Book Title: Karmn Siddhanta
Author(s): Hirabhai Thakkar
Publisher: Kusum Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ ૧૦. કર્મનો સિદ્ધાંત લાખ કર્મ સંચિત થાય. બીજા જન્મમાં, પાછાં બીજો સાત લાખ કર્મ સંચિત થાય. તે પ્રમાણે અનાદિકાળથી અનેક જન્મનાં અસંખ્ય સંચિત કર્મના ઢગલા, અસંખ્ય કરોડો હિમાલય પર્વત ભરાય તેટલાં સંચિત કર્મોના ઢગલા, જીવની પાછળ જમા થયેલા પડેલા છે. આ તમામ સંચિત કર્મો આ જન્મ, અગર તો હવે પછીના અનંતકાળ સુધીના અનેક જન્મોમાં, ગમે ત્યારે પાકે અને તમે તે કર્મોને ભોગવો, ત્યાર પછી જ તે શાંત થાય, ન ભોગવો ત્યાં સુધી શાંત થાય નહિ. જીવ જે સાવધાનીથી ગંભીરતાપૂર્વક આની કલ્પના કરે તો ધ્રુજી ઊઠે, પરંતુ અવિદ્યાથી ઘેરાયેલો જીવ આની કદાપિ કલ્પના કરતો જ નથી. રાજા દશરથે શ્રવણનો વધ કર્યો ત્યારે તેના વિરહથી મરતાં મરતાં તેનાં માબાપે રાજા દશરથને શાપ દીધો કે તારું મૃત્યુ પણ તારા પુત્રના વિરહથી થશે ! કારણ કે તે વખતે રાજાને તો એક પણ પુત્ર નહોતો. એટલે આ ક્રિયમાણ કર્ણ ફળ આપીને શાંત થઈ શકયું નહિ. પરંતુ તે સંચિત કર્મમાં જમા થયું. કાળે કરીને રાજાને એકને બદલે ચાર પુત્ર થયા; તે મોટા થયા, પરણાવ્યા અને જ્યારે રામના રાજ્યાભિષેકનો દિવસ આવ્યો તે વખતે, પેલું સંચિત કર્મ ફળ આપવા તત્પર થયું અને આવા શુભ દિવસે પણ દશરથ રાજાને મૃત્યુનું ફળ પ્રાપ્ત કરાવીને જ શાંત થયું. તેમાં ઘડીભરનો પણ વિલંબ ચલાવી લેવાયો નહિ. ખુદ ભગવાન રામ પણ તેમના પોતાના પિતાને ઓછામાં ઓછાં ૧૪ વરસ પૂરતું પણ જીવતદાન આપી શક્યા નહિ. (Extension આપ્યું નહિ.) તેમની પણ લાગવગ કે શેહશરમ કાળની આગળ નભી શકી નહિ. જે શુદ્ધ ચૈતન્ય પરાત્પર બ્રહ્મ પોતે સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર પધાર્યા તે રામ, જેમનાં ચરણની રજના સ્પર્શ માત્રથી જે શલ્યાને અહલ્યા બનાવી શકે, – જેની ચરણરજના સ્પર્શ માત્રથી પથ્થરને જીવતદાન મળી શકે, તે પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રીરામ જે પોતાના પિતાનું આયુષ્ય માત્ર ચૌદ વરસ માટે જ લંબાવી આપે - Extension આપે તો તેમાં કોણ વાંધો લેવાનું હતું? અને શું વાંધો પડી જવાનો હતો ? પણ ના, કર્મના કાયદાનું ચુસ્ત પાલન કરવામાં કોઈ લાગવગશાહી ચાલે જ નહિ. એટલે ખુદા કે ઘર અંધેર નહિ હૈ. એટલું જ નહિ પણ દેર ભી નહિ હૈ. તેવો કર્મનો જડબેસલાક કાયદો છે. રાજા ધૃતરાષ્ટ્રના ૧૦૦ પુત્રો એકસામટા મરી ગયા ત્યારે રાજાએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું: મારા જીવનમાં મેં કોઈ એવું પાપ નથી કર્યું કે જેના ફળસ્વરૂપે મારા એકસામટા ૧૦૦ પુત્રો મરી જાય. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેને પાછલા જન્મો જોઈ જવા માટે દૃષ્ટિ આપી ત્યારે તેણે જોયું કે આશરે ૫૦ જન્મ પહેલાં તે એક પારધી હતો અને વૃક્ષ ઉપર બેઠેલાં પક્ષીઓને પકડવા તેણે સળગતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110