________________
કર્મનો સિદ્ધાંત
ઉલેચાય તેવા ગાઢ અંધકારને તાત્કાલિક દૂર કરે છે. છતાં તમે સૂર્યનારાયણને પૂછો કે આપે આવો ગાઢ અંધકાર દૂર કર્યો તે બદલ આપનો આભાર માનીએ તો સૂર્યનારાયણ એમ જ કહે કે મેં અંધકાર દૂર કર્યો જ નથી. પરંતુ મારા અસ્તિત્વ માત્રથી અંધકાર એની મેળે જ સહજ રીતે જ, સ્વાભાવિક રીતે જ, દૂર થઈ ગયો છે. અને જો તેમ ના થાય તો મારા અસ્તિત્વનો કશો અર્થ જ નથી. મારું સૂર્યનારાયણ તરીકેનું નામ જ ભૂંસાઈ જાય. આ કર્મમાં અકર્મ જોવાનો અને અકર્મમાં કર્મ જોવાનો પ્રત્યક્ષ દાખલો છે. ભયંકર, પ્રગાઢ અંધકારને દૂર કરતા હોવા છતાં સૂર્યનારાયણ કાંઈ કરતા નથી અને કાંઈ પણ નહિ કરતા હોવા છતાં તે પ્રગાઢ ભયંકર અંધકારને (ઉદય થતાં જ) તાત્કાલિક દૂર કરે છે.
ભમરડો જ્યારે તેની Highest Velocity ઉપર સંપૂર્ણ રીતે ફરતો હોય છે, ત્યારે આપણે કહીએ છીએ કે ભમરડો ઊંધે છે. આ કર્મમાં અકર્મ જેવાનો દાખલો છે. યંત્રનું પૈડું જોરથી ફરે છે ત્યારે ફરતું નથી પરંતુ સ્થિર ઊભું હોય તેવું દેખાય છે.
પ્રકાશ કરવો અને અંધકાર દૂર કરવો તે સૂર્યનો સહજ સ્વભાવ – સ્વધર્મ છે. કૂકડો પરોઢિયે બોલે છે તે તેનો સહજ ધર્મ છે. તેને માટે તેને કોઈએ માનપત્ર આપ્યું નથી. કિલકિલ કરવું તે પક્ષીનો સહજ ધર્મ છે, બાની યાદ આવવી તે બચ્ચાંનો સહજ ધર્મ છે. ઈશ્વરનું સ્મરણ કરવું તે સંતોનો સહજ ધર્મ છે.
સમષ્ટિના કલ્યાણ માટે, લોકસંગ્રહાયેં, ભગવદ્ગીત્યર્થે, રાગદ્વેષથી પ્રેરાયા સિવાય સ્વાભાવિક રીતે તમામ કર્મ કરવા તે સાધુપુરુષોનો સહજ ધર્મ છે. અને તેમનાં તેવા તમામ કર્મ અકર્મ દશાએ પહોંચેલાં છે તેમ સમજવું.
સેવાકર્મો જ્ઞાનીનાં સહજ કર્યો છે. ઉપકાર કરવાનો તેનો સ્વભાવ થઈ જાય છે. હું ઉપકાર નહિ કરું તેવું તે કહે તો પણ તે તેના માટે અશક્ય છે. સંન્યાસ આથી પરમ ધન્ય અકર્મ સ્થિતિ છે.
- બેસી રહો, તો પણ એક ક્રિયા થઈ. બેસવું ક્રિયાપદ છે. કેવળ વ્યાકરણદૃષ્ટિથી જ એ ક્રિયા છે તેવું નથી. સૃષ્ટિશાસ્ત્રમાં પણ બેસવું એ ક્રિયા જ છે. કર્મ ન કરવું એ પણ કર્મનો જ એક પ્રકાર છે. ચોવીસ કલાક કર્મ કરવામાં મંડ્યો રહેવા છતાં સૂર્ય લેશ માત્ર કર્મ આચરતો નથી.
સૂર્ય કર્મ કરવા છતાં કર્મ કરતો નથી એવી સ્થિતિનું વર્ણન કર્યું. તેવો તેનો બીજો પ્રકાર પણ છે. તે કોઈ પણ કર્મ કરતો નથી છતાં આખી દુનિયા પાસે કર્મ કરાવે છે. એ એની બીજી બાજુ છે. તેનામાં પાર વગરની પ્રેરક શક્તિ છે. અકર્મની એ જ ખૂબી છે. અનંત કાર્યને સારું જરૂરી શક્તિ અકર્મમાં ભરેલી હોય છે.
વરાળને પૂરી રાખો તો તે પ્રચંડ કામ કરે છે. એ પૂરી રાખેલી વરાળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org