Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra Author(s): Upendrarai Jaychand Sandesara Publisher: Bhogilal Jaychand Sandesara View full book textPage 9
________________ થવાનો સંભવ ન રહે. એને પરિણામે નવી રચના વ્યાપક ધાર્મિક–ધારણ કરનાર, (પાલન કરનાર) –ાના ચિરંતન સંપર્કને પરિણામે વધુ સ્વસ્થ, કાર્યક્ષમ, દઢ અને સમાજહિતકારી બને. આ હેતુ નજર સમક્ષ રાખીને આ નાનો ગ્રંથ તૈયાર કરેલ છે. મારી ભત્રીજી બહેન હસુમતીર ગઈ સાલ દાઝી જવાથી, અચાનક માત્ર ૧૮ વર્ષની ઉમરે પરલોકવાસી થઈ. એને તરુણવયે થયેલો સ્વર્ગવાસ સર્વ કુટુંબીજનોને અતિ આકરો લાગ્યો. સાથે એનો અપ્રતિમ લાગતી તિતિક્ષા અને ઔદાર્યયુક્ત કરુણાના નિર્મલ ગુણોને નિવાપાંજલિ આપવા માટે ચિત્ત તલસી રહ્યું. આ અરસામાં મોટાભાઈએ કરેલે ‘ઉત્તરાધ્યયન સૂત્રને અનુવાદ પ્રસિદ્ધ થયો હતો. બીજી બાજુ હું છેલ્લાં કેટલાંક વર્ષોથી “મહાભારત'નું વાચન-મનન કરું છું તે લક્ષ્યમાં રાખીને એક નિકટના સંબંધીએ સૂચવ્યું કે ઉ. અને મ.ભા. માં આવતા સમાન વિચારે કેંદ્રથ રાખીને એક “રવાધ્યાય' તૈયાર કરવો. મને એ વિચાર ગમ્યો, કારણ કે સદુગતને એ યોગ્ય શ્રાદ્ધાંજલિ થાય એમ લાગ્યું. સદ્દગત બહેન હસુમતી એના ગુણોથી શાંતિમાં છે, પણ આ ગ્રંથ દ્વારા અમને શાંતિ મળ્યા કરશે. આ ગ્રંથમાં આપેલા સંસ્કૃત અને પાલિ શ્લોકને અનુવાદ મારા પ્રિય મુરબ્બી મટાભાઈ. ભોગીલાલ જે. સાંડેસરા જોઈ અને તપાસી થયા છે. અને અર્ધમાગધી શ્વેકેને અનુવાદ તે એમણે જ કરી આપેલ છે. તદુપરત આખું પુસ્તક એમણે નજર તળે કાઢેલું છે એની સપ્રેમ નોંધ ન લઉં તે એગ્ય ન ગણાય પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ અને પ્રો. જિતેન્દ્ર જેટલીને પણ અગત્યની માહિતી તથા સૂચને માટે આભાર માનું છું. ઉપેન્દ્રરાય જ સાંડેસરા ૨. ડે. ભોગીલાલ સડેસરાની મોટી પુત્રી, સં. ૨૦૦૮ ના ફાગણ વદ ૮ ને બુધવાર, તા. ૧૬-૩–૫ર ના રોજ અવસાન પામી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 114