એ મનની સ્થિતિ છે. આનંદી માણસે ગમે તેવા દુઃખના સમયમાં પણ મનની શાંતિ ગુમાવતા નથી અને દ્રઢતાપૂર્વક પ્રયત્ન કરવાથી ઘણું મોટું મનાતું દુઃખ પણ ઘણા થોડા વખતમાં નહીં જેવું
ની જાય છે, અને અણધારેલા ઠેકાણેથી મદદ મળે છે. અને તે જ દુખ મેટા સુખના સાધનમાં ફેરવાઈ જાય છે. એ બધે આધાર મન ઉપર છે. હવે અત્રે સહેજ પ્રશ્ન થશે કે, એ મનનું શું કરવું?
આ સંસારમાં ઘણાં દુઃખ આપણાં કર્તવ્યનાં અને વગર વિચાર્યું કરેલાં આપણું આચરણનાં ફળપે હોય છે, એટલે હવે આપણે આપણા આચાર અને વિચાર એવા રાખવા કે જેથી દુઃખ આપણાથી દૂર જાય અને સુખના ધોધ આપણા તરફ વહ્યું જાય. જે આટલું કરવાથી દુખ જતું હોય અને સુખ આવતું હોય, તે ઘણા માણસો તે કરવા તત્પર થાય એમ લાગે, પણ વાત જ એ છે કે ઘણા માણસે તેમ કરવાને તૈયાર નથી અને તેમ કરતા નથી. આપણે આપણા દરેક આચાર, વિચાર તથા કર્તવ્ય એટલા વિવેકપૂર્વક અને તેનાં પરિણામને પૂર્ણ વિચાર કરીને કરવાં કે જેથી દુઃખ આવી શકે જ નહીં,
૫૫