________________
કર્મનો સિદ્ધાંત
કર્મમાં અકર્મ જોવું એટલે શું ? અને અકર્મમાં કર્મ જોવું એટલે શું ? આ એક બહુ સમજવા જેવી વાત છે. કર્મમાં અકર્મને દેખો આ ઊલટી વાત દેખાય છે. કર્મમાં અકર્મ જોવાનો અર્થ એ છે કે પોતે કર્મનો કર્તા હોવા છતાં જાણે કે હું કર્મનો કર્તા નથી એવો ભાવ પેદા થાય. આવો ભાવ ક્યારે પેદા થાય ? કર્મ કરતી વખતે પોતે સાક્ષીભાવે રહે, દ્રષ્ટાપદે રહે તો જ આવો ભાવ પેદા થાય. દાખલા તરીકે, ભોજન કરતી વખતે તમે જાણો કે • હું ભોજન કરતો નથી, હું માત્ર સાક્ષીભાવે જોઈ રહ્યો છું કે શરીરને ભૂખ લાગી છે અને શરીર ભોજન કરે છે. હું તો માત્ર સાક્ષીપદે દ્રષ્ટાપદે રહીને ભોજનની ક્રિયા જોઈ રહ્યો છું. - આ સ્થિતિ લાવવી બહુ કઠણ નથી. થોડા જાગ્રત રહેવાની જરૂર છે.
-
-
સ્વામી રામતીર્થ એક વખત અમેરિકામાં એક રસ્તા ઉપરથી ચાલતા પસાર થતા હતા ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ તેમને ગાળો દીધી અને મશ્કરીઓ કરી. જેને ત્યાં ઊતર્યાં હતા ત્યાં સ્વામી રામતીર્થ પાછા ફર્યા ત્યારે તેઓ ખૂબ આનંદથી હસવા લાગ્યા. ત્યારે ઘરના માણસો પૂછવા લાગ્યા કે શું થયું ? શાથી આમ અકારણ હસો છો ? સ્વામી રામતીર્થે કહ્યું કે હું અકારણ નથી હસતો. આજે હું રસ્તા ઉપરથી પસાર થતો હતો ત્યારે કેટલાક લોકો રામને મળ્યા અને રામને ગાળો દેતા હતા અને રામની મશ્કરીઓ કરતા હતા. ઘરના માણસોને આ વાત સાંભળીને નવાઈ લાગી. કારણ કે સ્વામીજીની ભાષા તેમની સમજમાં આવી નહિ. ખુદ રામતીર્થ ઊઠીને એમ કહે છે કે કેટલાક લોકો રામને મળ્યા અને રામને ગાળ દીધી અને રામની મશ્કરીઓ કરી, આ કેવું ? સ્વામી રામતીર્થ આગળ કહેવા લાગ્યા કે લોકો રામને ગાળો દેતા હતા અને મશ્કરી કરતા હતા તેથી રામ થોડી મૂંઝવણમાં પડ્યા હતા, અને રામને મૂંઝવણમાં પડેલા હું જોઈ રહ્યો હતો અને રામને ગાળો દેનાર લોકોને પણ હું જોઈ રહ્યો હતો.
ઘરના લોકોએ સ્વામી રામતીર્થને પૂછ્યું કે
આ વાત શી છે અને તમે કેવી
વાતો કરો છો ? તમે ભાનમાં છો કે નશામાં છો ?
સ્વામી રામતીર્થે કહ્યું કે હું તો સંપૂર્ણ ભાનમાં છું, પણ તમે બધા નશામાં છો. હું ભાનમાં છું, તેથી તો આ વાત કરું છું. જો નશામાં હોત તો હું એમ સમજત કે પેલા માણસો મને ગાળો દે છે. પરંતુ હું સંપૂર્ણ ભાનમાં હતો તેથી હું જાણતો હતો કે પેલા માણસો મને ગાળો નથી દેતા પરંતુ રામને ગાળો દે છે તેથી હું સાક્ષીરૂપે દ્રષ્ટારૂપે રહીને પેલા ગાળો દેનારા માણસો સામે માત્ર નિર્વિકાર ભાવે જોઈ રહ્યો હતો. ‘રામ' અને હું એ બે અલગ છે એવો સાક્ષીભાવ દ્રષ્ટાપદ કેળવાય તો કર્મમાં પણ અકર્મ દેખાય.
૯૩
તમે ભોજન કરી રહ્યા છો ત્યારે રામ ભોજન કરી રહ્યા છે એવું તમે સાક્ષીભાવે જોયા કરો. રામને ભૂખ લાગી છે, રામને ઊંઘ આવી છે. તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org