________________
રાગ અને વિરાગ
દ્વારિકા નગરીમાં આજે આનંદમંગળ પ્રવર્તી રહ્યાં છે. ઘેર ઘેર તોરણ અને આંગણે આંગળે રંગોળીઓ પૂરવામાં આવી છે. જળ-છંટકાવથી શીતળ બનેલા રાજમાર્ગો ધજા-પતાકાઓથી શોભી રહ્યા છે.
યૌવનમાં જ ત્યાગ, વૈરાગ્ય અને સંયમની હઠ લઈ બેઠેલા નૈમિકુમારને માતાની મમતા, શ્રીકૃષ્ણની યુક્તિ, સ્વજનોના આગ્રહ અને ભાભીઓના વિનોદ-કટાક્ષોએ કંઈક કૂણા બનાવ્યા; અને એમણે
લગ્નની હા પાડી.
ઉગ્રસેન રાજાની .રૂપ-લાવણ્યવતી પુત્રી રાજીમતી સાથે ઘડિયાં લગ્ન લેવાયાં હતાં.
આજે એ લગ્નનો દિવસ છે. આખી નગરી એ લગ્નનો ઉત્સવ માણી રહી છે. સૌને મન ન બનવા ધારેલી વાત બન્યાનો આનંદ છે ! નેમિકુમાર મોટી જાન લઈને પરણવા ચાલ્યા છે. શો વૈભવશાળી એ વરઘોડો અને શી એની શોભા !
નગરીનાં નર-નારીઓ વીથિકાઓ અને રાજમાર્ગો ઉપર મહેરામણની જેમ ઊભરાયાં છે. એમાં બાળકો પણ છે અને વૃદ્ધો પણ છે; અને યૌવન તો જાણે આજે હિલોળે ચડ્યું છે.
રાજમાર્ગોના ઝરૂખાઓમાં ભારે ઠઠ જામી છે. જાણે સૌ કોઈ નેત્ર દ્વારા, રથમાં ઇંદ્રની જેમ વિરાજતા, શ્યામસુંદરનેમિકુમારની પ્રશાંત રૂપસુધાનું પાન કરી રહ્યા છે. કુમારિકાઓ અને નવયૌવનાઓ આંગળી ચીંધી ચીંધીને એકબીજીને નૈમિકુમારનું દર્શન કરાવી રહી છે.
વરઘોડો ધીમે ધેમે આગળ વધી રહ્યો છે.
નગરીના બીજા વિભાગમાં રાજા ઉગ્રસેન અને રાણી ધારિણી આજે આનંદઘેલાં બની ગયાં છે. પોતાની લાડઘેલી પુત્રી રાજીમતી આજે યોગ્ય વરને પામીને સંસારને શોભાવવાની છે. એમનો ધવલિંગિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org