Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara

View full book text
Previous | Next

Page 8
________________ મતલબ કે અનેક પ્રવૃત્તિઓની જેમ ગુણગ્રાહકતાની પ્રવૃત્તિ સતત કાર્યશીલ રહીને ચાલ્યા કરી છે. તેથી મૂળભૂત રીતે “ આ શ્રી કેાની' એ કહેવું અતિ મુશ્કેલ છે. એટલું કહી શકાય કે સર્વ મનુષ્યની આ સહિયારી શ્રી છે, જે વારસદારો વધે તેમ વધ્યા કરે છે. આ પુસ્તકમાં એ સહિયારો શ્રીના એક નાના અંશને જોવાનો પ્રયત્ન છે. મહર્ષિ વેદવ્યાસ પ્રણત કાવ્ય-ઇતિહાસ “મહાભારત' અને તીર્થકર મહાવીર સ્વામીની અંતિમ દેશનાના ગ્રંથ “ઉત્તરાધ્યયન સૂવ'માંથી મળી શકેલા સરખા વિચારો દર્શાવતા શ્લોકનો આમાં સ્વાધ્યાય સહિત સંગ્રહ કરે છે. બંને અનુગમાં જે મૂળભૂત એકતા છે તેને દાર્શનિક બાબત સાથે મેળવ્યા વિના એના અલ્પ રેખાંકનને આ પ્રયત્ન છે. જો કે આ ગ્રંથમાં કાઈ બૌદ્ધ આગમમાંથી પદ્ધતિસર, સરખા વિચારો દર્શાવતા કે કે ગાથાઓ વ્યવસ્થિત કરીને મૂકવામાં નથી આવ્યાં, પરંતુ એ મહાન અનુગામમાંથી મળેલા કેટલાક એક બીજાના પૂરક બને તેવા વિચારોને અને કથાઓને “સ્વાધ્યાય'માં સ્થાન આપ્યું છે. “જનકરાજ'ના સ્વાધ્યાય-લેખમાં મૂકેલી પાલિ “જાતક માં મળતી કથાઓ મુકાબલે જૈન કે વૈદિક (મ.ભા. માં આવતી) કથાઓ કરતાં વધુ કલાયુક્ત હવા સાથે બૌદ્ધ, જૈન અને બ્રાહ્મણ એ ત્રણેની મૂળભૂત એકવાકયતા પણ બતાવે છે. એ જ પ્રમાણે “ધમ્મ પદ'ની કેટલીક ગાથાઓ મ.ભા. અને “ઉત્તરાધ્યયનના છે. સાથે ખૂબ મળતી આવે છે, એ અને બીજી આનુષગિક માહિતી નોંધી છે. વળી હાલ જ્યારે નૂતન સમાજરચના તૈયાર થઈ રહી છે ત્યારે જાની રચનામાં રહેલાં સનાતન, સ્વાધ્યદાયી તો એમની મૂળભૂત એકવાકયતા સહિત જોવામાં આવે તે, આધુનિક કાળમાં ઉત્પન્ન થતાં કેટલાંક ઘર્ષણ ઓછાં થાય, તથા પ્રાચીન કાળમાં થયેલાં ઘણે જેવાં ઘર્ષણ ફરીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 114